આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

૧. સોજા – સાટોડીનો ઉકાળો આપવો અને રોજા ઉપર રસવંતીનો લેપ માત્ર દિવસે જ કરવો. ૨. હરસ – છાશ સાથે હંમેશા હરડે લેવાની રાખવી અને સૂરણ વધુ ખાવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું. ૩. હૃદયરોગ – અર્જુનના ચૂર્ણની રાબ કે ખીર હંમેશા લેવાનું રાખવું અથવા અર્જુનારિષ્ટ લેવું. ૪. હેડકી – ગોળના પાણીમાં સૂંઠનું બારીક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…25

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…24

૧. શ્વાસ – ભારંગ્યાદિ કવાથ લાંબો સમય લેતાં રહેવું. ૨. સર્પ વિષ – પીપળનાં પાન કાનમાં નાખવાનો પ્રયોગ કરવો. ૩. સસણી – તમાકુનાં પાનના ડીંટા બાળીને તેનુ ચપટીvચૂર્ણ દિવસમાં ત્રણ વખત મધ સાથે આપવું. ૪. સદ્યવ્રણ – હળદર, હરડે કે જેઠીમધનું બારીક ચૂર્ણ ઘા પર દાબી દઈ પાટો બાંધવો. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…24

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…23

૧. શરદી – સળેખમ – લઘુ-ઉષ્ણ ભોજન સાથે આદુનાં રસનું સેવન કરવું. ૨. શિર-શૂળ – માથાનાં દુખાવામાં સૂંઠનો ટુકડો દૂધમાં ઘસી એનાં ટીપાં નાકમાં નાખવાં (નસ્ય લેવું) અને સૂંઠનો દૂધમાં લેપ કપાળે કરવો. ૩. શીળસ – સરસવ તેલ શરીરે ચોળવું – મરીનું ચૂર્ણ ઘીમાં ચટાડવું અથવા મરિચ્ચાદિ તેલ ચોળવું અને હરિદ્રાખંડનું સેવન કરવું, અજમાનું ચૂર્ણ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…23

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…22

૧. વાળો – સાચી હિંગનો લેપ વાળા ઉપર કરવો અને હિંગનું ચૂર્ણ એક એક ગ્રામ સવારે – રાત્રે પાણી સાથે પીવું. ૨. વાતરોગ – વાયુના એંશી પ્રકારનાં રોગોમાં તલતેલમાં કકડાવેલું લસણ શકય તેટલું વધુ રોજ ખાવું. અને આમવાત સિવાયના વાયુના રોગોમાં તે તેલ વડે માલિશ કરવી. ૩. વીંછીવિષ – નિર્મળીનું બી ઘસીને ચોપડવું અથવા ડંશ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…22

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…21

૧. વધરાવળ – દિવેલનો આંતરબાહ્ય ઉપયોગ કરવો. ૨. વ્રણ-ઘા  – લીમડાના પાણીથી વ્રણ ધોવું, તેને લીમડાનો ધુમાડો આપવો. લીમડાનાં રસમાં ત્રિફ્ળા ગૂગળ 2-2 ટેબલેટ ત્રણ વાર આપવી. ૩. વાઈ – રોજ બ્રાહ્મી ઘૃત ૧-૧ ચમચી આપવું તથા તેનાં ટીપાં નાકમાં રોજ રાત્રે નાખવાં. ૪. વાતજ્વર – વાયુના તાવમાં તાવ સાથે સમગ્ર  શરીરમાં ખૂબ દુખાવો થાય …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…21

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…20

રક્તાતિસાર – લોહીના ઝાડામાં અતિવિષનું 1-1 ગ્રામ ચૂર્ણ મોળી છાશ સાથે અથવા બકરીનાં દૂધ સાથે વારંવાર આપવું. રાંજણ – નગોડનાં તેલની માલિશ કરવી અને ઉપર નગોડનાં પાનનો વરાળિયો શેક કરવો. સવારે – સાંજે બે – બે ચમચી નગોડનો રસ તેટલું દિવેલ મેળવીને પીવડાવવો. લકવો – મહાયોગરાજ ગૂગળ કે રાસ્નાદિ કવાથ આપવો. મહાનારાયણ કે નારાયણ તેલની …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…20

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…19

1. મેલેરિયા – મધ સાથે હરડે ચૂર્ણ લાંબા સમય સુધી લેતા રહેવું. 2. રકતદોષ ( લોહીનો બગાડ) – લીમડાનો આંતર – બાહ્ય એટલે કે સ્નાન માટે અને પીવા માટે ઉપયોગ કરવો. 3. રકતપિત્ત – અરડૂસીનાં તાજાં પાનનો રસ સવાર – સાંજ અર્ધો કપ લેવો. (મોં – નાક વગેરે શરીરનાં કોઈપણ માર્ગેથી લોહી પડે તેને રકતપિત્ત …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…19

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

૧. મૂઢમાર – રસવંતીનો લેપ કરવો અથવા લાક્ષાદિ ગૂગળ ૪-૪ ગોળી ચાવીને પાણી સાથે સવારે –રાત્રે પાણીમાં લેવી. ૨. મૂત્રાશયનો રોગ – દૂધ સાથે સવારે – સાંજે ૧ થી ૨ ગ્રામ શિલાજિત લેવું. ૩. મંદાગ્નિ  – આદુનો રસ  આપવો. ૪. મેદવૃદ્ધિ – મધ અને પાણીનો પ્રયોગ કરવો. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય નિકુલ પટેલ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17

૧. ચક્કર – ધમાસાના ઊકાળામાં ઘી મેળવીને લેવું અથવા ધમાસા ઘનવટી ૪-૪ ગોળી સવાર – રાત્રે લેવી અથવા ધમાસા ઘૃત ૧-૧ ચમચી સવારે – રાત્રે ગંઠોડાવાળા દૂધ સાથે લેવુ. ૨. મરડો – ગરમ પાણી સાથે દિવેલ એક ચમચી સવારે – રાત્રે લેવું. છાશ સાથે હરડે ચૂર્ણ સવારે – રાત્રે એક – એક ચમચી લેવું. ૩. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16

૧. બહેરાશ – બાલબિલ્વાદિ તેલનાં ૪-૬ ટીપાં કાનમાં રાત્રે નાખવાં. રાસ્નાદિ ગૂગળ ૪-૪ ગોળી સવારે – રાત્રે ચાવીને પાણી સાથે લેવી. ૨. બાળરોગ – અતિવિષની કળી નો ઘસારો રોજ આપવો અથવા બાલચાતુર્ભદ્ર ચૂર્ણ એક અથવા અર્ધો  ગ્રામ (નાના બાળકોને કેવળ ચપટી) સવારે – રાત્રે મધમાં ચટાડવું. અથવા બાલચાતુર્ભદ્ર સીરપ 5 થી 10 મિલિ દિવસમાં બે …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16