કરમિયાં – કૃમિરોગ

Share with:


કૃમિ એ એક એવી તકલીફ છે કે  કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળકોમાં આ તકલીફ અવારનવાર જોવા મળે છે. કારણ કે, બાળપણ એ કફજન્ય અવસ્થા છે અને તેથી તે અવસ્થામાં કફના રોગો થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે. ઉપરાંત, ગળપણ એ બાળકોનો પ્રિય ખોરાક છે અને તેથી વધારે પડતું ગળ્યું ખાવાને કારણે તેમજ આજકાલ ચોકલેટ, આઈસ્ક્રીમ, ક્રીમ, ક્રીમવાળા બિસ્કીટ, બેકરીની વસ્તુઓ, મેંદાની વસ્તુઓ, વધારે પડતી ચીઝ આ બધું વધારે ખાવાના કારણે કૃમિની શક્યતાઓ વધતી જાય છે.

આ ઉપરાંત બાળક એ બહાર માટીમાં રમે અને તેના નખ બરાબર સાફ થયેલા ન હોય અને તે આંગળા મોંમાં રાખવાની તેની આદતને કારણે નખની અંદર નો મેલ એ કૃમિને બાળકના શરીરમાં પ્રવેશ કરાવી દે છે.

કૃમિરોગ એ માત્ર નાનાં બાળકોનો રોગ નથી પણ મોટા લોકોમાં પણ તે અવારનવાર જોવા મળી શકે છે, જેના કારણે અનેકવિધ ચામડીના રોગો તેમજ વાળ ખરવાની તકલીફો પણ ઘણી વખતે જોવા મળતી હોય છે જેને કેશકૃમિ રોગની અંતર્ગત સમાવેશ કરેલ છે.

Embed from Getty Images

આ કૃમિ રોગના કારણો, ઉપચાર, પથ્યાપથ્ય વગેરે આપણે જોઈ લઈએ.

કારણ ખાધેલું પચ્યું ન હોય અને તરત જ બીજો ખોરાક લેવો. વધારે પડતું ગળ્યું અને ખાટું ખાવાની આદત હોવી. ખાવાનો સમય અનિયમિત હોવો. દૂધ અને દૂધની બનાવટો વધારે પડતી લેવી. મીઠાઈ, ગોળ, ખાંડ વગેરેનું વધારે પ્રમાણે સેવન કરવું. વ્યાયામ ન કરવો. આ બધા કૃમિ રોગના સામાન્ય લક્ષણો છે.

કૃમિ નાં લક્ષણો

તાવ, નિસ્તેજપણૂં, પેટમાં દુખાવો, ચક્કર, ભૂખ ન લાગવી, ખાવાનું ન ગમવું, ઝાડા થઈ જવા, ગુદામાર્ગ પાસે ખંજવાળ આવવી અને ખાસ કરીને બાળકોમાં રાત્રે દાંત કચકચાવવા. આ ઉપરાંત કેશકૃમિમાં ઉંદરી અને વાળ પુષ્કળ પ્રમાણમાં ખરવાં, શરીર પર કરોળીયા થવાં, આખાં શરીર પર ખંજવાળ આવવી વગેરે જેવા ચામડીને લગતી તકલીફો પણ જોવા મળે છે.

કૃમિ રોગના સામાન્ય ઉપચારો

અહિં બતાવેલા તમામ ઉપચારો નિર્દોષ છે, તે છતાં અનુભવી ચિકિત્સકની સલાહથી કરવા તે યોગ્ય અને હિતાવહ પણ છે. આ ઉપચારો કરવા છતાં પણ જુઓ રોગ શાંતિ ન થાય તો સારા આયુર્વેદિક ચિકિત્સક ને બતાવીને તેની યોગ્ય સારવાર કરવી જરૂરી છે.

  1. કિરમાણી અજમો સવારે ઠંડા પાણીમાં લેવાથી કૃમિ રોગ દૂર થાય છે.
  2. પિત્તપાપડો અધકચરો શેકીને મગની દાળ જેટલો ઘીમાં આપો અથવા તો પિત્તપાપડો કૂટીને પલાળી રાખો અને તે પાણી ગાળી લઈને મધ નાખીને લેવો..
  3. વાવડિંગ નો ઉકાળો ગોળ નાખીને આપવો જેનાથી નાનાંં-નાનાં કૃમિ ની ઉત્પત્તિ રોકાઈ જાય છે.
  4. સૂંઠ, વાવડિંગ અને શુદ્ધ ભીલામાનું ચૂર્ણ મધમા આપવું.
  5. કૌચા પરના કાંટા દૂધમાં નાખીને આપવાં. આ પ્રયોગ બહુ જ નાના બાળકોમાં કરવો નહીં.
  6. ફુદીનાનો રસ અને ડમરાનો રસ ભેગો કરીને એક એક ચમચી સવાર સાંજ આપવો. જેનાથી સૂક્ષ્મ કૃમિઓ નાશ પામે છે
  7. બીજોરાની છાલનો ઉકાળો આપવાથી પણ કૃમિમાં ફાયદો થાય છે.
  8. કૃમિ રોગના દર્દીએ અનાનસ ખાવાથી ફાયદો થાય છે.
  9. કાચકાના પાંદડાના રસમાં આંબા હળદર ઘસીને પીવડાવવાથી કૃમિમાં ફાયદો થાય છે.
  10. વડની વડવાઈઓના કુમળા અંકુર વાટીને તેનો રસ ઓછામાં ઓછા ત્રણ દિવસ આપવો.
  11. કિરમાણી અજમો એક ભાગ. વાયવરણો એક ભાગ અને ખડીસાકર ત્રણ ભાગ – ચૂર્ણ ભેગું કરીને મોટા માણસને 6 થી 10 ગ્રામ અને નાના બાળકને અડધાથી એક ગ્રામ સુધી આપવું.
  12. ઉંદરકર્ણીના પાંદડા નો રસ એક ચમચી આપો.
  13. કપૂર એક ગ્રામના આઠમાં ભાગનું અને તેમાં થોડું કેસર નાખીને રાત્રે આપવાથી કૃમિમાં ફાયદો થાય છે.
  14. કૃમિરોગમાં ઇન્દ્રજવ એક અક્સીર દવા છે. ઇન્દ્રજવનું ચૂર્ણ તેમાં થોડી હિંગ નાખીને નિયમિત રીતે આપવું.
  15. શુદ્ધ ફટકડી મધમા પા ગ્રામ જેટલી આપવી.
  16. કંપિલો એ કૃમિ નું શ્રેષ્ઠ ઔષધ છે, તેથી કંપિલાનું ચૂર્ણ ગોળમાં આપવાથી ફાયદો થાય છે.

આ સિવાય તૈયાર ઔષધોમાં કૃમિ કુઠાર રસ, વિડંગાદી ચૂર્ણ, વિડંગારિષ્ટ કૃમિઘ્નરસ, કૃમિ મુદ્ગર રસ, ઇન્દ્રયવકંપિલક (આઇ.કે) ટેબલેટ વગેરે જેવા અનેકવિધ ઔષધો કામ કરતા હોય છે

પથ્યકૃમિ રોગમાં ઘઉં, ચોખા, ઘી, તુવેર, કોઠુ, કુમળાં રીંગણ આ બધું પથ્ય છે.

અપથ્ય ગોળ, દૂધ, કેળાં, બોર, સાકર, ખાંડ, ચોકલેટ, આઈસ્ક્રીમ, દહીં, આઇસક્રીમ, મેંદાની વસ્તુ અને ગળ્યું અને ખાટું વધારે પ્રમાણમાં આ બધું વર્જ્ય છે.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( માત્ર એપોઇન્ટ માટે )
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી લસ્સી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
ઇમેઇલ : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://rebrand.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

Share with:


Comments

Leave a Reply