શરદ ઋતુચર્યા: આજના સમયમાં આયુર્વેદ પ્રમાણે કેવી રીતે અપનાવવી?

શરદ ઋતુમાં આયુર્વેદ પિત્તના પ્રકોપને ધ્યાનમાં રાખીને હળવો અને પિત્તને અનુકૂળ આહાર, નિયમિત ઊંઘ અને સંતુલિત દૈનિક જીવનશૈલીનું મહત્વ સમજાવે છે.

અષાઢ મહિને આદું ખાય, તેને ત્યારે રોગ ન થાય — આયુર્વેદ શું કહે છે?

અષાઢ અને શ્રાવણમાં પાચનશક્તિ નબળી પડવાની અને વાતદોષ પ્રકોપવાની શક્યતા રહે છે. આયુર્વેદમાં આદુંને દીપન-પાચન ગુણવાળું દ્રવ્ય માનવામાં આવ્યું છે. જાણો ચોમાસામાં આદુંનું મહત્વ અને તેનો યોગ્ય ઉપયોગ.

આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

🥗 આયુર્વેદ મુજબ આહારની યોગ્ય માત્રા કેવી હોવી જોઈએ? આયુર્વેદ અનુસાર સ્વસ્થ જીવન માટે માત્ર શું ખાવું તે જ મહત્વનું નથી, પરંતુ કેટલું ખાવું અને ક્યારે ખાવું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ખોરાકની યોગ્ય માત્રા અને પદ્ધતિ જ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને રોગોથી બચાવે છે. 🍽️ હોજરીના ચાર ભાગનો સિદ્ધાંત આયુર્વેદમાં જણાવ્યા …
Continue reading આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

જળપાન અને આયુર્વેદ

જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે. પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે. પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, …
Continue reading જળપાન અને આયુર્વેદ

શિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો

જય ધન્વન્તરિ ! ધનવંતરિ ત્રયોદશી (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ !  આયુર્વેદ ટિપ્સ – ❄કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું. ☸ જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર …
Continue reading શિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો