ઘરે ઘરે રોજે-રોજ દાળ-શાક, અથાણામાં વપરાતી રાઈ આમતો કોઈને ભાવે તેવી નથી. હંમેશા અપ્રિય જ રહી હોવા છતાં તેની વિના ચાલતું નથી. પરંપરાથી આવેલ ભરતીય આહાર પધ્ધતિના એક અભિન્ન અંગ સમી રાઈ એ ઔષધિય ગુણ તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે. દોઢ – બે ફૂટ ઊંચા રાઈના છોડ એ તેનાં ફૂલો આવે ત્યારે ખૂબજ સુંદર …
Continue reading રાજિકા– રાઈ – Black Mustard Seed
Category:જડીબુટ્ટી-ઔષધો
સર્પગંધા (Rauwolfia Serpentina)
સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ પેથીના ડોકટરો પરિચિત તો છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા. Rauwolfia Serpentina ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી …
Continue reading સર્પગંધા (Rauwolfia Serpentina)
જટામાંસી (Nordostachys Jatmansi)
જટાશંકરની જટા જેવી દેખાતી નદી કિનારે ઘાસના જેવી જટામાંસીનું એક નામ જટાશંકર પણ છે. હિંદીમાં તે બાલછડના નામથી તથા સંસ્કૃતમાં जटामांसी કે मासीना નામથી ઓળખાય છે. ચરકે તેનો સમાવેશ સંજ્ઞાસ્થાપન–ચેતના લાવનાર ગણમાં કરેલ છે.જેના પરથી તેની અગત્યતાનો ખ્યાલ આવી શકે છે.બારેમાસ થનાર આ જમીન પર પથરાયેલા છોડમાં એક વિશેષ પ્રકારનું સુગંધી તેલ હોય છે જેના …
Continue reading જટામાંસી (Nordostachys Jatmansi)
શિરીષ (Albezia lebbeck)
शिरीषो विषघ्नानाम् I આચાર્ય ચરકે પણ શિરીષનું નિરૂપણ વિષઘ્ન તરીકે જ કરેલ છે.અલગ – અલગ દશ વિષઘ્ન દ્રવ્યો પૈકી શિરીષ એ શ્રેષ્ઠ છે. પ્રાચીન કાળથી જ વિષ (ઝેર) ઊતારવા માટે શિરીષ વપરાતું રહેલું છે જે આજે પણ ગામડાઓમાં તથા વનવાસી વિસ્તારોમાં ખૂબ જ પ્રચલિત છે.આપણા દેશમાં સરસડો એ ઠેરઠેર જોવા મળતી વનસ્પતિ છે …
Continue reading શિરીષ (Albezia lebbeck)
ગરમાળો (આરગ્વધ)
Embed from Getty Images ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા ગરમાળાના વૃક્ષની ઓળખ એ તેની મરુન રંગની પાકેલી તથા લીલા રંગની એકથી દોઢ ફૂટ લાંબી અંગૂઠા જેટલી જાડી ગોળ મજાની લાક્ડી જેવી શિંગો અને તેની ઊપર આવતાં ઝુમ્મર જેવાં તાજા-પીળા વર્ણના ફૂલો એ જ તેની ઓળખ છે.તેની વિશેષતા એ છે કે ચૈત્ર-વૈશાખ મહિનામાં પાન ખરી જાય …
Continue reading ગરમાળો (આરગ્વધ)
અર્જુન ચૂર્ણ
હ્રદયરોગ, અસ્થિભંગ, અને મેદવૃધ્ધિ માટે અસરકારક ઔષધ – અર્જુન ચૂર્ણ યોજના – અર્જુનના વૃક્ષ ઉપરથી કે ગાંધીને ત્યાંથી ખરીદી લાવી અર્જુન (સાજડ કે સાદડ) ની છાલ બારીક ખાંડવી અને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવીને સ્વચ્છ બોટલમાં ભરી દેવી. સેવનવિધિ – એક થી દસ ગ્રામ સુધી દિવસમાં બેત્રણ વખત દૂધ સાથે લઈ શકાય તે લેવાની સૌથી સારી …
Continue reading અર્જુન ચૂર્ણ
અજમોદાદિ ચૂર્ણ
આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર – અજમોદાદિ ચૂર્ણ Embed from Getty Images યોજના – આ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજારમાંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા. અજમોદ – 25 ગ્રામ કાળાં મરી – 25 ગ્રામ લીંડીપીપર- 25 …
Continue reading અજમોદાદિ ચૂર્ણ
રસોડાનું ઔષધ હિંગ
શૂળ – શરીરમાં ક્યાંય પણ આંતરબાહ્ય શૂળ નીકળતું હોય તેમાં હિંગ પિવરાવવી અને ઉપર લેપ કરવો. જેમ કે, દાઢમાં દુખતુ હોય તો દાઢમાં પોતું મૂકવું અને ગાલ ઉપર ચોપડવી. પેટમાં દુખતુ હોય તો હિંગને દિવેલમાં ગરમ કરી પેટ પર ચોળવી અને હિંગની કે હિંગાષ્ટકની ફાંકી આપવી. ગામડામાં ઉદરશૂળના ભયંકર દુખાવામાં ઘોડા કે ગધેડાની લાદના રસમાં …
Continue reading રસોડાનું ઔષધ હિંગ
રસોડાનું ઔષધ – અજમો
રસોડાના ઔષધો અંતર્ગત આજે આપણે અજમો ઘરગથ્થુ સારવાર તરીકે કેવી રીતે વાપરી શકાય તેનો વિચાર કરીશું. દરેક ઘરમાં રસોડામાં અજમો ચોક્કસ હોય જ અને આ અજમો એ આયુર્વેદમાં માત્ર રસોડાના ઔષધો તરીકે નહીં પરંતુ આયુર્વેદની ઘણી બધી દવાઓમાં ડાયરેક્ટ જ વપરાય છે. 1. કોઈપણ પ્રકારના દુખાવામાં વાયુ એ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને આવા …
Continue reading રસોડાનું ઔષધ – અજમો
વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત
• જેને ચરબીનું પ્રમાણ વધારે હોય અને ચરબી ઘટાડવી હોય તેણે આ પ્રમાણે પ્રયોગ અન્ય પરેજીની સાથે અને કસરતની સાથે કરી શકાય • સાંજે ૨૦ થી ૨૫ ગ્રામ શુદ્ધ મધ સાદા આશરે ૨૦૦ મિલિ.પાણીમાં ( ગરમ પાણીમાં નહિં અને લીંબુ પણ નહિં) મિક્સ કરીને ઢાંકીને મૂકી રાખવું અને સવારે દાતણ કે બ્રશ કરીને નરણાં કોઠે …
Continue reading વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત