રસોડાનું ઔષધ – અજમો

Share with:


રસોડાના ઔષધો અંતર્ગત આજે આપણે અજમો ઘરગથ્થુ સારવાર તરીકે કેવી રીતે વાપરી શકાય તેનો વિચાર કરીશું.

દરેક ઘરમાં રસોડામાં અજમો ચોક્કસ હોય જ અને આ અજમો એ આયુર્વેદમાં માત્ર રસોડાના ઔષધો તરીકે નહીં પરંતુ આયુર્વેદની ઘણી બધી દવાઓમાં ડાયરેક્ટ જ વપરાય છે.

1. કોઈપણ પ્રકારના દુખાવામાં વાયુ એ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને આવા વાયુના તમામ રોગોમાં અજમો એક મહત્વપૂર્ણ ઔષધ બની રહે છે. કોઈપણ પ્રકાર ની વેદના, પીડા, માથાનો દુખાવો, પેટનો દુખાવો, ચૂંક આવવી આવા સમયે અજમો એ આંતર અને બાહ્ય બંને રીતે ઉપયોગી થાય છે.

2. શિયાળા-ચોમાસામાં શરદી કે વાયુથી થયેલા માથાના દુખાવામાં અજમો દિવસમાં બેથી ત્રણ વાર અડધી અડધી ચાવવો. માથાના દુખાવામાં અજમાને સૂંઠ સાથે પીસીને તેનો કપાળે ગરમ લેપ કરવો. માથાના દુઃખાવામાં વપરાતાં મોટા ભાગનાં પેઈન બામમાં આ અજમાના અર્કનો જ ઉપયોગ થતો હોય  છે.

3. કફ-વાયુને કારણે માથું દુખતું હોય ત્યારે પીસેલો અજમો રૂમાલમાં બાંધી પોટલી સૂંઘ્યા કરવી.

4. નાનાં બાળકોને શરદીમાં અજમાની નાની પોટલી ગળે બાંધી રાખવાથી અજમાનાં તેલની અસર નાકને થતી રહેવાથી રાહત થાય છે. બાળકને શરદી જામ થઈ ગઈ હોય તેમાં અજમાનો નાસ ખૂબ અસરકારક બને છે.

5. દાઢના દુખાવામાં અજમાનો લેપ બહાર ગાલ ઉપર કરવો. તેમજ હિંગ સાથે અજમો પીસી તેનું પોતું દાઢ ઉપર દબાવવું.

6. દાઢમા કે દાંતમાં કરમિયા થવાથી ઉત્પન્ન થયેલી સ્થિતિમાં ખૂબ જ દુખાવો થાય છે આવા સમયે અજમાની ધુમાડી લેવાથી ફાયદો થાય છે.

7. ચોમાસાના કે શિયાળાના સમયે શરદી થવાથી અને વાયુને કારણે અવાજ બેસી જાય છે, વળી ગળામાં ઇન્ફેક્શન થવાના કારણે ગળામાં દુખાવો પણ થતો હોય છે આવા સમયે થોડો થોડો અજમો ચાવ્યા કરવો જોઈએ.

Carom.jpg
8. હૃદયરોગ સિવાયની અવસ્થામાં જ્યારે પણ છાતીનો દુખાવો થાય ત્યારે તે મોટેભાગે ગેસ થવાથી અથવા તો સ્નાયુ ના દુખાવા ના કારણે હોય છે. આવા સમયે છાતીના ભાગ ઉપર અજમાનો ગરમ ગરમ લેપ કરવાથી છાતીના સ્નાયુઓનો દુખાવો તરત મટી જાય છે. અને ગેસ જેવી સ્થિતિમાં અજમો અને સંચળ અથવા અજમો અને મીઠું જાવામાટે આપવું જોઈએ જેથી તેના કારણે થયેલ છાતીનો દુખાવો હળવું થઇ જશે.

9. હૃદયરોગની તકલીફ હોય તેવા દર્દીમાં અજમો એ હૃદયને બળ આપનાર તેમજ વાયુને નિયંત્રણ કરવા વાળો હોવાથી આવા દર્દીએ નિયમિત રીતે જમ્યા પછી થોડો અજમો મુખવાસ તરીકે ચાવી જવાનું રાખવું જોઈએ.


10. પેટના દુઃખાવામાં અજમો અને મીઠું અથવા તો અજમો અને સંચળ ફાકવાની આપણી જૂની પદ્ધતિ છે જ. જેના કારણે ગેસ થવો, પેટમાં ગોળો ચડવો, આફરો ચડવો આવી અલગ અલગ સ્થિતિમાં અજમો, સંચળ અને તેમાં હિંગનું ચૂર્ણ થોડું ગરમ કરીને પાણી સાથે નિયમિત આપવું ફાયદાકારક છે.

11. કરમિયા ની તકલીફ હોય તેમાં પણ અજમો એ તેના તીખા અને કડવા સ્વાદના કારણે કૃમિમાં ખુબજ ફાયદો કરે છે. કૃમિની તકલીફ હોય જેને નિયમિત રીતે અજમો એ આપવું જોઈએ. અજમાની સાથે સાથે વાવડિંગ, હિંગ અને શેકેલા કાંચકાંનું ચૂર્ણ સરખા ભાગે ઉમેરી શકાય તો વધારે ઝડપથી ફાયદો થાય છે.

12. અજમાનો વાયુનાશક અને શૂલઘ્ન ગુણ વાયુના રોગમાં પણ અસરકારક બને છે. પગની એડીના દુખાવામાં મેથી અને અજમો સરખાભાગે ખાંડી ફાંકી લેતાં રહેવી.

13. ઢીંચણના દુખાવામાં તથા સોજામાં, સૂંઠ અને ગૂગળનો લેપ કરવો. તેમજ અજમો, સૂંઠ અને મેથીનું ચૂર્ણ બનાવી લાંબા સમય સુધી લેતા રહેવું.

14. આમવાતના દર્દીએ ખોરાકમાં શક્ય તેટલો અજમો વધુ લેવો.

15. કમર, ખભા જેવા સાંધાના વામાં અજમો રોજ લઈ શકાય.

16. વાયુને કારણે થયેલા મસાથી ગુદામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે અજમાની ધુમાડી લેવી તેમજ અજમો અને હરડે ગોળમાં મેળવીને ખાવાં.

17. શીળસ માટે અજમાનો પ્રયોગ એ ખૂબ જ અકસીર છે. ખાવા-પીવાની ખરાબ આદતોને કારણે થઈને થયેલા શીળસ ની અંદર રોજનો પાંચથી દસ ગ્રામ અજમો જુના ગોળ સાથે મેળવીને તેની નાની નાની લાડુડી બનાવવી અને તે લાડુડી સવાર-સાંજ પાણી સાથે નિયમિત રીતે આપવી. વધારે તકલીફ હોય તો આ લાડુડીમાં હળદર નો પાવડર પણ મેળવી શકાય, તેનાથી વધારે ફાયદો થાય છે.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

Share with:


Comments

Leave a Reply