🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 12
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (12)
૧. દાંત આવવા – દંતોદ્ભેદાન્તક રસ ૧-૧ ગોળી મધમાં આપવી. બાળકનાં મસુડાં પર લીંડીપીપર અને આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું.
૨. નસકોરી – ફટકડીનું પાણી કરી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં અને અરડૂસીનાં પાનનો અર્ધો કપ રસ વારંવાર આપવો.
૩. નામર્દાઈ – નપુંસકતાના રોગમાં શ્રી ગોપાલ તેલની માલિશ લિંગ ઉપર કરવી અને કૌચાં, આમળાં તથાં અશ્વગંધાનું ચૂર્ણ ૧-૧ મોટી ચમચી દૂધ સાથે સવારે-સાંજે-રાત્રે લેવું.
૪. નેત્રરોગ – ત્રિફળા ચૂર્ણ રોજ રાત્રે લેવું અને તેનું પાણી આંખે છાંટવું
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — દાંત આવવા, નસકોરી, નામર્દાઈ અને નેત્રરોગ માટે ઘરગથ્થુ ઉપાય
બાળકને દાંત આવતી વખતે શું કરવું?
દંતોદ્ભેદાન્તક રસની ૧-૧ ગોળી મધમાં આપવી અને બાળકના પેઢાં પર લીંડીપીપર-આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું.
નસકોરી ફૂટે (નાકમાંથી લોહી પડે) તો શું કરવું?
ફટકડીનું પાણી બનાવી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં, અને અરડૂસીના પાનનો અડધો કપ રસ વારંવાર આપવો.
નામર્દાઈ (પુરુષોની નબળાઈ) માટે આયુર્વેદમાં શું સૂચવાય છે?
શ્રી ગોપાલ તેલની માલિશ તથા કૌચાં, આમળાં અને અશ્વગંધાનું ચૂર્ણ દૂધ સાથે લેવાનું સૂચવાય છે, પરંતુ આ સમસ્યાના મૂળ કારણનું નિદાન કરાવવા માટે નિષ્ણાત વૈદ્યની સલાહ લેવી જરૂરી છે.
આંખના રોગોમાં કયો ઉપાય કરી શકાય?
ત્રિફળા ચૂર્ણ રોજ રાત્રે લેવું અને તેનું ગાળેલું પાણી આંખમાં છાંટવું.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps