કબજિયાત માટે આહાર – વિહારની પરેજી

કબજિયાત ના દર્દીઓએ નીચે મુજબ આહાર અને વિહારની પરેજી રાખવી આવશ્યક છે.

નીચેનામાંથી માફક આહાર લેવો :-
અજમા, અડદ, અથાણાં, આદું (વધું), આમલી, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળીદ્રાક્ષ (વધુ), કેરી, કોકમ, કોથમીર, કોબીજ, ફ્લાવર, કોળું, ખજૂર, ખાટાંપીણાં, ખાંડ, ખીચડી, ગલકાં, ગાજર, ગાયનું દૂધ (વધું), ગૉળ, ઘઉં, ઘી, ચીકુ, ખોખા, જીરું, જુવાર, ટમેટાં, ટેટી, તલ, તલતેલ, તાંદળજો (વધુ), તુવેર, તૂરીયાં, દાળ, દિવેલ (વધુ), દૂધ, દૂધનો ઉકાળો, દૂધી, ધાણા, પપૈયું (વધુ), પરવળ, પાન, પાપડ, પાલખ, ભડકું – થૂલી (વધુ), ભાખરી, ભાત, ભીંડો, મગ, માખણ, મીઠાઇ (થોડી), મીઠું, (કુમળા) મૂળા, રાઇ, રીંગણ, રોટલી (ગરમ), લસણ (વધુ), લીંબુ, વટાણા (થોડા), વાલ (થોડા), શક્કરીયા, શેરડીનો રસ, સરગવો, હળદર, હીંગ (વધુ)… વગેરે.


નીચેના વિહારનું સેવન હિતકર છે –

Depiction of a person suffering from Irritable Bowel Syndrome (IBS)
ચાલવું, પરિશ્રમ, માલિશ ( પેટ પર દિવેલથી), રેચ, વ્યાયામ (આસનો – રમતો વગેરે), સ્નાન, સ્વીમિંગ, સ્વેદન ( દિવેલ ચોપડેલાં આકડાનાં પાન પેટ પર બાંધીને ઉપર વરાળીયો શેક).
નીચેના આહારનું સેવન ન કરવું –
કઢી, કોદરી, કેળાં, ગવાર, ચણા, ચોખા, છાશ (ખાસ), જમરુખ, ઠંડા પીણાં, તળેલું, દહીં (ખાસ), નારંગી, પાઉં, પાપડી, ફ્રીજનું પાણી, ફ્રુટ જ્યુસ, ફ્રુટ સલાડ, બકરીનું દૂધ, બટાટા, બરફ, બાજરી (ખાસ), બિસ્કિટ (ખાસ), મકાઇ-ડોડા, મગફળી- શીંગ, મસૂર, મેથી, મેથીની ભાજી, વાસી ભોજન, શ્રીખંડ, શિંગોડા, સફરજન, સૂંઠ… વગેરે.
નીચેના વિહારનું સેવન ન કરવું.
અતિ મૈથુન, અતિ લંઘન, ઉજાગરા, દિવસની ઊંઘ, પ્રવાસ.


બસ્તિ લેવાનો વિધિ –
સર્જિકલ મેડીકલ સ્ટોરમાંથી ૧૦ મિલિની ડીસ્પોજીબલ સિરીંજ અને ૧૦ નંબરનું રબરનું કેથેટર લેવું. પાંચ મિલિ સહેજ ગરમ દિવેલ અને તેમાં થોડી માત્રામાં હિંગ, સંચળ કે સિંધવ નાંખીને દરદીને ડાબા પડખે સુવડાવવી, ડાબો પગ સીધો રાખી, જમણો પગ નિતંબ તરફ વાંકો વાળી, જાણકાર વ્યકિત દ્વારા ગુદામાં માત્રા બસ્તિ લેવી. બસ્તિ માટેની સિરીંજ અને રબર કેથેટર બરાબર હોવું જોઇએ અને બસ્તિ આપનારે હળવા હાથે એકસરખા દબાણથી બસ્તિ આપવી. અને આ ન ફાવે તો નજીકના પંચકર્મ સેન્ટર પર જઇને માત્રાબસ્તિ લઇ લેવી.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — કબજિયાત માટે આહાર-વિહાર

કબજિયાતમાં કયો ખોરાક ફાયદાકારક છે?

અજમો, જીરું, ધાણા, દૂધી, દિવેલ, પપૈયું, તાંદળજો, ગાયનું દૂધ, ઘી, ગોળ, ખજૂર જેવો ખોરાક કબજિયાતમાં માફક આવે છે.

કબજિયાતમાં કયો ખોરાક ટાળવો જોઈએ?

કઢી, કેળાં, ચણા, છાશ, દહીં, ફ્રિજનું પાણી, ફ્રુટ જ્યુસ, બટાટા, બિસ્કિટ, બાજરી, મેથી અને વાસી ભોજન ટાળવું જોઈએ.

કબજિયાતમાં કેવો વિહાર (જીવનશૈલી) રાખવો?

ચાલવું, વ્યાયામ, પેટ પર દિવેલની માલિશ, સ્નાન-સ્વિમિંગ અને દિવેલ ચોપડેલા આકડાના પાનથી પેટ પર વરાળિયો શેક કરવો ફાયદાકારક છે. અતિ મૈથુન, ઉજાગરા અને દિવસની ઊંઘ ટાળવી.

બસ્તિ (એનિમા) કેવી રીતે લેવી?

સર્જિકલ સિરીંજ અને રબર કેથેટરથી હૂંફાળા દિવેલમાં હિંગ-સંચળ મેળવીને, જાણકાર વ્યક્તિ દ્વારા બસ્તિ આપી શકાય; ન ફાવે તો નજીકના પંચકર્મ સેન્ટર પર માત્રાબસ્તિ લેવી શ્રેષ્ઠ છે.


પેટના રોગો, કબજિયાત કે બંધકોશ જેવા જૂના રોગોની શુદ્ધ આયુર્વેદ સારવાર અને અન્ય માર્ગદશન માટે સંપર્ક કરો..

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext