🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 23
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (23)
૧. શરદી – સળેખમ – લઘુ-ઉષ્ણ ભોજન સાથે આદુનાં રસનું સેવન કરવું.
૨. શિર-શૂળ – માથાનાં દુખાવામાં સૂંઠનો ટુકડો દૂધમાં ઘસી એનાં ટીપાં નાકમાં નાખવાં (નસ્ય લેવું) અને સૂંઠનો દૂધમાં લેપ કપાળે કરવો.
૩. શીળસ – સરસવ તેલ શરીરે ચોળવું – મરીનું ચૂર્ણ ઘીમાં ચટાડવું અથવા મરિચ્ચાદિ તેલ ચોળવું
અને હરિદ્રાખંડનું સેવન કરવું, અજમાનું ચૂર્ણ જૂના ગોળ સાથે લેતા રહેવુ.
૪. શૂલ – શરીરમાં કયાંય પણ દુખાવો થતો હોય ત્યારે હિંગ પાણી સાથે લેવી અને તે સ્થાન પર હિંગનો ગરમ લેપ કરવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — શરદી, શિર-શૂળ, શીળસ અને શૂલ માટે ઘરગથ્થુ ઉપાય
શરદી-સળેખમ માટે શું ઉપાય છે?
હલકા અને ગરમ ભોજન સાથે આદુના રસનું સેવન કરવાની સલાહ અપાય છે.
શિર-શૂળ (માથાનો દુખાવો) માટે શું કરવું?
સૂંઠનો ટુકડો દૂધમાં ઘસી તેના ટીપાં નાકમાં નાખવાં (નસ્ય લેવું) અને સૂંઠનો દૂધમાં લેપ કપાળે કરવો.
શીળસ (એલર્જીક ફોલ્લીઓ) માટે શું ઉપાય છે?
સરસવ તેલ શરીરે ચોળવું, મરીનું ચૂર્ણ ઘીમાં ચટાડવું અથવા મરિચ્ચાદિ તેલ ચોળવું, હરિદ્રાખંડનું સેવન કરવું અને અજમાનું ચૂર્ણ જૂના ગોળ સાથે લેવું.
શૂલ (શરીરમાં દુખાવો) માટે શું કરવું?
હિંગ પાણી સાથે લેવી અને દુખાવાની જગ્યાએ હિંગનો ગરમ લેપ કરવો.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps