🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Diet & Lifestyle During Pregnancy: Ayurvedic Do’s and Don’ts
हिंदी: गर्भावस्था में आहार-विहार: क्या करें, क्या न करें
ગર્ભાવસ્થામાં નીચે મુજબ ની પરેજી અને ધ્યાન રાખવું આવશ્યક છે…
આહાર- વિહાર –
• તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું.
• મુખ્યત્વે ગળ્યો, રુચિકર, મનને ગમે તેવો હલવો ખોરાક લેવો. ખોરાકની સાથે દૂધ (શક્યતઃ ગાયનું), કેરીનો રસ, નાળીયેરનું પાણી, શીરો (રાબ) તેમજ સારો, સાત્વિક, પૌષ્ટિક અને ઝડપથી પચે તેવો ખોરાક લેવો.
• ઉપવાસ – એકટાણાં ન કરવાં.
• એકસાથે વધારે ન જમતાં થોડું – થોડું સમયાંતરે જમવું.
• ચા-કોફી તેમજ અન્ય વ્યસન હોય તો તેનાથી દૂર રહેવુ.
• વાયુ કરે તેવા વાલ, વટાણાં, પાપડી, ચોળી, ચણાં, બટાટાં વધારે ન લેવાં. વધારે તીખું, ખારૂં, ખાટું, તળેલું, આથેલું ન લેવું.
• દહીં, ફ્રીજનું પાણી, ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ ન લેવી. હંમેશા તાજો જ આહાર લેવો.
• ફ્રૂટ તેમજ દૂધની વાનગીઓ વધારે લેવી.
![]()
• આરામ રાખવો. વજન ઊંચકવું નહિં, મુસાફરી કરવી નહિં. વધારે પરિશ્રમ કરવો નહિં.
• પવિત્ર અને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં. નિયમિત રીતે પૂજન-પ્રાર્થના અને સત્સંગ માં વ્યસ્ત રહેવું.
• ઘોંઘાટ, ઝઘડાં વગેરે મોટા અવાજ વાળાં સ્થળથી દૂર રહેવુ.
• સારું બોલવુ, સારું સંભળવું, સારું જોવું અને સારું વિચારવું.
• નિયમિત દવાનું સેવન કરવું
• ઉજાગરાં કરવાં નહિ. સંયમ પાળવો. કઠણ પથારી પર સૂવું નહિં કે જમીન પર પથારી કરીને સૂવું નહિં.
• દુર્ગંધિત જગ્યાએથી દૂર રહેવું.
• ગુસ્સો, ચિંતા, શોક કરવાં નહિં. હંમેશા આનંદમાં રહેવુ.
• પોતાના બાળકને કેવું બનાવવું છે તે અનુસાર મનને કેળવવું અને તે માટે તે જ પ્રકારનું વાંચન અને મનન- ચિંતન રાખવું.
• વાસી ખોરાક ન લેવો. મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.
• અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.
• દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી
• ખાવાના સોડાવાળી વસ્તુઓ જેવી કે ગાંઠીયા ફાફડાં, ખમણ, ભજીયા તેમજ અન્ય ફરસાણ ન લેવાં. પીવાની સોડા અને ઠંડા પીણાંથી દૂર રહેવું.
• બહારનાં નાસ્તાથી દૂર રહેવું.
વિરુદ્ધ આહાર:
• વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું. દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.
• દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું.
– એકપણ દિવસ પાડ્યા વિના નિયમિત દવા લેવી.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ગર્ભાવસ્થામાં આહાર-વિહાર
ગર્ભાવસ્થામાં કેવો ખોરાક લેવો જોઈએ?
ગળ્યો, રુચિકર અને હલકો ખોરાક લેવો; દૂધ (શક્ય હોય તો ગાયનું), કેરીનો રસ, નાળિયેર પાણી અને શીરો જેવો સાત્વિક-પૌષ્ટિક ખોરાક લેવો, અને થોડું-થોડું વારંવાર જમવું.
ગર્ભાવસ્થામાં શું ટાળવું જોઈએ?
વધારે તીખું-ખારું-ખાટું-તળેલું, વાયુ કરે તેવા કઠોળ (વાલ, વટાણાં, ચણાં), દહીં, ફ્રિજની વસ્તુઓ અને ચા-કોફી કે અન્ય વ્યસનોથી દૂર રહેવું.
ગર્ભાવસ્થામાં કેવી જીવનશૈલી અને વિહાર રાખવો?
આરામ રાખવો, વજન ઊંચકવું નહીં, વધારે મુસાફરી કે પરિશ્રમ ટાળવો, અને ઉજાગરા તથા સખત પથારી પર સૂવાનું ટાળવું.
ગર્ભાવસ્થામાં માનસિક સ્વાસ્થ્ય માટે શું સૂચન છે?
સારું બોલવું, સારું સાંભળવું, સારું જોવું અને સારું વિચારવું; ગુસ્સો-ચિંતા-શોક ટાળીને હંમેશા આનંદમાં રહેવું, અને પોતાના બાળક વિશે સકારાત્મક ચિંતન-વાંચન રાખવું.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps