અર્જુન ચૂર્ણ

હ્રદયરોગ, અસ્થિભંગ, અને મેદવૃધ્ધિ માટે અસરકારક ઔષધ – અર્જુન ચૂર્ણ
Terminalia arjuna 06a

યોજના – અર્જુનના વૃક્ષ ઉપરથી કે ગાંધીને ત્યાંથી ખરીદી લાવી અર્જુન (સાજડ કે સાદડ) ની છાલ બારીક ખાંડવી અને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવીને સ્વચ્છ બોટલમાં ભરી દેવી.


સેવનવિધિ – એક થી દસ ગ્રામ સુધી દિવસમાં બેત્રણ વખત દૂધ સાથે લઈ શકાય તે લેવાની સૌથી સારી રીત તો તેની ખીર અથવા દૂધપાક (ક્ષીરપાક) રૂપે લેવું તે છે.

એક કપ દૂધમાં તેટલું પાણી મેળવી જરૂરી ખાંડ નાખી, ચમચીથી હલાવતા રહી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ગાળી લઈ પી જવું. તેને અર્જુન ક્ષીરપાક કહેવામાં આવે છે. તે ન ભાવે તો શીરો, રાબ, પકવાન કે કોઈ પણ વાનગીમાં નાખીને લઈ શકાય. આમાં વપરાતાં ઘી –દૂધ ગાયના કે બકરીનાં હોય તો સારું. ખાંડને બદલે સાકરનું ચૂર્ણ પણ વાપરવું હિતાવહ ખરું.


ઉપયોગ –

(૧) હ્રદયરોગ – કોઈ પણ પ્રકારના હ્રદયરોગમાં અર્જુનને ઉત્તમ ઔષધ માનવામાં આવેલ છે. તેનું કાયમ સેવન કરતા રહેવાથી હ્રદયરોગ થતો નથી. કોઈ પણ વ્યકિત કોઈ પણ ઋતુમાં તેનું સેવન કરી શકે છે.

(૨) મેદવૃધ્ધિ – ચરબી ઘટાડવા માટે રોજ ૧-૧ ચમચી સવારે –રાત્રે પાણીમાં લાંબા સમય સુધી લેતા રહેવું.

(૩) અસ્થિભંગ – હાડકું ભાંગ્યુ હોય ફ્રેકચર થયુ હોય તેના ઉપર આ ચૂર્ણનો તલના તેલ સાથે લેપ કરવો.

નોંધ – અર્જુન લોહીને સુધારનારું અને વધારનારું પણ છે.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — અર્જુન ચૂર્ણ

અર્જુન ચૂર્ણ કયા રોગોમાં ઉપયોગી છે?

હૃદયરોગ, અસ્થિભંગ (હાડકું ભાંગવું) અને મેદવૃદ્ધિ (ચરબી વધવી) માટે અર્જુન ચૂર્ણ અસરકારક ઔષધ ગણાય છે.

અર્જુન ચૂર્ણ કેવી રીતે લેવું?

એક થી દસ ગ્રામ સુધી દિવસમાં બે-ત્રણ વખત દૂધ સાથે લઈ શકાય; સૌથી સારી રીત તેની ખીર અથવા દૂધપાક (ક્ષીરપાક) રૂપે લેવાની છે.

હૃદયરોગમાં અર્જુન ચૂર્ણ કેટલું અસરકારક છે?

કોઈપણ પ્રકારના હૃદયરોગમાં અર્જુનને ઉત્તમ ઔષધ માનવામાં આવે છે અને તેનું નિયમિત સેવન હૃદયરોગ થતો અટકાવે છે, પરંતુ હૃદયરોગનું નિદાન અને સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની સલાહ જરૂરી છે.

અસ્થિભંગ (ફ્રેક્ચર) માટે અર્જુન ચૂર્ણનો ઉપયોગ કેવી રીતે કરવો?

હાડકું ભાંગ્યું હોય તેના પર અર્જુન ચૂર્ણનો તલના તેલ સાથે લેપ કરવાની સલાહ અપાય છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

વાચકોએ પૂછેલા પ્રશ્નો

Keep Reading

PreviousNext