🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ajmodadi Churna – Ayurvedic Powder for Joint Pain, Sciatica and Back Pain
हिंदी: अजमोदादि चूर्ण – जोड़ों के दर्द, सायटिका और कमर दर्द की आयुर्वेदिक औषधि
આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર – અજમોદાદિ ચૂર્ણ
Embed from Getty Images
યોજના –
આ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજારમાંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા.
- અજમોદ – 25 ગ્રામ
- કાળાં મરી – 25 ગ્રામ
- લીંડીપીપર- 25 ગ્રામ
- વાવડિંગ – 25 ગ્રામ
- દેવદાર – 25 ગ્રામ
- ચિત્રક – 25 ગ્રામ
- સુવા – 25 ગ્રામ
- સિંધવ – 25 ગ્રામ
- પીપરીમૂળ (ગંઠોડા) – 25 ગ્રામ
- હરડે – 125 ગ્રામ
- સૂંઠ – 250 ગ્રામ
- વરધારો – 250 ગ્રામ
સેવનવિધિ – વસ્ત્રગાળ ચૂર્ણ કાચની સ્વચ્છ બાટલીમાં ત્રણ મહિના માટે સાચવી રાખવું (ત્રણ મહિના બાદ તેના ગુણ ઘટે છે.)
એક ગ્રામથી બે ગ્રામ સુધી સવારે, સાંજે અને રાત્રે પાણીમાં લેવું.
ઉપયોગ –
(૧) આમવાત (રુમેટિઝમ) – સવારે સાંજે અને રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં લેવું.
(૨) સંધિવાત – દિવસમાં બે ત્રણ વખત ૨-૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં લેવું.
(૩) રાંઝણ – (સાયેટિકા) –ચમચી ચૂર્ણ દિવસમાં ત્રણ વખત પાણીમાં લેવું.
(૪) કટિશૂળ -૧ – ૧ ચમચી ચૂર્ણ સવારે –સાંજે ગરમ પાણી સાથે લેવું.
(૫) શૂળ – શરીરના કોઈ પણ અંગ પ્રત્યંગમાં શૂળ નીકળતુ હોય ત્યારે ગરમ પાણીમાં માપસર ચૂર્ણ ફકાવવું.
નોંધ – આયુર્વેદિક ફાર્મસી દ્વારા વેચાતું આ ચૂર્ણ ઘણીવાર જુનું હોઇ તે અસરકારક હોતું નથી, તેથી ઘણાં વૈધો પોતાની જાતે જ તાજાં ઔષધ બનાવીને વાપરવાનો આગ્રહ રાખતાં હોય છે. જો આ બધું ન કરવું હોય તો વૈદ્ય પાસેથી પાવડર અથવા તેની બનાવેલ ટેબલેટ પણ લઇ શકાય છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — અજમોદાદિ ચૂર્ણ
અજમોદાદિ ચૂર્ણ કયા રોગોમાં ઉપયોગી છે?
આમવાત, સંધિવાત, રાંઝણ (સાયટિકા), કટિશૂળ (કમરનો દુખાવો), આમપાચન અને શરીરના શૂળ જેવા વાયુના રોગોમાં આ ચૂર્ણ અસરકારક ગણાય છે.
અજમોદાદિ ચૂર્ણ કેવી રીતે લેવું?
આમવાતમાં ૧-૧ ચમચી સવારે-સાંજે-રાત્રે ગરમ પાણી સાથે, સંધિવાતમાં ૨-૨ ગ્રામ દિવસમાં બે-ત્રણ વખત, અને રાંઝણ કે કટિશૂળમાં ૧ ચમચી દિવસમાં બે-ત્રણ વખત ગરમ પાણી સાથે લેવાની સલાહ અપાય છે.
અજમોદાદિ ચૂર્ણ કઈ વસ્તુઓમાંથી બને છે?
અજમોદ, કાળા મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સૂવા, સિંધવ, પીપરીમૂળ, હરડે, સૂંઠ અને વરધારો જેવા ઔષધોના મિશ્રણથી આ ચૂર્ણ બનાવવામાં આવે છે.
તૈયાર ચૂર્ણ ખરીદવું કે જાતે બનાવવું?
બજારમાં મળતું ચૂર્ણ ઘણીવાર જૂનું હોવાથી ઓછું અસરકારક હોય છે (ત્રણ મહિના પછી ગુણ ઘટે છે), તેથી શક્ય હોય તો તાજું બનાવેલું ચૂર્ણ વાપરવું શ્રેષ્ઠ છે; અન્યથા વૈદ્ય પાસેથી પાવડર કે તૈયાર ટેબલેટ પણ લઈ શકાય છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps