🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 2
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (2)
1. અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું.
2 અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક માં લસણ વધુમાં વધું લેવું.
3. અસ્થિભંગ – હાંડકું ભાંગ્યું હોય ત્યારે, હાડ – વૈધની સારવાર બાદ, લાક્ષાદિગૂગળ અથવા આભાદિ ગુગળની ૨-૨ ગોળી સવારે – રાત્રે ચાવીને લેવી અને લાક્ષાદિ તેલની માલિશ કરવી.
4. આમવાત – નાનાં સાંધામાં સોજા સાથે સખત દુઃખાવો સવારે વધુ થતો હોય તેવા આમવાત (રૂમેટિઝમ)માં સૂંઠના ઊકાળામાં દિવેલ –મેળવીને લેવું અને સોજા ઉપર સૂંઠ-ગૂગળનો લેપ કરવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ઘરગથ્થુ આરોગ્ય ઉપાયો
અરુચિ (ભૂખ ન લાગવી) માટે ઘરગથ્થુ ઉપાય શું છે?
સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી, અથવા આદુના ટુકડા પર લીંબુ અને સિંધાલૂણ નાખીને જમ્યા પહેલાં ખાવાથી ભૂખ ઉઘડે છે.
અલસક (જૂની કબજિયાત) માટે શું કરવું જોઈએ?
અલસકમાં (મળ આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે) ખોરાકમાં લસણ વધુમાં વધુ પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે.
અસ્થિભંગ (હાડકું ભાંગવું) પછી શું ઉપાય કરવો?
હાડ-વૈદ્યની સારવાર બાદ, લાક્ષાદિ ગૂગળ અથવા આભાદિ ગૂગળની 2-2 ગોળી સવારે-રાત્રે ચાવીને લેવી અને લાક્ષાદિ તેલની માલિશ કરવી લાભદાયી છે.
આમવાત (સાંધાનો સોજો-દુઃખાવો) માટે શું ઉપાય છે?
સૂંઠના ઉકાળામાં દિવેલ મેળવીને લેવું અને સોજા પર સૂંઠ-ગૂગળનો લેપ કરવો, ખાસ કરીને સવારે વધુ દુઃખાવો થતો હોય તેવા આમવાતમાં.
VN
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
આયુર્વેદ કન્સલ્ટન્ટ
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Arattai:
Ayurveda
અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.