આહાર –
• તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું.
• વાસી ખોરાક ન લેવો
• મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.
![]()
• અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.
• દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી
•દિવસે ન સૂવું.
• બહારનાં નાસ્તાથી દૂર રહેવું.
• મેદ એ જળમહાભૂત હોવાથી વધારે પ્રમાણમાં અને ફ્રીજનું પાણી પિવાથી શરીરમાં જળમહાભૂતની વૃદ્ધિ થાય છે તેથી તરસ લાગે તેટલું જ પાણી પીવું. સવારે નરણાં કોઠે માત્ર એક અંજલિ એટલે કે એ ખોબામાં સમાય તેટલું જ પાણી શરીર માટે હિતકારક છે. વધારે માત્રામાં પિવાયેલું પાણીને જઠરાગ્નિને મંદ કરે છે.
•દિવસે સુવાથી તેમજ સવારે મોડા ઉઠવાથી વજન વધે છે.
• સવારે નિયમિત કસરત કરવી ( પરસેવો પડે ત્યાં સુધી)
• તેલ, ઘી, ચીઝ, માખણ, પનીર વગેરેથી દૂર રહેવું. મિઠાઇ, ફ્રીજની વસ્તુઓ, શિખંડ વગેરેથી દૂર રહેવું.
• બાફેલા મગ સૌથી વધારે હિતકારી છે. નાસ્તામાં બાફેલા મગ, મમરા, ખાખરા, ધાણી, ફૂલકાં રોટલી વગેરે લઇ શકાય.
• મધનો પ્રયોગ = મધ ને લિંબુ કે ગરમપાણી સાથે ક્યારેય ન લેવાય. ચોખ્ખું મધ બે ચમચી સાદા માટલાના અર્ધા ગ્લાસ પાણીમાં મિક્સ કરીને રાત્રે મૂકી દેવું અને તે સવારે પી જવું અને તે જ રીતે સવારે મિક્સ કરીને મૂકેલ પાણી રાત્રે સૂતી વખતે પી જવું.
વિરુદ્ધ આહાર:
• વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું.
• દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.
• દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — સ્થૌલ્ય (વજન ઘટાડવાની પરેજી)
સ્થૌલ્ય (વજન વધારો) માં આહારમાં શું ટાળવું?
તીખું-ખારું-ખાટું ઓછું લેવું, વાસી ખોરાક, મેંદાની વસ્તુઓ, બ્રેડ-બિસ્કિટ, બેકરી વસ્તુઓ, અથાણાં, આથાવાળી વાનગીઓ (ઢોકળાં, ઈડલી, ઢોંસા) અને તમામ ખટાશ ટાળવી.
વજન ઘટાડવા માટે પાણી કેવી રીતે પીવું?
તરસ લાગે તેટલું જ પાણી પીવું; સવારે નરણા કોઠે માત્ર એક ખોબા જેટલું પાણી હિતકારક છે, અને ફ્રિજનું ઠંડું પાણી ટાળવું.
વજન ઘટાડવા માટે મધનો ઉપયોગ કેવી રીતે કરવો?
ચોખ્ખું મધ બે ચમચી અડધા ગ્લાસ સાદા માટલાના પાણીમાં મિક્સ કરીને રાત્રે મૂકી સવારે પીવું (અથવા સવારે મિક્સ કરી રાત્રે પીવું). મધને ક્યારેય લીંબુ કે ગરમ પાણી સાથે ન લેવું.
વિરુદ્ધ આહાર એટલે શું અને શું ટાળવું?
દૂધ સાથે ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળા કે ગોળ ન લેવાં — આ સંયોજનો વિરુદ્ધ આહાર ગણાય છે અને રોગ કરી શકે છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps