સંગ્રહણી – અતિસાર – જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી

અતિસાર-ઝાડા, ગ્રહણી-સંગ્રહણી, મરડો, IBS, Colitis, Sprue વગેરે જેવા પેટ અને આંતરડાના મળમાર્ગ સંબંધિત રોગો માટે નીચેની પરેજી પાળવી….

આહાર –
• તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું.
• વાસી ખોરાક ન લેવો
• મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.
• અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.
• છાશ નિયમિત લેવી
• દિવસે ન સૂવું.


પાણી ઊકાળવાની રીત –
• સવારથી સાંજ સુધી જેટલુ પાણી જોઇએ તેનાથી બમણું (double) પાણી લેવું અને અડધું બળે ત્યાં સુધી – વાસણ ખુલ્લું રાખીને ઉકાળવું. અડધું પાણી બળી જાય પછી તેને ઠારીને ઉપયોગમાં લેવું, પાણી ઉકાળતી વખતે એક નાનો ટુકડૉ સૂઠનો નાંખવો. અને સાંજ થી સવાર સુધી જેટલું પાણી કજોઇએ તેટલું પાણી સાંજે ફરીથી ઉકાળવું, વાસી પાણી ઉપયોગમાં ન લેવું.


વિરુદ્ધ આહાર:
• વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું.
Irritable bowel syndrome
• દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.
• બહારનાં નાસ્તાથી દૂર રહેવું.
• અહિંથી આપવામાં આવતી તમામ દવા તે કોઇપણ બીજી દવાની સાથે લેવામાં વાંધો ન આવે તેથી બીજી કોઇ સારવાર લેવાની જરૂર પડે ત્યારે આ દવા બંધ રાખવાની જરૂર નથી.
• એકપણ દિવસ પાડ્યા વિના નિયમિત દવા લેવી.
• જમ્યા પછી તરત જ આડા ન પડતાં સો ડગલાં ચાલવું અન શક્ય હોય તો પાંચ મિનિટ સુધી વજ્રાસન માં બેસવું.
• સવારે નિયમિત પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરવાં.
• જમ્યા પછી લેવાની દવા સિવાયની તમામ દવા ગમે ત્યારે (ભૂખ્યા પેટે પણ્) લઇ શકાય, તે ગરમ પડશે નહિં. બધી દવા એકસાથે અથવા વારાફરતી થોડી થોડી વારે પણ લઇ શકાય.
• ફ્રીજનું પાણી ન પીવું કે ફ્રીજ માં મૂકેલી વસ્તુઓ ન લેવી.
• દાડમ, સફરજન, મોસંબી, પાઇનેપલ જેવા ફળો લઇ શકાય.
• ભૂખ લાગે ત્યારે થોડું – થોડું ખાવું.
• મમરા, ખાખરા, પાતળી ફૂલકા રોટલી જેવો હળવો ખોરાક રાખવો.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — સંગ્રહણી, અતિસાર અને જૂના મરડાની પરેજી

સંગ્રહણી, અતિસાર કે જૂના મરડામાં આહારમાં શું ટાળવું?

તીખું-ખારું-ખાટું, વાસી ખોરાક, મેંદાની વસ્તુઓ, બેકરી વસ્તુઓ, અથાણાં અને આથાવાળી વાનગીઓ (ઢોકળાં, ઈડલી, ઢોંસા) ટાળવી અને છાશ નિયમિત લેવી.

આ રોગોમાં પાણી કેવી રીતે ઉકાળીને પીવું?

જરૂરી પાણી કરતાં બમણું પાણી લઈ, વાસણ ખુલ્લું રાખી અડધું બળે ત્યાં સુધી સૂંઠના ટુકડા સાથે ઉકાળવું અને ઠારીને પીવું; વાસી ઉકાળેલું પાણી વાપરવું નહીં.

દવા લેવાની સાચી રીત કઈ છે?

એક પણ દિવસ પાડ્યા વિના નિયમિત દવા લેવી; જમ્યા પછીની દવા સિવાયની દવાઓ ભૂખ્યા પેટે પણ લઈ શકાય છે.

આ સ્થિતિમાં કેવી જીવનશૈલી રાખવી?

જમ્યા પછી તરત આડા ન પડવું, સો ડગલાં ચાલવું, શક્ય હોય તો પાંચ મિનિટ વજ્રાસનમાં બેસવું અને સવારે નિયમિત પ્રાણાયામ-સૂર્યનમસ્કાર કરવા.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext