જળપાન અને આયુર્વેદ

  • જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે.
  • પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે.
    Water pouring from a faucet into a clear glass cup. (15054813052)
  • પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, ગરમ પ્રકૃતિવાળાને  અને ગરમીના રોગોમાં પાણી એ વધારે લાભદાયી છે.
  • જમ્યા પહેલાં કે જમ્યાં પછી તરત જ વધારે પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે.
  • જમતાં જમતાં વચ્ચે પાણી પીવું એ ખૂબ જ ગુણકારી છે.
  • પરિશ્રમ પછી કે વ્યાયામ બાદ તરત જ ખાલી પેટ પાણી ન પીવું.
  • શરદી, તાવ, સોજા, જલોદર, વધારે પડતો પેશાબ આવતો હોય, મંદાગ્નિમાં વધારે પાણી ન પીવું.
  • અશુદ્ધ, એઠું, બંધિયાર, વાસી કે અતિશય ઠંડુ પાણી ન પીવું.
  • માંદગીમાં ઉકાળીને હલકું કરેલું પાણી પીવું.
  • ખાસ કરીને શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં ઉકાળેલું પાણી પીવાથી આરોગ્ય જળવાઇ રહે છે.
  • સવારે ઉઠીને નરણાં કોઠે પીવામાં આવતું વધારે પડતું પાણી એ પેટ સાફ લાવવાની સાથે પાચકરસો ને ધોઇ નાંખે છે અને મેદ, સોજા વધારે છે.
  • તરસ નો વેગ રોકવો નહિં.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — જળપાન અને આયુર્વેદ

આયુર્વેદ પ્રમાણે પાણી ક્યારે પીવું જોઈએ?
જમતાં-જમતાં વચ્ચે થોડું પાણી પીવું ગુણકારી છે, પણ જમ્યા પહેલાં કે તરત પછી વધારે પાણી પીવાથી જઠરાગ્નિ મંદ પડે છે. વ્યાયામ પછી તરત જ ખાલી પેટ પાણી ન પીવું.
કયું પાણી પીવાનું ટાળવું જોઈએ?
અશુદ્ધ, એઠું, બંધિયાર, વાસી કે અતિશય ઠંડું પાણી ટાળવું જોઈએ. માંદગીમાં તથા શરદ અને વસંત ઋતુમાં ઉકાળીને હલકું કરેલું પાણી પીવું આરોગ્યપ્રદ છે.
કયા સંજોગોમાં વધારે પાણી ન પીવું જોઈએ?
શરદી, તાવ, સોજા, જલોદર, વધારે પડતો પેશાબ આવવો, અથવા મંદાગ્નિ જેવી સ્થિતિમાં વધારે પાણી પીવાનું ટાળવું જોઈએ.
સવારે ઊઠીને વધારે પાણી પીવું યોગ્ય છે?
સવારે નરણાં કોઠે વધારે પડતું પાણી પીવાથી પેટ સાફ થાય છે ખરું, પણ તે પાચકરસોને ધોઈ નાખે છે અને મેદ-સોજા વધારી શકે છે, તેથી માત્રામાં ધ્યાન રાખવું જરૂરી છે.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext