🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 16
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (16)
૧. બહેરાશ – બાલબિલ્વાદિ તેલનાં ૪-૬ ટીપાં કાનમાં રાત્રે નાખવાં. રાસ્નાદિ ગૂગળ ૪-૪ ગોળી સવારે – રાત્રે ચાવીને પાણી સાથે લેવી.
૨. બાળરોગ – અતિવિષની કળી નો ઘસારો રોજ આપવો અથવા બાલચાતુર્ભદ્ર ચૂર્ણ એક અથવા અર્ધો ગ્રામ (નાના બાળકોને કેવળ ચપટી) સવારે – રાત્રે મધમાં ચટાડવું. અથવા બાલચાતુર્ભદ્ર સીરપ 5 થી 10 મિલિ દિવસમાં બે વાર આપવું.
૩. બ્લ્ડપ્રેશર – બી.પી.વધુ હોય ત્યારે વૈદ્યની સલાહ અનુસાર સર્પગંધાની ગોળી લેવી અને ઓછું હોય ત્યારે ગંઠોડાની રાબ આપવી.
૪. ભગંદર – ત્રિફ્ળા ગૂગળની છ ટીકડી પાણીમાં રોજ સવારે – સાંજે ચાવીને લેવી જાત્યાદિ તેલનું ડ્રેસિંગ કરવું. જરુર અનુસાર વૈદ્ય પાસે ડ્રેસિંગ કરાવવું જેથી ક્યાંય કચાશ ન રહી જાય.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — બહેરાશ, બાળરોગ, બ્લડપ્રેશર અને ભગંદર માટે ઘરગથ્થુ ઉપાય
બહેરાશ માટે શું ઉપાય છે?
બાલબિલ્વાદિ તેલનાં ૪-૬ ટીપાં રાત્રે કાનમાં નાખવાં અને રાસ્નાદિ ગૂગળની ૪-૪ ગોળી સવારે-રાત્રે ચાવીને પાણી સાથે લેવી.
બાળકોના સામાન્ય રોગોમાં શું આપી શકાય?
અતિવિષની કળીનો ઘસારો રોજ આપવો અથવા બાલચાતુર્ભદ્ર ચૂર્ણ (નાના બાળકને ચપટી) સવારે-રાત્રે મધમાં ચટાડવું, અથવા બાલચાતુર્ભદ્ર સીરપ ૫-૧૦ મિલિ દિવસમાં બે વાર આપવું.
બ્લડપ્રેશરમાં આયુર્વેદ પ્રમાણે શું કરવું?
બી.પી. વધુ હોય ત્યારે વૈદ્યની સલાહ અનુસાર સર્પગંધાની ગોળી લેવી અને ઓછું હોય ત્યારે ગંઠોડાની રાબ આપવી — બંને કિસ્સામાં નિયમિત તપાસ અને વૈદ્યની સલાહ જરૂરી છે.
ભગંદર માટે શું સારવાર છે?
ત્રિફળા ગૂગળની છ ટીકડી રોજ સવારે-સાંજે પાણી સાથે ચાવીને લેવી અને જાત્યાદિ તેલનું ડ્રેસિંગ કરવું; ડ્રેસિંગ વૈદ્ય પાસે જ કરાવવું જેથી કચાશ ન રહે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps