🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Acidity (Amlapitta): Causes, Symptoms and Treatment
हिंदी: एसिडिटी (अम्लपित्त)
અમ્લપિત્ત (એસિડીટી)
કારણો –
– આહાર-વિહારના નિયમોનો ભંગ
– માનસિક ટેન્શન
– ઉજાગરા
– વધારે પડતું તીખું – તળેલું અને ફરસાણ ખાવાની આદત
– વાસી ખોરાક
– વધારે પડતી એલોપેથીક દવાઓનું સેવન.
લક્ષણો –
– પેટમાં બળતરા
– છાતીમાં બળતરાં થવી
– માથું દુઃખવું
– ઘણીવાર ગળામાં બળતરાં
– ખાટાં-તીખાં ઓડકાર
– ઊલટી થવી
– ઊંઘ ન આવવી
– દુઃખાવાની દવાથી પણ માથું ન ઉતરવું.
– ચક્કર અને આંખે અંધારા આવવા
– ભૂખ્યા રહી ન શકાય.
સામાન્ય રીતે આ પ્રકારની તકલીફમાં સ્વભાવ ચીડીયો થઇ જાય છે અને ગરમીમાં અને શરદ ઋતુમાં આ તકલીફ વધે છે. માથાનો દુઃખાવો સખત તહ્તો હોય છે અને તે તો ઉલ્ટી થાય કે ઝાડા થાય તો તેમાં રાહત અનુભવાય છે. અશક્તિમાં પણ આ તકલીફ વધે છે.
વારંવાર થતી એસીડીટીની આ તકલીફોમાં ઘણાં લોકોને Rentac કે omeprazole કે pantoprazole જેવી દવાઓ ચણા-મમરાની જેમ ખાવાની આદત હોય છે; તેમણે એકવાર આ દવાઓ લેવાની યોગ્ય પદ્ધતિ અને તેનાથી લાંબા ગાળે થનારી આડઅસરનો અભ્યાસ કરી લેવો જોઇએ
.
વારંવાર પિત્તને કારણે થતા માથાના દુઃખાવામાં લેવામાં આવતી દુઃખાવાનિ ગોળી એ તત્કાલ રાહત જરુર આપે છે પણ તે પિત્તમાં ચોક્કસ ઉમેરો કરે છે. જડમૂળમાંથી રોગને નાથવાની ઇચ્છા રાખનારે આ પ્રયોગ બંધ કરીને તરત જ આયુર્વેદ પદ્ધતિનો સહારો લઇને રોગમુક્ત બનવું જોઇએ.
અપથ્ય –
– ખારું, ખાટું, તીખું ન ખાવું.
– દહીં, વધારે પડતું મીઠું, અડદ, ટામેટાં, ખાટી કેરી, છાશ, ખાટાં પીણાં, ફરસાણ વગેરે બંધ કરવા.
– અથાણાં અને આથેલું, બેકરીની વસ્તુઓ અનેવાસી ખોરાક ન લેવો.
– ઉજાગરા ન કરવાં.
– નિયમિત – સમયસર જમી લેવું.
– ચિંતા- ગુસ્સો એ રોગને વધારનાર છે તેથી તેનો ત્યાગ કરવો.
– આઇસક્રીમ એ તરત રાહત આપશે પણ મૂળભૂત રીતે તે રોગમાં વધારો કરશે.
પથ્ય –
– દૂધ, ઘી, આમળાં< સાક્ર, ઘૌં, કોળૂં, તાંદળજો, પરવળ, કાળી દ્રાક્ષ, ચીકું, કેળાં વગેરે ખાસ લેવાં.
– રોજ રાત્રે ત્રિફળા, બ્રાહ્મી, આમળાં કે સાકરનું ચૂર્ણ કે હરડે ચૂર્ણ લેવું.
– ગુલકંદ અને આમળાંનો મુરબ્બો નિયમિત લઇ શકાય.
ઔષધો –
નીચે મુજબના ઔષધોમાંથી સલાહ અનુસાર લઇ શકાય
– અવિપત્તિકર ચૂર્ણ
– સૂતશેખર રસ
– પથ્યાદિ ક્વાથ
– કામદુધા રસ
– શતાવરી નું બે ગ્રામ ચૂર્ણ સાકર વાળા દૂધ સાથે
– શતાવરી ઘૃત
– ચંદ્રકલા રસ.
પંચકર્મ –
આ ઉપરાંત નીચે પ્રમાણે ની પંચકર્મ સારવાર પણ ખૂબ જ ફાયદા કારક છે.
– વિરેચન કર્મ
– શિરોધારા
– રક્તમોક્ષણ
યોગાસન અને પ્રાણાયામ એ રોગ મટ્યા પછી ફરીથી ન થાય તેના માટે આવશ્યક છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — એસિડિટી (અમ્લપિત્ત)
એસિડિટી (અમ્લપિત્ત) થવાના મુખ્ય કારણો કયા છે?
આહાર-વિહારના નિયમોનો ભંગ, માનસિક ટેન્શન, ઉજાગરા, વધારે તીખું-તળેલું ખાવાની આદત, વાસી ખોરાક અને વધારે પડતી એલોપેથિક દવાઓનું સેવન એસિડિટીના મુખ્ય કારણો છે.
એસિડિટીના લક્ષણો કયા છે?
પેટ અને છાતીમાં બળતરા, માથાનો દુઃખાવો, ખાટા-તીખા ઓડકાર, ઊલટી, ઊંઘ ન આવવી અને ચક્કર આવવા એ સામાન્ય લક્ષણો છે.
લાંબા સમય સુધી એસિડિટીની દવાઓ (જેમ કે Rentac, Omeprazole) લેવી કેટલી સલામત છે?
આ પ્રકારની દવાઓનો રોજિંદો ઉપયોગ યોગ્ય પદ્ધતિ અને તેની લાંબા ગાળાની આડઅસર સમજ્યા વગર ન કરવો જોઈએ — આ અંગે નિષ્ણાત વૈદ્ય કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
એસિડિટીમાં આયુર્વેદિક ઉપચાર તરીકે શું લઈ શકાય?
અવિપત્તિકર ચૂર્ણ, સૂતશેખર રસ, કામદુધા રસ, શતાવરી ચૂર્ણ જેવા ઔષધો સલાહ અનુસાર લઈ શકાય, અને જરૂર જણાય તો વિરેચન કર્મ કે શિરોધારા જેવી પંચકર્મ સારવાર પણ ફાયદાકારક છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
વાચકોએ પૂછેલા પ્રશ્નો
- છાતી અને પીઠ ના ભાગ માં અને પેટ ભાગ મા સતત ખુચાવો સર.
- kabijiyat ane acidity. – કબજિયાત અને એસીડીટી
- આમાશય શોથ પેટની બીમારી
- વર્ષો જૂની એસિડીટી નો સચોટ અને કાયમી આયુર્વેદ થકી ઇલાજ અને ઘરગથ્થુ સારવાર..
- Sinus and burning sensation
- plz tell some ayurvedic home remedies for acidity, high blood pressure and eye infection…