
પ્રસ્તાવના:
રસોડાનું આ નાનું બીજ — અજમો (અજવાયન) — રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આમ તો આપણે ત્યાં સુપરિચિત છે. તેના તાત્કાલિક સારવારરૂપે તેમજ જૂનાઅને હઠીલા રોગો માટે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર તરીકે ખૂબ ઉપયોગી છે. તાત્કાલિક અને દીર્ધકાલીન રોગોમાં એ ઘણો ગુણકારી છે: વાયુનાશનક, પેઈન-નાશક, કફઘ્ન અને કૃમિનાશક એમ અનેક રીતે ઉપયોગી અજમાન ઉપયોગ વિશે જોઇએ..
અજમા ના ઘરગથ્થુ ઉપયોગ અને વિધિ:
- માથાનો દુઃખાવો / શરદી: શિયાળા અને ચોમાસામાં શરદી કે વાયુથી માથાના દુઃખાવા માટે અજમો ચાવવો અથવા પીસીને નાક પાસે સૂંઘવા જેવી નાની પોટલી બાંધીને ઉપયોગ કરવો ફાયદાકારક છે. સૂંઠ સાથે પીસી ગરમ લેપ કરવાથી થોડી રાહત મળે છે. માથાના દુઃખાવામાં વપરાતાં મોટા ભાગનાં પેઈન બામમાં આ અજમાના અર્કનો જ ઉપયોગ થતો હોય છે.
- બાળકોની શરદીમાં રાહત: નાનાં બાળકો માટે, અજમાની નાની પોટલી ગળે બાંધી રાખવાથી તેનું ઉડ્ડનશીલ તેલ નાક પર સાતત્યથી અસર કરી શ્વાસનાળીને આરામ આપે છે.
- અવાજ બેસી જવોઃ શરદી–વાયુને કારણે અવાજ બેસી ગયો હોય અને ગળામાં દુખતું હોય તેમણે પણ અજમો ચાવ્યા કરવો.
- દાંતનો દુઃખાવો: બહારના ગાલ ઉપર અજમાનો ગરમ લેપ અથવા હિંગ સાથે અજમો પીસીને દુઃખતા દાંત પર લગાવવા થી રાહત મળે છે. દાંતમાં જીવાણુ (દંતકૃમિ) હોય ત્યારે પણ અજમાની ધુમાડી લેવી લાભદાયક છે.
- છાતી અને શ્વાસનળીનો દુઃખાવો: અજમો અને મીઠું ચાવીને અથવા છાતી ઉપર ગરમ અજમાનો લેપ કરવાથી છાતી્નું દબાણ અને દુઃખાવો ઘટે છે. ઘણા લોકો હાર્ટપેઈન/હ્રદયસંબંધિત અસ્થિરતામાં પણ અજમો ઉપયોગી ઔષધ છે. હ્રદ્ય તેમજ શૂલઘ્ન હોવાથી હ્રદયરોગના દર્દી માટે અજમો કાયમી ઉપયોગમાં ઔષધ રૂપે લઈ શકાય તેવું ઔષધ છે.
- પેટના દુઃખા્વો અને ગેસ: પેટમાં અતિગૅસ, ઉદરશૂળ અથવા ગોળાનો દુઃખાવો થતા હોય ત્યારે મીઠું સાથે અજમો ફાંકવાની પ્રથા પારંપારિક રીતે લોકપ્રિય છે. ગોળો અથવા આફરો માટે અજમો, સંચળ અને હિંગનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવા સૂચિત છે.
- કૃમિ (વર્મ) નાશક: તીખાશ અને કડવાશના કારણે અજમો કૃમિનાશક છે. અજમા સાથે વાવડિંગ, હિંગ અને શેકેલા કાંચકાંનું સૂક્ષ્મ ચૂર્ણ — રોજ ત્રણ વખત લેવાથી ઉપયોગી થાય છે.
- સાંધાનો વા અને આમવાતઃ મેથી અને અજમો સરખાભાગે લેતા રહેવાથી સાંધાના દુઃખમાં રાહત મળે છે. ઢીંચણના દુખાવામાં તથા સોજામાં, સૂંઠ અને ગૂગળનો લેપ કરવો. તેમજ અજમો, સુંઠ અને મેથીનું ચૂર્ણ લાંબા સમય સુધી લેવાથી આમવાતમાં લાભ થાય છે. આમવાતના દર્દીએ ખોરાકમાં શક્ય તેટલો અજમો વધુ લેવો, કેડ ખભા જેવા સાંધાના વામાં અજમો રોજ લઈ શકાય.
- શીળસઃ આયુર્વેદના આધારભૂત ગ્રન્થ ચક્રદત્તમાં અજમાનો શીળસ માટે સાત દિવસનો પ્રયોગ આપવામાં આવેલ છે. તેમાં જૂના ગોળ સાથે પાંચથી દસ ગ્રામ અજમો સવારે–સાંજે લેતા રહેવાનો છે. તેમાં હળદર મેળવવામાં આવે તો થોડો વધુ ફાયદો થઇ શકે છે..
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સી ની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008
સમય: સોમ થી શુક્ર — 10:00 થી 18:30
યૂટ્યુબ:
આયુર્વેદ ચેનલ,
સેક્સોલોજીસ્ટ
વેબસાઇટ્સ:
lifecareayurveda.com
Gujarati Portal
Gujarati Q&A
#અજમો #અજમાના_લાભો #અજમો_ઉપયોગ #અજમો_ફાંકવુ #આયુર્વેદ #ઘરગથ્થુ_ઉપચાર #હેલ્થટિપ્સ #હોમરેમેડી #નેચરલ_રેમેડી #ગેસ_ઉપચાર #માથાનો_દુખાવો #શરદી_ઉપચાર #દાંત_દુખાવો #સાંધાનો_દુખાવો #આમવાત #કૃમિનાશક #હેલ્થકેર #અજમાના_નુસખા #ધુમાડી #લેપ #સુગંધ_પોટલી #ગુજરાતી_હેલ્થ #હેલ્થી_લાઇફ #આરોગ્ય #હેલ્થ_બ્લોગ
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — અજમો
અજમો કયા કયા રોગોમાં ઉપયોગી છે?
અજમો માથાનો દુઃખાવો, શરદી, ગેસ, દાંતનો દુઃખાવો, શ્વાસની સમસ્યા, કૃમિ તથા સાંધાના દુઃખમાં લાભકારી છે. તે વાયુનાશક, પેઈન-નાશક અને કફઘ્ન ગુણ ધરાવે છે.
ગેસ અને પેટના દુઃખાવા માટે અજમો કેવી રીતે લેવો?
પરંપરાગત રીતે મીઠું સાથે અજમો ફાંકવુ કરવાની પ્રથા લોકપ્રિય છે. ગોળો અથવા ઉદરશૂળ માટે અજમો, સંચળ અને હિંગનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી વધારે ફાયદો મળે છે.
બાળકોની શરદીમાં કેવી રીતે ઉપયોગી?
નાનાં બાળકો માટે, અજમાની નાની પોટલી ગળેથી બાંધી રાખવાથી તેનું ઉડ્ડનશીલ તેલ નાક પર અસર કરી શ્વાસને આરામ આપે છે.
સાંધાના દુઃખાવા અને આમવાતમાં શું કરવું?
મેથી અને અજમો સરખા ભાગમાં લેવાથી સાંધાના દુઃખમાં રાહત મળે છે. તેમજ લાંબા ગાળાના ઉપચાર માટે સુંઠ, મેથી અને અજમાનું ચૂર્ણ નિયમિત લઈ શકાય છે.
Comments