શિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો

જય ધન્વન્તરિ !

ધનવંતરિ ત્રયોદશી (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ ! 

આયુર્વેદ ટિપ્સ –

❄કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું.

☸ જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર નો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે શરૂ કરી દેવો જોઇએ.

☸ ઠંડું પાણી, ઠંડા પીણાં, આઇસક્રીમ, ફ્રીજમાં મૂકેલ વસ્તુઓ, વાસી ખોરાક બંધ કરીને શક્યતઃ હૂંફાળું પાણી એકાદવાર પીવાનું રાખશો. ગરમ પાણીમાં મીઠું અને હળદર નાંખીને કોગળા કરશો.

☸ દિવાળીના આ દિવસોમાં ફટાકડાં અને તેના પ્રદૂષણથી દૂર રહેવું અને શક્યતઃ સાંજે 7 પછી બહાર ન નિકળવું અને નિકળો તો માસ્ક પહેરવાનું રાખવું.

Kanchenjunga India ☸ મિઠાઇ અને તળેલી વસ્તુઓ ન ખાવી.

☸ તુલસીના પાન, આદુ, કાળાં મરી ને મિક્સ કરી મધ સાથે લેવું. હળદરવાળું ગરમ દૂધ પીવું. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે ચાટવું.

☸ નાનાં બાળકોને બાલચાતુર્ભદ્ર સીરપ અને આયુર્વેદિક કફ સીરપ ચાલુ કરી દેવાં.

☸ છાતી એ સેક કરવો અને નાસ લેવો. અણુંતેલનાં અથવા ગાયના ઘીના ટીંપા નાકમાં નાંખવા.

☸ આમવાત/સંધિવાત – સાંધાની તકલીફો હોય તેમને અચાનક જ દુઃખાવો શરૂ થઇ શકે છે, ત્યારે તેમણે ગરમ થેલી અથવા તો ગરમ રેતીનો સેક ચાલુ કરી દેવો.

☸ સવારે ગરમ કપડાં પહેરીને મોર્નિંગ વૉક અને પ્રાણાયામ કરવાં, હળવી કસરતો ચાલુ રાખવી.

☸ આપની આયુર્વેદિક દવાઓ જો બંધ કરી હોય તો હાલ થોડા સમય માટે શરૂ કરી દેવી.

☸ દિવસે ન સૂવું. ખટાશ અને વાસી ખોરાક ન લેવો.

☸ આમવાતના દર્દીએ સૂંઠના ઉકાળામાં થોડું દિવેલ નાંખીને રોજ પીવાનું રાખવું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — શિયાળાની કાળજી

શિયાળામાં શરદી-ઉધરસ ધરાવતા લોકોએ શું ધ્યાન રાખવું?
ગરમ કપડાં, ટોપી, મફલરનો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે શરૂ કરી દેવો, અને ઠંડું પાણી, ઠંડા પીણાં, આઇસક્રીમ તથા વાસી ખોરાક બંધ કરવો.
શિયાળામાં કયો આહાર ટાળવો જોઈએ?
મિઠાઈ અને તળેલી વસ્તુઓ ટાળવી, અને ફ્રીજમાં રાખેલી ઠંડી વસ્તુઓને બદલે હૂંફાળું પાણી પીવાનું રાખવું.
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા શું લેવું?
તુલસીના પાન, આદુ અને કાળા મરીને મધ સાથે લેવું, હળદરવાળું ગરમ દૂધ પીવું, અને સિતોપલાદી ચૂર્ણ મધ સાથે ચાટવું ફાયદાકારક છે.
શિયાળામાં ગળાની તકલીફ માટે શું કરવું?
ગરમ પાણીમાં મીઠું અને હળદર નાખીને કોગળા કરવાથી ગળાની તકલીફમાં રાહત મળે છે.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext