તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક – ચ્યવનપ્રાશ

તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક - ચ્યવનપ્રાશ

તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક - ચ્યવનપ્રાશ

ચ્યવનપ્રાશ એક રસાયન –

यत्त जराव्याधि नाशनम् – तद् रसायनम् – જે વૃદ્ધાવસ્થા અને રોગનો નાશ કરે છે તે રસાયન કર્મ કરનાર ઔષધ કહેવાય.

મતલબ કે ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ એ ઘડપણ આવતું અટકાવે છે.

Chyavaprash

ચ્યવનપ્રાશ એન્ટીએજીંગ – ઘડપણ અટકાવનાર – એટલે કે

– અશક્તિ-વૃદ્ધાવસ્થા દૂર કરી યુવાની-તાકાત આપે. મતલબ કે તમે ફરીથી જુવાન થઇ જશો, વાળ કાળા થઇ જશે અને તેવી જ તાકાત આવી જશે એવો ચમત્કાર નથી. પણ ચ્યવનપ્રાશ નો નિયમિત ઉપયોગ ચોક્ક્સ આરોગ્યવર્ધક ફાયદાઓ કરાવનાર અને શરીરને ઘડપણ તરફ સરકતું અટકાવનાર તો છે જ.

– શરીરની વૃદ્ધાવસ્થાને લીધે નબળી પડતી જતી વિવિધ ઇંદ્રિયો જેમ કે આંખે દેખાવાનું, કાને સંભળાવવાનું વગેરે નબળું થતું અટકાવે છે અને દૂર ધકેલે છે.

– પાચન શક્તિ ને પ્રબળ બનાવીને વધુ શક્તિ આપનાર છે.

– ઓજ, બળ, કાંતિ, તેજ ને શુક્ર વધારનાર છે.

– વજન ન વધતું હોય તેને પુષ્ટ કરનાર છે.

– સ્મૃતિ વધારનાર છે.

– શરીરના પ્રત્યેક કોષ, ઇન્દ્રિયો અને અવયવોને પોષણ આપનાર છે.

– વાયુ, પિત્ત અને કફ – ત્રણેય દોષોને સમ અવસ્થામાં લાવનાર છે.

– ત્વચાનો વર્ણ – ચમક, વાળનો જથ્થો – ચમક અને રંગને સુધારનર છે,

– રોગપ્રતિકાર ક્ષમતા વધારનાર અને મનોબળ -ધીરજ જેવા માનસિક બળ ને પણ વધારે છે.

– શરીરની સાતે સાત ધાતુનું યોગ્ય પોષણ કરીને અંતિમ શુક્ર ધાતુનું પણ પોષણ કરે છે.

– ઓછા શુક્રાણુ અને કામશક્તિની ઊણપ માટે પણ આ કાયમ સેવન કરવા યોગ્ય રસાયન છે.

– સ્ત્રીઓના વિવિધ રોગોમાં અને અશક્તિ આવી ગઇ હોય તેવી અવસ્થામાં, ઉપરાંત માસિકધર્મને લગતી સમસ્યામાં પણ આ એક ઉત્તમ ટોનિક છે.

– પાચનશંક્તિ સુધારવાને કારણે લાંબા ગાળે જૂની કબજિયાત પણ મટાડે છે.

– શરીરની માંસ પેશી અને સ્નાયુને મજબૂતાઇ આપવાનું કામ કરે છે.


– ચણાં-મમરાંની જેમ ખવાતા મલ્ટિ વિટામીનની ગોળીઓ અને પ્રોટીન પાવડર કરતાં અનેક ગણું ઉત્તમ પરિણામ આપનાર રસાયન છે.

– લાંબી બિમારી કે મોટી સર્જરી પછી આવી ગયેલી અશક્તિમાં ચ્યવનપ્રાશનું સેવન ઉત્તમ ફળદાયી છે.

– નાનાં – મોટાં – વડીલો – બહેનો – વિદ્યાર્થીઓ બધા માટે એક ઉત્તમ રસાયન છે.

– ચ્યવનપ્રાશ તેમાં રહેલી ઔષધિઓથી શ્વાસ, ખાંસી, ફેફસાનાં રોગમાં તથા ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ અસરકારક ઔષધ છે.

– ચ્યવનપ્રાશ એ તાજા આંમળામાંથી બનતું હોવાથી માત્ર શિયાળામાં જ બનાવી શકાય છે. પણ તે બારેય મહિના – કોઇ પણ સીઝનમાં લઇ શકાય છે.

– તમાકુ, સીગારેટ કે અન્ય વયસનોને કારણે જેણે શરીરને બગાડ્યું છે તેમના માટે શરીરને સર્વિસ કરનાર આ ઔષધ છે.

સેવન કરવાની રીત –

– દરરોજ એક થી બે મોટી ચમચી – નરણાં કોઠે લઇ લેવું. આમળાંની ખટાશને કારણે તે પછી એકાદ કલાક સુધી દૂધ ન પીવું કે દૂધમાં ન લેવું.

– રોટલી સાથે કે જામ તરીકે પણ લઈ શકાય છે.

– બારેમાસ નિયમિત લઇ શકાય. કોઇપણ સ્થિતિમાં – કોઇપણ અવસ્થામાં અને બિમારીમાં વૈદ્યની સલાહ મુજબ લઇ શકાય છે.

 

શુદ્ધ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલ ચ્યવનપ્રાશ મેળવવા માટે સંપર્ક કરો.

બારેમાસ વાપરવા માટે અગાઉથી આપનો ઓર્ડર નોંધાવીને મેળવી લેશો.

500 ગ્રામ પેક – ₹ 230

1 કિલો પેક – ₹ 430

ચ્યવનપ્રાશ ગોલ્ડ – 500 ગ્રામ – ₹ 430

ચ્યવનપ્રાશ ગોલ્ડ – 1 કિલો – ₹ 800

મુખ્ય મુદ્દા

  • ચ્યવનપ્રાશ તાજાં આમળાં અને ઘણી ઔષધિઓમાંથી બનતું શાસ્ત્રીય રસાયન છે.
  • પરંપરાગત રીતે બળ, રોગપ્રતિકારક શક્તિ, પાચન અને ઉંમરની નબળાઈ ધીમી કરવા વપરાય છે.
  • તે ટૉનિક છે, કોઈ ખાસ રોગનો ઇલાજ નથી.
  • ડાયાબિટીસ હોય કે નિયમિત દવા ચાલતી હોય તો રોજ લેતાં પહેલાં ડૉક્ટરને પૂછવું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ), ચ્યવનપ્રાશ

ચ્યવનપ્રાશ શું છે?
ચ્યવનપ્રાશ એ તાજા આમળાં અને લગભગ 50 જેટલા ઔષધોથી બનેલો એક પરંપરાગત આયુર્વેદિક રસાયન (સ્વાસ્થ્ય ટોનિક) છે, જે વૃદ્ધાવસ્થા અને રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.
ચ્યવનપ્રાશના મુખ્ય ફાયદા શું છે?
તે પાચન શક્તિ મજબૂત બનાવે છે, ઓજ-બળ-કાંતિ-તેજ વધારે છે, નબળી પડતી ઇન્દ્રિયોને (આંખ, કાન વગેરે) સુરક્ષિત રાખે છે, અને નિયમિત ઉપયોગથી શરીરને ઘડપણ તરફ સરકતું અટકાવે છે.
ચ્યવનપ્રાશ કેવી રીતે અને ક્યારે લેવું જોઈએ?
રોજ સવારે નરણાં કોઠે એક થી બે મોટી ચમચી લેવું. તેને રોટલી સાથે અથવા જામ તરીકે પણ લઈ શકાય છે, અને તે બારેમાસ નિયમિત લઈ શકાય છે.
ચ્યવનપ્રાશ પછી દૂધ કેમ ન લેવું જોઈએ?
આમળાંની ખટાશને કારણે ચ્યવનપ્રાશ લીધા પછી લગભગ એક કલાક સુધી દૂધ ન પીવું અથવા દૂધ સાથે ન લેવું જોઈએ, જેથી પાચનમાં કોઈ તકલીફ ન થાય.
ચ્યવનપ્રાશ કોણ લઈ શકે?
તંદુરસ્ત વ્યક્તિ ઉપરાંત, કોઈ પણ સ્થિતિ કે બિમારીમાં પણ નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ ચ્યવનપ્રાશ લઈ શકાય છે.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext