રસોડાનું ઔષધ હિંગ

    1. શૂળ – શરીરમાં ક્યાંય પણ આંતરબાહ્ય શૂળ નીકળતું હોય તેમાં હિંગ પિવરાવવી અને ઉપર લેપ કરવો. જેમ કે, દાઢમાં દુખતુ હોય તો દાઢમાં પોતું મૂકવું અને ગાલ ઉપર ચોપડવી.
      Vinschgauer
    2. પેટમાં દુખતુ હોય તો હિંગને દિવેલમાં ગરમ કરી પેટ પર ચોળવી અને હિંગની કે હિંગાષ્ટકની ફાંકી આપવી.
    3. ગામડામાં ઉદરશૂળના ભયંકર દુખાવામાં ઘોડા કે ગધેડાની લાદના રસમાં હિંગ મેળવી તે પેટ ઉપર ચોપડવામાં આવે છે. તેથી તુરત ફાયદો જણાય છે.
    4. શ્વાસ – હિંગ, અડદ, મરી, અને હળદરની ધુમાડી આપવી.
    5. વ્રણજંતુ – મનુષ્ય અથવા અન્ય પ્રાણીના ઘામાં જીવડા પડયા હોય તેમાં લીંમડાનાં પાનમાં કે લીંબોળીનાં તેલમાં હિંગ મેળવી ડ્રેસિંગ કરવું. તેની ધુમાડી દેવી.
    6. દંતકૃમિ – દાઢમાં હિંગ દબાવવી, તેના કોગળા ભરવા અથવા તેની ધુમાડી આપવી.
    7. ઊનવા – શેકેલી હિંગમાં એલચી પીસીને પીવરાવવી.

Ferula assa-foetida (Uzbekistan) 3

8. વીંછી વિષ – આંકડાના દૂધમાં હિંગ પીસીને ડંખ ઉપર લગાડવી.

9. કાનના રોગો – કાનમાં દુખાવો, અવાજ, ધાક, બહેરાશ વગેરે દૂર કરવા રૂમાં હિંગ લપેટી કાનમાં રાખવું.

10. અફીણવિષ – છાશ કે પાણીમાં હિંગ પિવરાવી દેવી.

11. વાળો – સો ગ્રામ દહીંમાં ચાર ગ્રામ હિંગ પીસી રોજ સવારે ત્રણ દિવસ પાવાથી વાળો બહાર નીકળી જશે.

12. અધાશીશી – નાકમાં હિંગના પાણીનું નસ્ય આવવું. હિંગને સૂંઠમાં મેળવી દૂધમાં પીસી કપાળે લેપ કરવો, વગેરે.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — હિંગના ઘરગથ્થુ ઉપચાર

હિંગ પેટના દુખાવા (શૂળ) માટે કેવી રીતે વાપરવી?

પેટમાં દુખાવો હોય તો હિંગને દિવેલમાં ગરમ કરી પેટ પર ચોળવી અને હિંગ કે હિંગાષ્ટકની ફાંકી આપવી; દાઢમાં દુખાવો હોય તો હિંગનું પોતું દાઢમાં મૂકી ગાલ પર ચોપડી શકાય.

હિંગ શ્વાસ અને દાંતના કૃમિ માટે કેવી રીતે ઉપયોગી છે?

શ્વાસ માટે હિંગ, અડદ, મરી અને હળદરની ધુમાડી આપી શકાય; દંતકૃમિ (દાંતના કીડા) માટે દાઢમાં હિંગ દબાવવી, તેના કોગળા ભરવા અથવા ધુમાડી આપવી.

વીંછી કરડે તો હિંગનો શું ઉપયોગ થાય?

આંકડાના દૂધમાં હિંગ પીસીને ડંખ પર લગાડી શકાય, પરંતુ વીંછી કરડ્યા પછી તાત્કાલિક નજીકના દવાખાનામાં જવું સૌથી અગત્યનું છે.

અધાશીશી (માઇગ્રેન) માટે હિંગનો કેવી રીતે ઉપયોગ કરવો?

નાકમાં હિંગના પાણીનું નસ્ય લેવું, અથવા હિંગને સૂંઠમાં મેળવી દૂધમાં પીસીને કપાળે લેપ કરવો ફાયદાકારક ગણાય છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext