રાસ્ના (Pluchea Lanceolata)

Rasna

Share with:


रास्ना वातहराणाम् (चरक सूत्रस्थान – २५)

વાયુને હરવામાં રાસ્ના શ્રેષ્ઠ છે. આજકાલ વાયુના રોગોની ભરમાર છે, પ્રત્યેક ઘરમાં એક વ્યક્તિ તો એવી નિકળે જ કે જેનેવાયુના એંશી પ્રકારમાંથી કોઇ ને કોઇએ એક રોગ તો હોય જ. અને સૌથી મોટા પડકાર રૂપ જો કોઇ હોય તો તે સાંધાનો દુઃખાવો. એલોપેથીક ચિકિત્સા પદ્ધતિ માટે તે જેટલો પડકાર રૂપ છે તેટલો જ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માં રાસ્ના જેવા દિવ્ય ઔષધો ને કારણે તે સહજ – ચિકિત્સા કરવા યોગ્ય જ છે.

Rasna
આયુર્વેદની પ્રતિષ્ઠા વધારવામાં જો કોઇ ઔષધિઓનું લિસ્ટ બનાવવામાં આવે તો રાસ્નાનું નામ લીધા વિના રહી ન શકાય. આયુર્વેદનિ વાયુ-પિતા-કફથી થનારાં રોગોની સંખ્યાઅમાં કુલ ૧૪૦ પૈકી ૮૦ પ્રકારના રોગો વાતદોષને કારણે જ થાય છે અને રાસ્ના માટે કહેવાયું છેકે તે अशीति वातिकामय – એંશી પ્રકારના વાયુના રોગો ને મટાડનાર છે. મતલબ એ કે પચાસ ટકાથી વધારે રોગોને મટાડવામાં રાસ્ના એ મહત્વનું ઔષધ છે.
ચરક સંહિતામાં તેને વેદના સ્થાપન – (વેદના ઓછી કરનાર) આજની ભાષામાં Pain Killer, શુક્રશોધન (શુક્ર ધાતુને શુદ્ધ કરનાર). એલોપેથીક દવાઓથી તદ્દન વિપરિત – Allopathic માં Painkiller ઔષધ એ શુક્રાણુંનો નાશ કરે છે જ્યારે અહિં રાસ્ના એ શુદ્ધ કરનાર છે, તેમાં રહેલા દોષોને દૂર કરનાર છે.
વળી તે વયઃસ્થાપન તરીકે પણ કામ આપે છે. મતલબ એ કે વાયુ એ વૃદ્ધાવસ્થા લાવનાર છે અને વાયુને દૂર કરીને તે યુવાનીને ટકાવી રાખનાર છે.
રાસ્નાનું બોટોનિકલ નામ Pluchea Lanceolata છે. ૧ થી ૪ ફૂટ ઊંચા જાડીદાર ક્ષુપની ડાળી રૂંવાટીવાળી હોય છે. ઊંચાઇ વાળા ગંગાનદીના તટના પ્રદેશોમાં, પંજાબ તથા રાજસ્થાન અને ગુજરાતની ખારાશ વાળી સૂકી જમીનમાં થનાર આ છોડના મૂલનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે.
ગુણ-કર્મ – 
રાસ્ના એ ભારે – કડવી- ઉષ્ણ અને કટુ વિપાકી છે, ઉષ્ણ પ્રકૃતિના કારણે તે કફ – વાયુનો નાશ કરનાર તો છે જ પરંતુ આગળ કહ્યું તેમ વાયુના તમામ પ્રકારના દોષોનો નાશ કરનાર છે. તે વેદના સ્થાપન કરનાર છે. મતલબ તે પેઇન કિલર હોવા છતાં તેની કોઇ આડઅસર નથી.
તે સોજા મટાડનાર, શીતહર- ઠંડી ઓછી કરનાર, આમનું પાચન કરનાર, રેચન, રક્તની શુદ્ધિ કરનાર, કાસહર – ખાંસીને મટાડનાર, શ્વાસ-દમ ને મટાડનાર છે. તે જ્વર-તાવ (ખાસ કરીને વાતિક જ્વર) ને મટાડનાર છે. વિષઘ્ન- ઝેર મટાડનાર વગેરે ગુણો ધરાવે છે.


Rasna
ઔષધીય ઉપયોગો –
૧. રાસ્ના એ વાયુના રોગોનું શ્રેષ્ઠ ઔષધ હોઇ તે વાયુના રોગોમાં વપરાતાં મોટાભાગના ઔષધોમાં મુખ્ય ઔષધ તરીકે સ્થાન ધરાવે છે. જેમ કે રાસ્ના સપ્તક સ્વાથ, મહરાસ્નદિ ક્વાથ, રાસ્નાદિ ગુગલ, યોગરાજ ગુગલ, મહાનારાયણ તેલ, પ્રસારીણી તેલ, બલાદ્ય તેલ, બૃહદ્ સૈંધ્વાદિ તેલ, મહામાષ તેલ, મહવિષગર્ભ તેલ વગેરેમાં રાસ્નાનો ભરપૂર ઉપયોગ થયેલ જોવા મળે છે.
૨. ચક્રદત્તે રાંઝણ – Sciaticaમાં રાસ્ના અને ગૂગળની ઘી સાથે ગોળી બનાવીને લેવાનું સૂચવ્યું છે.
૩. એંશી પ્રકારના વાયુના રોગોમાં રાસ્નાનો વિવિધ સ્વરૂપે ઉપયોગ બતાવેલ છે. જેમાં ઉકાળો કરીને લેવાની વાત અગ્રેસર છે. વાયુના વિવિધ રોગોમાં શોધન – શમન વગેરે દરેક પ્રકારની ચિકિત્સામાં રાસ્નાનો ઉપયોગ ચૂર્ણ સ્વરૂપે, તેલ, ક્ષીરપાક, ક્વાથ , ઘૃત બધામાં વાપરેલ છે.

૪. પંચકર્મની વિવિધ ક્રિયાઓમાં પણ પ્રલેપન, ઉદ્વર્તન, અવસેચન, પરિષેક, લેખન, સ્વેદન, આસ્થાપન, નિરૂહ બસ્તિ, ઉત્તર બસ્તિ તથા નસ્ય વગેરેમાં છૂટથી ઉપયોગ કરવામાં આવે છે.
૫. ઠંડક દૂર કરવા માટે – શરીર ઠંડુ પડી ગયું હોય તે વખતે શરીરમાં ગરમાવો લાવવા માટે રાસ્નાના બારિક ચૂર્ણનેન ઉકાળેલા પાણીમાં પેસ્ટ બનાવીને તેનો શરીર પર લેપ કરવો અને એક કલાક પછી તે લેપ કાઢી નાંખવો અને દર ત્રણ – ચાર કલાકે આ રીતે લેપ કરતાં રહેવાથી શરીરમાં ગરમાવો આવે છે.
આ ઉપરાંત રાસ્ના અને કાળી સૂકી દ્રાક્ષને સાથે પીસીને લેપ કરવાથી પણ તે ઠંડક દૂર કરીને ગરમાવો લાવે છે.
૬. સોજા ઉપર – સાંધાની તકલીફમાં જ્યારે સોજો આવેલ હોય તેવા સંજોગોમાં રાસ્નાના ચૂર્ણ ને ગુગળ સાથે ગરમ કરીને નવસેકો લેપ કરતાં રહેવાથી સોજો ધીરે – ધીરે ઓછો થાય છે.
૭. વેદના – દુઃખાવા પર – સાંધાના દુઃખાવામાં ઉપરોક્ત લેપ ઉપરાંત રાસ્નાથી સિદ્ધ કરેલ તેલ અથવા રાસ્ના જેમાં આવે છે તેવા બૃહદ્ સૈધવાદિ તેલ , મહાનારાયણ તેલ, બલાદ્ય તેલ, મહામાષ તેલ વગેરેનું માલિશ કરવાથી કટિબસ્તિ, જાનુ બસ્તિ, ગ્રીવા બસ્તિ જેવા પ્રયોગો કરવાથી ખૂબ જ ઝડપથી દુઃખાવમાં ફાયદો થાય છે.
૮. વા – સાંધાના વાની તકલીફવાળાએ રાસ્નાના ૨૦ ગ્રામ મૂળને તેનાથી આઠગણાં પાણીમાં ચોથો ભાગ રહે તે રીતે ઉકાળો કરીને તેમાં એકભાગ દિવેલ નાંખીને નિયમિત સેવન કરવાથી અને સાથે સાથે અન્ય વાતઘન ઔષધો અને પથ્યપાલન કરવાથી સાંધાનો વા મટે છે.

૯. આમવાત – રુમેટોઈડ આર્થરાઇટીસ – આમાવાત માટેનું અમોઘ શસ્ત્ર છે. કારણ કે તે આમપાચન કરનાર અને ઉષ્ણ હોવાથી આમવાતના દર્દીઓમાં રાસ્નાનો ક્વાથ, ગુગળ, તેલ, પંચકર્મની ક્રિયાઓમાં, લેપન તરીકે કોઇને કોઇ પ્રકારે ઉપયોગ કરવાથી ચોક્કસ પણે ફાયદો થાય જ છે.

૧૦. શ્વાસ – કાસ – વાયુથી થનાર ઉધરસ અને લાંબા સમયથી થયેલ શ્વાસની તકલીફવાળાએ રાસ્નાના મૂળનો કાળી દ્રાક્ષ સાથે ઉકાળો કરીને નિયમિત પથ્યપાલન સાથે સેવન કરવાથી તેમાં અવશ્ય ફાયદો થાય છે.
૧૧. જ્વર- તાવ – રાસ્ના એ આમપાચન કરાવનાર હોવાથી તે જ્વરમાં પાચન કરાવનાર હોઇ તે જ્વરઘ્ન પણ છે, અને આ કારણથી જ તે આમવાતમાં મુખ્યત્વે વપરાય છે.
૧૨. વિષઘ્ન – બલ્ય- વૃષ્ય – રાસ્ના પોતાના ઉષ્ણ ગુણથી વાયુનો નાશ કરવાના ગુણને કારણે તે નાડીતંત્રને પુષ્ટિ આપીને Neurological Disorders માં Nervine Tonic તરીકે સારામાં સારું કામ કરે છે. તેથી જ તે નાડીતંત્રને ઉત્તેજીત કરીને વિષાક્ત અવસ્થામાં તે શ્રેષ્ઠત્તમ રક્ષણ આપનાર છે.

Rasna chips
વાયુનો નાશ કરનાર હોવાથી તે વાયુના દૉષને કારણે થનારા શીઘ્રસ્ખલન તથા નપુંસકતાને દૂર કરીને તે વાજીકરણ કર્મ કરે છે.
અધધધ કહી શકાય તેવા રાસ્નાના ગુણો હોવા છતાં તે સહજ સુલભ પ્રાપ્ય નથી. રાસ્ના માટે અનેક પ્રકારની સંદિગ્ધતાઓના વર્ષોથી ચાલતી આવતી રહેલી છે. તેથી ગમે તે ગંધીની દુકાનેથી ન લાવતાં વિશ્વાસુ ફાર્મસીના તૈયાર ઔષધો અથવા તો વૈદ્યએ તૈયાર કરેલ ઔષધો જ ખરીદીને વાપરવાં તે જ હિતાવહ છે.

 


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

Share with:


Comments

Leave a Reply