સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા

Share with:


હાલમાં જ આપણાં દેશના કેટલાક પ્રાંતોમાં મહામારીની જેમ ફેલાયેલા સ્વાઇન ફ્લુ સામે આપ અને આપના પરિવારને કેટલીક બાબતે કાળજી કરીને રક્ષણ આપી શકો છો .
– સ્વાઇન ફ્લુ એ મૂળભૂત ફ્લુ નો જ એક ખૂબ ઝડપથી પ્રસરતો અને જીવલેણ પણ બની શકે તે પ્રકારનો ચેપી રોગ છે અને આવા સમયે તેની સામે સાવચેતી રાખવી પણ તેટલી જ આવશ્યક છે.
ફ્લુ ના મૂળભૂત લક્ષણોમાં શરદી-ખાંસી અને તાવ એ મુખ્ય છે અને તેથી દર વર્ષે આ સીઝનમાં ફ્લુ તો હોય જ છે પણ આ વખતે સ્વાઇન ફ્લુ નો ચેપ હોવાથી તેના માટે સાવચેત રહેવું તેટલું જ આવશ્યક છે. આ રોગનાં લક્ષણો એકાએક દેખાય છે. જેમાં શરૂઆતમાં માથું દુખવું, બેચેની લાગવી, તાવ, ખાંસી, ગળામાં સોજો, શ્વાસ લેવામાં મુશ્કેલી જણાવી વગેરે હોય છે.
– સ્વાઇન ફ્લુ બાબતે રાજ્ય સરકાર દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડી છે તે પણ આપણે સમજાવી જરૂરી છે. જેમાં સ્વાઇન ફ્લૂને A, B1, B2 અને C એમ ચાર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યો છે.

– A કેટેગરી : આવા દર્દીને સામાન્ય તાવ, કફ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, ડાએરિયા, વોમિટિંગ જેવા ચિહ્નો દેખાય છે. આ દર્દીઓને સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગની જરૂર રહેતી નથી. તેમણે મેળાવડા, ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું.
– B1 અને B2 કેટેગરી : આવા દર્દીને ૧૦૦.૪ ડિગ્રી કરતા બોડી ટેમ્પરેચર વધી જાય છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલા, વૃદ્ધ નાગરિક અથવા હૃદય, ફેફસા, લિવર, કિડની, ડાયાબિટિસ અથવા એચઆઈવીની બિમારીમાંથી પસાર થતા હોય એવા દર્દીઓને ડૉક્ટરની સલાહ મુજબ ટેમિફ્લૂ દવાનો ડોઝ ચાલુ કરી પોતાના ઘરની અંદર જ આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દર્દી સારવાર લઈ શકે છે. ગાઈડ લાઈન મુજબ આવા દર્દીઓને પણ સ્વાઇન ફ્લૂ ટેસ્ટની જરૂર નથી.

– C કેટેગરી : જે દર્દીઓ C કેટેગરીમાં આવે છે, તેમને શ્વાસોચ્છવાસ, છાતીમાં દુખાવો, બ્લડ પ્રેશર લો થવું, ગળફામાં લોહી પડવું, નખનો કલર બદલાઈ જવો અને વાદળી પડવા જેવા લક્ષણો દેખાતા હોય છે તેમને સ્વાઇન ફ્લૂ ટેસ્ટ કરાવવો ફરજીયાત બને છે.

Swine flu in Kazakhstan (2009)

પ્રતિકારાત્મક પગલાં
૧. આહાર –
– સુપાચ્ય, તાજો, હળવો અને ગરમ ખોરાક જ ખાવો.
– ઉકાળેલું પાણી એ કફ જન્ય રોગોમાં ફાયદો કરે છે તેથી હમણાં તેનો જ ઉપયોગ કરવો.
– મગ, મગની દાળ, ખીચડી, દાળ-ભાત, દૂધી, રીંગણ, કારેલા, પરવળનું શાક, બાજરીના રોટલાં વગેરે પણ ગરમ અને ગરમ તથા સમયસર ભોજન લેવું
– મીઠાઇ, ચીઝ, પનીર, ડેરીની બનાવટો, મ્રેડ, બિસ્કીટ, પાઉં, બહારના નાસ્તા, ચિકાશ વાળા, કલર અને પ્રિઝરવેટીવ વાળા ખોરાક, નોન-વેજ વગેરે ન લેવાય તેટલું સારું.
– વાસી ખોરાક અને જંકફૂડનો સદંતર ત્યાગ કરવો.

૨. વિહાર
– છીંક કે ઉધરસ ખાતી વખતે મોં પર રૂમાલ રાખવા, બને તો ડિસ્પોઝેબલ પેપર નેપકિનનો ઉપયોગ કરવો.
– નાક, મોં અને આંખો ને ન અડકવાથી , રોગ જન્ય વિષાણુ નુ આગળ પ્રસરણ અટકે છે.
– હાથ ને વારંવાર સાબુ થી ધોવા, ખાસ કરીને ખાંસી કે છિંક આવ્યા બાદ હાથ સાફ કરવા માટે આલ્કોહોલ બેઇજ્ડ સેનિટાઇજર પણ વાપરી શકાય
– બીન જરુરી મુસાફરી અને ભીડ ભાડ થી દુર રહેવુ, અને આવી જગ્યાએ માસ્ક પહેરીને જ જવું.
– સારી ઉંઘ અને આરોગ્યપ્રદ જીવનશૈલીથી આ રોગથી બચી શકાય છે.
– આપની રોગ પ્રતિકારક શક્તિ ને જાળવી રાખો અને શારીરિક રીતે સક્રિય રહો.
– વ્યસનો દુર રહેવુ અને દારુ પીવા નું ટાળવું
– રોજિન્દી કે ઘર વપરાશ ની વસ્તુ ઓ કે સપાટી ને અડક્યા પછી સાબુ અને પાણી થી વ્યવસ્થીત રીતે હાથ ધોવા.

૩. ધૂપ
– કોઇપણ સંક્રામક રોગોમાં અને ખાસ કરીને વાઇરસ જન્ય રોગોમાં હોમ-હવન-ધૂપ એ વાતવરણ ને શુદ્ધ કરવાનું કામ કરે છે અને આવા સમયે નિત્ય બે વાર ઘરમાં ધૂપ કરવો જરૂરી છે.
જેમાં
1. અષ્ટાંગ ધૂપ એ આયુર્વેદ એ વર્ણવેલ શ્રેષ્ઠ પ્રકારનો ધૂપ છે. એમાં ગુગળ ઉપરાંત અગર, તગર, જટામાંસી જેવા શુદ્ધિ કારક, મંગલકારક ઔષધો તેમાં છે જે વાતાવરણ ને શુદ્ધ કરવાનું કામ કરે છે.
2. ગૂગળનો ધૂપ – કોલસા પર ગૂગળ અને ગાયનું શુદ્ધ ઘી નાંખીને પણ ધૂપ કરી શકાય.
3. ગાયના છાણાં, ગાયનું ઘી, તજ, ધાણા, તલ, ચંદન, કપૂર, જાવંત્રી, કપૂરકાચલી, ઇલાયચી વગેરેથી ઘરમાં હોમ કરીને વાતવરણ ને શુદ્ધ કરી શકાય. અને અંતે તેમાં ગૂગળ નો ધૂપ કરવો.

૪. સાવચેતી
– WHO ની માર્ગદર્શિકા પ્રમાણે સ્વાઇન ફ્લુના દર્દીને આઇસોલેશન રૂમમાં રહીને જ સારવાર લેવી ફરજિયાત છે.
– જો તમે માંદા હો તો ઘરે રહો.
– શંકાસ્પદ વ્યક્તી ને અલગ રુમ માં રાખો
– માંદા અને શરદી વાળા કે ખાંસતા વ્યક્તી થી અંતર રાખવુ જોઇએ, નહિતર આ રોગ નો ચેપ લાગે શકે છે
– સંબંધીત વ્યક્તિ ને માહિતગાર કરતા રહો અને ખોટી અફવાઓ થી દુર રહો.

૫. પ્રતિકારાત્મક આયુર્વેદ સારવાર
જેને કંઇ જ નથી તેણે ઉપરોક્ત સાવચેતીની સાથે સાથે
૧. તુલસી ના પાંચ પાન અને બે નંગ કાળા મરી ચાવી જવા અથવા તેને પીસીને એક ચમચી મધ સાથે બે વાર ચાટવું.
૨. ગરમ પાણીમાં અડધી ચમચી હળદર મેળવીને એક ગ્લાસ સવારે પીવું.
૩. ભારંગ્યાદી ક્વાથ નો ઉકાળો બનાવી ને રોજ ૧૦ મિલિ સવારે પીવું અથવા ભારંગ્યાદી ઘનવટી ને બે ગોળી અને બાળકોએ એક ગોળી લેવી.
૪. ચપટી સૂંઠ નાંખીને ઉકાળેલું દૂધ પીવું.
૫. સુદર્શન ઘનવટીની રોજ સવારે બે ગોળી લેવી.
૬. સિતોપલાદી ચૂર્ણ ૨ ગ્રામ મધ સાથે ચાટવું.
૭. નાનાં બાળકોને આયુર્વેદિક કફ સીરપ, બાલ ચાતુર્ભદ્ર સીરપ – રોગચાળા દરમ્યાન નિયમિત આપવું
શરદી – ઉધરસ – બેચેની હોય અથવા કફ અવારનવાર થતો હોય તેણે આયુર્વેદનાં ઔષધોનો ઉપયોગ કરીને સારવાર ચાલુ કરવી. ઔષધો આયુર્વેદ ચિકિત્સકની સલાહથી શરૂ કરવા.
જેમાં – વ્યોષાદી વટી, સિતોપલાદી ચૂર્ણ, લક્ષ્મીવિલાસ રસ, ભારંગ્યાદી ઘન, ગુડુચ્યાદી ઘનવટી, હરિદ્રાખંડ, ત્રિભુવનકિર્તી રસ, ભાગોત્તર રસ, કફ સીરપ વગેરે ઉપરાંત જે આવશ્યક અલાગે તે ચિકિત્સક ની સલાહ પ્રમાણે જ લેવાં.

નોંધ =
(સ્વાઇન ફ્લુના રોગચાળા દરમ્યાન તે સંબંધિત અને તેના પ્રતિકાર સંબંધી તમામ સલાહ – કન્સલ્ટીંગ વિના મૂલ્યે અને તે સંબંધિત જાતે જ તૈયાર કરેલા ઔષધો ૨૦% ડિસ્કાઉન્ટથી અમારા ક્લિનિકથી મળશે.)


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

Share with:


Comments

Leave a Reply