સર્પગંધા (Rauwolfia Serpentina)

Share with:


સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ પેથીના ડોકટરો પરિચિત તો છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા.


Sarpagandha(Rauvolfia Serpentina)

Rauwolfia Serpentina ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ વનસ્પતિની આજુબાજુ સાપ ફરકતો નથી.

સાપને પીડિત કરે છે અને દૂર ભગાડનાર હોવાથી તે સર્પગંધાથી ઓળખાય છે.તેના વિવિધ સંસ્કૃત નામો પૈકી એક નામ છે ધવલવિટપ – જે વનસ્પતિ મન અને શરીર ને શુધ્ધ કરે છે. તેથી શરીર ધવલ બને છે. બીજું એક નામ તેની મનની તીવ્રતા – ઊત્તેજનાને શાંત કરવાના ગુણ થી ચન્દ્રમાર પણ છે.

એકથી ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતાં આ સર્પગંધાના છોડના પાન ઊપરથી ઘેરા લીલા વર્ણના અને નીચેના ભાગે આછા લીલા વર્ણના છે. સફેદ-ગુલાબી ગુચ્છામાં તેનાં ફૂલો શોભા ઊભી કરે છે.તેની ખાસ ઓળખ એ શ્યામ-રકત વર્ણના વટાણાના દાણા જેવડાં તેના ફળ છે.
પ્રમુખપાતઃ ઔષધ તરીકે તેના મૂળનો જ પ્રયોગ થાય છે.જે ગંધરહિત પણ અતિશય કડવું હોય છે.

આ સર્પગંધા એ ભારતમાં તો બધે જ જોવા મળે છે. તે છતાં તે કોઈ એક જ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં જોવાં ન મળતાં તે છૂટીછવાઈ જોવા મળે છે. ભારત ઊપરાંત અન્ય દેશો જેવાં કે બર્મા, શ્રીલંકા, જાવા, થાઈલેન્ડ વગેરે જગ્યાએ પણ તેનો ઊછેર કરવામાં આવે છે. આજકાલ ગ્રીનહાઊસના ચાલતા રહેલા ટ્રેન્ડમાં સર્પગંધાનું વાવેતર જો કરવામાં આવે તો પૈસાની સાથે સાથે આયુર્વેદના મહર્ષિઓના આશિર્વાદ અવશ્ય મળે જ. કારણકે સર્પગંધા એ હાઈબ્લડપ્રેશરમાં અકસીર ઔષધ તરીકે સાબિત થયું છે.અને તેમાં રહેલ Active તત્વ Sperpetinin નો વિશ્વ્ભરમાં હાઈબીપીની દવા બનાવવામાં ઊપયોગ થતો રહેલો છે. તેથી આ વધુ અગત્યની અને સર્વત્ર માંગ વધતી જવાવાળી ઔષધ છે.


Rauvolfia serpentina 11
ગુણકર્મ –

રુક્ષ, કડવી અને કટુ વિપાકી સર્પગંધા એ ઊષ્ણ છે તેમજ તેનો પ્રભાવ એ નિદ્રા લાવનાર છે.

ઉષ્ણ હોવાથી કફવાતશામક છે. ઊંઘ લાવનાર, નાડીતંત્રની ઊત્તેજનાને શાંત પાડનાર, મસ્તિષ્કગત ઉત્તેજનાને શાંત કરનાર છે.

સર્પગંધા ઊષ્ણ હોવાને કારણે તે પિત્ત વધારનાર છે તેથી પિત્ત પ્રકૃતિવાળાને તથા ગરમીની ઋતુમાં તેમજ પિત્તજન્ય વિકારોવાળા દરદીને તે યોગ્ય અનુપાન તથા ઔષધ યોગો સાથે આપવું જોઈએ.

સર્પગંધાનો સીધો જ સંબંધ એ બ્લડપ્રેશર સાથે હોવાથી કોઈ પણ સ્થિતિમાં તેનો જાતે જ અન્ય વનસ્પતિ ઔષધોની જેમ ઊપયોગ કરવો એ જોખમી બની રહે છે.

સર્પગંધા એ ઉન્માદ અને અપસ્મારના રોગી જે ખૂબ જ ઊત્તેજિત થઈ જતાં હોય છે .તેને આપવામાં આવે છે. તેનાથી તેમના મનને ધીરે ધીરે શાંતિ મળતાં મસ્તિષ્કનાં વિકારો જડમૂળથી મટે છે. વળી તે ઊંઘ લાવનાર હોવા છતાં અન્ય ઘેનની ગોળીની જેમ તેની આદત પડતી નથી કે કોઈ આડઅસર પણ થતી નથી.ગાંડપણ ને દૂર કરવા માટે અતિ આવશ્યક અને અકસીર હોવાને કારણે તે “પાગલપન કી જડ” ના નામે પણ ઓળખાય છે.

હાઈબ્લડપ્રેશરના દરદીને સર્પગંધાયુકત વિવિધ યોગોના નિષ્ણાંત વૈધની દેખરેખ હેઠળ ધીરજપૂર્વક સારવાર લેવામાં આવે તો અમુક ચોકકસ સમયગાળા બાદ એલોપેથીની બીપીની ગોળી તો કાયમ માટે બંધ થઈ જ જાય છે પણ તે પછી અમુક સમયગાળા બાદ આયુર્વેદ ઔષધ પણ સંપૂર્ણ બંધ કરી શકાય છે અને બી.પી.ની ગોળી જીવનભર લેવાના બંધનમાંથી છુટકારો ચોકકસ મળે છે. બીજી વિશેષતા જે મેં નોંધી છે તેમ સર્પગંધા એ બ્લડપ્રેશર નીચે લાવે છે તેમ કહીએ તે યોગ્ય નથી પણ તે વધેલા બ્લડપ્રેશરને નિયત કરે છે. મતલબ કે નોર્મલ લેવલે અટકાવી દે છે.

જટામાંસીનો સારામાં સારો લાભ લેવો હોય તો ૩-૪ વર્ષની આયુવાળા છોડના મૂળનો ત્વચા સહિત શરદઋતુમાં સંગ્રહ કરવો જોઈએ અને આખું વર્ષ આનો જ ઊપયોગ કરવો જોઈએ.

સર્પગંધા એ સીધી જ બ્લડપ્રેશર સાથે જોડાયેલ હોઈ તેનો જાતે ઊપયોગ ન કરતાં વૈધની સલાહ મુજબ ચાલવું જોઈએ. આજકાલ વિવિધ બાપજીઓ યોગની શિબિરમાં જ જેને તેને સર્પગંધા ઘનવટી બે-બે ગોળી નિયમિત લેવી તેવું જોયા–તપાસ્યા વિના જ કહી દે છે. જેને
કારણે તેની લાખો-કરોડોની દવા તો વેચાઈ જાય છે. પણ પરિણામ શૂન્ય. સર્પગંધા જાતે ન લેવી જોઈએ.આવો એક જ વાક્યમાં કહેવાનો મુદ્દો છે.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

Share with:


Comments

Leave a Reply