નમસ્તે સાહેબ,
Namskar sar
Mare a janavu Che ke Hu ne mari Patni kyare vagar condome sex Kari sakiye? Ane kyare garbh rahe?
Biju ke Amara Lagan ne Tran mahinaj thaya Che amane sex vise bahu gnan nathi, mari Patni ne sisn na yoni pravesh karta yoni ni sahej uper adavama ane tya sisn gasavama vadhu Maja ave Che su a normal vat Che su badhi stree ne avuj hoy Che? Please javab jaldi mikaljo
મારે એ જાણવું છે કે હું ને મારી પત્ની ક્યારે કોન્ડોમ વગર સેક્સ કરી શકીએ? અને ક્યારે ગર્ભ રહે? બીજુ કે અમારા લગ્નને ત્રણ મહિના જ થયા છે. અમે સેકસ વિશે અજાણ છે. મારી પત્નીને શિશ્નના યોનિ પ્રવેશ કરતા યોનિની સહેજ ઉપર અડાવવામાં અને ત્યાં શિશ્ન ઘસાવવામાં વધુ મજા આવે છે. શું આ નોર્મલ વાત છે? શું બધી સ્ત્રીને એવું જ હોય છે? મહેરબાની કરીને જવાબ જલ્દી આપવા વિનંતી કરુ છુ સર
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા આપના જાતીય સમાગમ ના સંદર્ભમાં છે આપના લગ્નને ત્રણ જ મહિના થયા છે. તેથી કરીને સેકસ સંબંધી મુશ્કેલીઓ હોઈ શકે એ સ્વાભાવિક છે.
આપના પ્રશ્ર્નોના જવાબ એ આ પ્રમાણે છે.
૧ કોન્ડોમ વગર સેકસ કરવાના સંદર્ભમાં જોઈએ તો જ્યારે આપ ગર્ભ રાખવા ઈચ્છતા નથી અને છતા પણ કોન્ડોમ વગર તમે જ્યારે જાતિય સંબંધ બાંધવા માંગો છો તેવા સંજોગોમાં તમારે સેફ (safe) દિવસો જાણી લેવા જોઈએ. સામાન્ય રીતે ૩૦ દિવસના માસિકચક્રનોનો જો વિચાર કરીએ તો માસિક શરુ થયાના પહેલા દિવસથી પ્રથમ સાત દિવસ માં માસિક પુરુ થયા પછી ના જેટલા દિવસો વધે એટલા દિવસો માં તમે કોન્ડોમ વગર સેકસ કરી શકો, તેવી જ રીતે છેલ્લા સાત દિવસો એટલે માસિક આવવાના પહેલાના સાત દિવસો કોન્ડોમ વગર સેકસ કરી શકાય. તે છતા ભાગ્યેજ કોઈ કેસમાં એવું બને કે જો સ્ત્રીના માસિક અનિયમિત હોય અથવા તો સ્ત્રીબીજ બનવાની પ્રક્રિયા વહેલી અથવા તો મોડી થતી હોય તો આ દિવસોમાં પણ ક્યારેક ગર્ભ રહેવાની શક્યતા છે તેથી આ જોખમને ધ્યાનમાં રાખીને આ પ્રયોગ કરવો. નહિં તો બધાજ દિવસોમાં કોન્ડમનો ઉપયોગ કરવો જોઈએ અને તે છતાં તમને જો એવું લાગે છે કે કોન્ડમ નો ઉપયોગ નથી કરવો તો તમે ગર્ભનિરોધક ગોળી નો ઉપયોગ પણ કરી શકો છો.
૨ આપના પ્રશ્ર્નનો જવાબ એક રીતે અટપટો છે છતા સીધી જ વાત કરીએ ત્યારે કોઈ પણ સ્ત્રી પુરુષ એ સ્ત્રીબીજ છૂટુ પડવાના નજીકના દિવસોમાં અથવા તો તે જ દિવસોમાં સારી રીતે સમાગમ કરે છે અને ત્યારબાદ સ્ત્રીબીજ અને પુરુષબીજ નું ફલન જો થઈ શકે તો ગર્ભ રહી શકે છે. તેથી આવા જે દિવસો, કે જેમાં ગર્ભ રહેવાની શક્યતાઓ વધારે હોય છે તે ૩૦ દિવસનું માસિકચક્ર જે સ્ત્રીને છે તેમાં મોટા ભાગે ૧૦ માં દિવસથી લઈને ૧૮માં દિવસે ગર્ભ રહેવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી આ દિવસોમાં સમાગમ કરવાથી ગર્ભ રહેવાની શક્યતાઓ રહે છે.
૩. આપના પત્નીને યોનિ પ્રવેશ કરવા કરતાં યોનિ પર શિશ્ર્ન નો સ્પર્શ કરાવવામાં વધારે મજા આવે છે, તેના ઘર્ષણમાં વધારે મજા આવે છે. આ એકદમ નોર્મલ વાત છે. કારણકે યોનિના ઉપરના ભાગમાં આવેલો ભગાંકુરનો યોનિનો જે ભાગ છે તે ખૂબ જ સેન્સેટિવ હોય છે. અને જેનો સ્પર્શ એ સ્ત્રીને ઉત્તેજિત કરે છે જેના કારણે થઈને સ્ત્રીને સેકસ દરમ્યાન એક આનંદ પણ આવતો હોય છે અને મોટાભાગે ચરમસીમા સુધી પણ આનંદનો અનુભવ સ્પર્શ કરાવી શકતો હોય છે. તેથી શરૂઆતમાં યોનિ પ્રવેશ પહેલા ફોર પ્લે મા તે ભાગમાં લિંગનો સ્પર્શ કરાવી શકો ઘર્ષણ પણ કરાવી શકો. શરૂઆતમાં જ્યારે જાતિય જીવન શરૂ થાય ત્યારે અલગ અલગ ઉતેજના ના સ્પોટ જે છે જેની ખબર હોતી નથી પણ જેમ-જેમ અનુભવ થતો જાય તેમ તેમ વધુ જાણકારી મળતી જાય. તેથી શરૂઆતમાં એવુ બને કે તેમને યોનિ પ્રવેશ કરતા આ પ્રકારના સ્પર્શ એ વધારે આહલાદક અને આનંદ આપનારા લાગી શકે, આ નોર્મલ છે. મોટાભાગને બધી જ સ્ત્રીઓમાં આ પ્રકારના ઉત્તેજના ના ભાગો તેને ઉત્તેજિત કરતા હોય છે.
• આ સિવાય આપને જાતીય જીવન સંદર્ભથી કંઈ પણ મુશ્કેલી હોય અથવા તો વધારે કંઈ જાણવા માંગતા હોય તો ચોક્કસથી અમારો સંપર્ક કરી શકો છો. અહીં સેકસ એજ્યુકેશનનો પ્રોગ્રામ અમારા ત્યાં ઉપલબ્ધ છે. કે જેનું જ્ઞાન આપ અહીં આવીને મેળવી શકો છો.
નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsgu
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com