જાતીય સુખ એ લગ્નજીવનનો એક અગત્યનો ભાગ છે અને તે માટે પતિ-પત્નિ બન્ને ની લાગણી, ગમા-અણગમા અને ચરમસીમાનો આનંદ એ અલગ-અલગ હોઇ શકે. બન્ને જણાં સેક્સ જીવનથી એક બીજાને આનંદ આપવા અને આનંદ પામવાની ઘેલછા રાખે છે. માત્ર સેક્સથી પોતાને સંતોષ મળી ગયો એટલે પુરૂં; એવું અહિં ક્યાંય નથી અને એટલે જ સાથીદાર ને જ્યાં સુધી મજા ન આવે અને તેને સંતોષનો ઓડકાર ન આવે ત્યાં સુધી કંઇક અધુરૂ છે તેવું હંમેશા લાગ્યા કરતું હોય છે.
જાતીય ક્રિડાને વધારે આનંદદાયક બનાવવા માટેના અનેક ઉપાયો પૈકીનો એક ઉપાય એ સેક્સ સંબંધી મુક્ત મને વાતો કરી ને પોતાની ઇચ્છા અને અપેક્ષા ને વ્યક્ત પણ કરી શકાય છે. ખરેખર તો સેક્સની રમત અંગે વાતો કરવી, ચર્ચા કરવી એ એક મજાની વાત છે. પતિ-પત્નિના જાતીય જીવનને વધુ રંગીન અને વધુ રોમેન્ટિક બનાવનારી છે. પણ આપણે ત્યાં મોટાભાગના લોકો પતિ સાથે કે પત્નિ સાથે આ બાબતે ભાગ્યે જ ચર્ચા કરે છે અને સામાજિક કે વ્યવહારની કે શોખની વાતો કરીને – વિવાદ કરીને મોટેભાગે તો મૂડ બગાડી જ નાંખે છે.
જાતીય-જીવનનો પૂરેપૂરો આનંદ લેવા માટે સેક્સ સંબંધે શરમ-સંકોચ રાખ્યા વગર પતિ સાથે કે પત્નિ સાથે મુક્ત મને જો વાતચીત કરવામાં આવે તો તેનાથી તમારા સેક્સ જીવનમાં વધારે નિકટતા, આનંદ અને રોમાંચ મળશે જ. આ બધું જ એકબીજાની નજીક લાવનાર, ઉત્તેજના વધારનાર અને વધારે આનંદ આપનાર છે. બની શકે કે લગ્નના દસ-બાર વર્ષ સુધી કદાચ ક્યારેય આઅ સંદર્ભે વાતચીત કરવાનું આવ્યું ન હોય અને ક્યારેય આનો વિચાર તમે કે તમારા પતિએ કર્યો પણ ના હોય. બસ એકદારું સેક્સજીવન ચાલ્યા કરતું હોય પણ તે લાંબા સમયે ધીરે-ધીરે સેક્સ માટેની નિરસતા માટે જવાબદાર બની શકે છે.
શા માટે મુક્તમને ચર્ચા થતી નથી – આવશ્યકતા શા માટે?
મોટાભાગે એવું બનતું હોય છે કે સેક્સ કરતાં કરતાં જ ઘણું બધું માની લીધું હોય છે કે પતિને શું ગમે છે અને પત્નિ ને શું ગમે છે અને એકબીજાને પૂછવામાં કદાચ પોતાની મૂર્ખતા લાગશે કે કેમ? અથવા તો તેની શું જરૂર છે? અમને બન્ને ને મજા આવે છે અને મોટેભાગે કોઇ કપલ ને જો પૂછવામાં આવે તો હંમેશા એમ જ જાણવા મળે કે અમારી સેક્સ લાઇફ સરસ છે, કોઇ ફરિયાદ નથી, પણ પછી થોડી ચર્ચા કર્યા પછી પુરુષ થોડું સ્વિકારે કે મને હજુ વધારે અલગ રીતે સેક્સની ઇચ્છા હોય છે પણ હું કહી શકતો નથી. પત્નિના કેસમાં તો એક્દમ જુદું જ ચિત્ર હોય છે. અને મારા મોટાભાગના કેસમાં મને આ ખાસ જાણવા મળ્યું છે કે ૯૦% પતિને ખબર જ નથી કે પત્નિ ને શું પસંદ છે અને પત્નિ ને ચરમસીમાનો આનંદ દર વખતે મળે છે કે નહિં અને તેના માટે શું કરવું? આના માટે જ આ વાતચીતની આવશ્યકતા છે.
તેથી જ જો આપને આપના જાતીય પાર્ટનર તરફથી પૂરતો સંતોષ ન મળતો હોય તો આવા સંજોગોમાં તમારે બંનેએ બેસીને ચર્ચા કરી વિચારોની આપ-લે કરવી એ અતિ આવશ્યક છે.
કેવી રીતે આયોજન કરશો?
જાતીય જીવનના આ અગત્યના ભાગ માટે પણ આયોજન કરવું જ જોઇએ. જાતીય અસંતોષ કે ઊણપ અથવા તેના માટેની કોઇપણ સમસ્યા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે કે તેના માટે મુક્તમને ચર્ચા કરી લેવી. જો કે માત્ર સમસ્યાના કેસમાં જ નહીં પણ જાતીય ક્રિડાને વધુ ઉત્તેજીત બનાવવા માટે પણ આ આવશ્યક છે.
થાક, કંટાળો, ઊંઘ આવવી, બહુ રસ ન લેવો, સેક્સ એ કરવાની નહીં પણ પતાવવાની વાત હોય તેવી માનસિકતામાંથી બહાર આવીને થોડો સમય તેના માટે અલગ ફાળવીને વાત્ચીત કરવાની શરૂ કરવી જોઇએ.
નિયમિત સ્વરૂપે સેક્સ સંબંધ બાંધતા પહેલા થોડો સમય વાતચીત માટે આપતા થશો તો ધીરે – ધીરે આગળ વધવા માટેની માનસિક તૈયારી બનતી જશે.
સેક્સ પહેલા રોમેન્ટીક વાતાવરણ ઊભું કરો. હસી – મજાક, અટકચાળાં એ વાતાવરણ ને વધુ હળવું બનાવે છે.
શરૂઆત શક્ય હોય ત્યાં સુધી તમારા પતિ રિલેક્ષ હોય તેવી સ્થિતિમાં થાય તો સારું. ધંધાનું કે નોકરીનું ટેન્શન કે મોડેથી આવેલા હોય ત્યારે શરૂ ન કરતાં રજાના દિવસોમાં અથવા બહાર ફરવા ગયા હોવ ત્યારે શરૂઆત વધારે સારી બની રહેશે.
શરૂઆત કરવા માટે થોડો સમય આલિંગન, ચુંબન, માથે હાથ ફેરવવો, ધીરે-ધીરે અંગોને સ્પર્શ કરતાં કરતાં અને તેના શારીરિક અને જાતિય અંગોનું નિરીક્ષણ કરતાં કરતાં ધીમે ધીમે શરૂઆત કરો.
તમારી શરૂઆત માટે તમારા કપડાં ધીમે – ધીમે ઉત્તેજિત થાય તે રીતે કાઢતાં જાઓ અને તમારાં સ્તન કે લિપ્સ થી તેને તૈયાર કરતાં કરતાં તમે પ્રશ્નોની શરૂઆત કરો. શરૂઆત તેને તેની રૂચિ શેમાં છે? તમારા શરીરના કયા અંગ સૌથી વધારે ગમે? તમે ક્યાં સ્પર્શ કરો તો ગમે? તમે શું કરો તો ગમે? સેક્સ માં એવી કઇ ઇચ્છા છે કે જેના માટે તે ક્યારેય કહી શક્યા નથી? કેવા પ્રકારનું સેક્સ કરવું ગમે? કયાં કપડાં પહેરો તો ગમે? આ બધા પ્રશ્નોની સાથે સાથે તમારી પસંદ પણ તે પૂછશે જ અને કદાચ ન પૂછે તો તમે તેને સામેથી તેના જવાબની સાથે તમારો જવાબ ઉમેરતા જાઓ. વાતચીત દરમ્યાન જાતીય અંગોને પંપાળવાનું – ઉત્તેજીત કરવાનું ચાલુ રાખો. અગાઉના સેક્સના તમારા યાદગાર પ્રંસંગોને વાગોળો.
આ બધાની સાથે જ્યારે તમારે તમારી સમસ્યા કહેવાની હોય ત્યારે પહેલા તેને તમારાથી શું અસંતોષ છે અને તે પૂછો અને તેનો સંતોષકારક જવાબ આપીને તમારી સમસ્યા હળવેકથી તેની સામે મૂકો. જો તમને સમસ્યા ન હોય અને તમારી સેક્સ લાઇફને વધુ માદક બનાવવા માટે તમારી જરૂરિયાત પણ તમે જણાવો. અને તેની ઇચ્છાની પૂર્તિ કરવાનું પણ વચન આપી ને આગળ વધો.
ફાયદા
આ રીતે કામુક અવસ્થામાં મુક્ત મને કરેલી વાતચીત અને સમસ્યાનું સમાધાન આપને બન્ને ને એકબીજાની વધુ નજીક લાવશે. અને સાથે સાથે આપના જાતિય જીવનને અપાર ખૂશીઓથી ભરી દેશે. સેક્સથી થનારા સંતોષને કારણે ટેન્શન, સ્ટ્રેસ, ડીપ્રેશનમાં એક અંશે ફાયદો ચોક્કસ મળે છે. જીવન જીવવાનો આનંદ મળે છે અને લગ્નજીવનમાં પરસ્પર એકબીજા સાથેનું બંધન, આકર્ષણ અને વિશ્વાસ વધે છે, જે જીવનનો એક મહત્વનો ભાગ છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદિક સેક્સોલોજીસ્ટ – અમદાવાદ
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
https://lifecareayurveda.com/kamsutra/
Comments