સુવર્ણપ્રાશન સંસ્કાર

સુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા

Category: સુવર્ણપ્રાશન સંસ્કાર Published: Tuesday, 03 February 2009 Written by Dr Nikul Patel

સુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા

આપણી ભારતીય સંસ્કૃતિએ કેટકેટલાય મહાપુરૂષો, સંતો, શૂરવીર, બૌદ્ધિકો આ સમાજને અર્પણ કર્યા છે, અને તે માટે તેમણે કેટકેટલાય પ્રયત્નો કર્યા હતા. સ્વસ્થ અને નિરોગી સમાજ માટે આજે સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સરકાર પણ વિચાર કરે જ છે અને તેના માટે સતત પ્રયત્નો પણ ચાલે જ છે. અબજો રૂપિયાનું બજેટ આજે WHO દ્વ્રારા પ્રત્યેક દેશને અપાય છે. અલગ અલગ પ્રકારના કેમ્પો, રાહતો અને ફરજિયાત રસીકરણના કાયદા થકી તેમણે સારો પ્રયત્ન કર્યો છે. પણ તે પ્રયત્નની સરખામણીમાં પરીણામ બહુ અલ્પ માત્રામાં જોવા મળે છે. સમાજ માં આરોગ્યના સંદર્ભે સ્વસ્થતા જરૂર વધી છે. પણ માનસિક અને સંસ્કારની સ્વસ્થતાનું શું?Suvarnprasan Poster gujarati

વૈદ્ય આવો, નિર્માલ્ય, અબુધ અને અસંસ્કારી સમાજ લાંબુ આયુષ્ય મેળવીને પણ સુખી કેવી રીતે થશે? આખા વિશ્વમાં સૌથી પ્રાચીન અને સમગ્ર વિશ્વને ચિકિત્સા અંગે માર્ગદર્શન અને મહત્વના સિદ્ધાંતોની ભેટ ધરનાર આયુર્વેદના સિદ્ધાંતો આજે પણ બદલાયા નથી અને તેની દવાઓ આજે પણ અસર કરે જ છે. (આધુનિક વિજ્ઞાનમાં દર પાંચ વર્ષે સિદ્ધાંત અને મંતવ્યો બદલાય છે. અમૃત સમાન ઔષધ એકાએક ઝેરી બની જાય છે. માતાનું ધાવણ ક્યારેક ન જ આપવું એવું માનતો વર્ગ પછીથી તે જ માતાનું ધાવણ અમૃતતુલ્ય છે તે સમજાવવા અબજો રૂપિયાની જાહેરાતો કરે છે.)

તો, ખરેખર સ્વસ્થ સમાજ કેવો હોઇ શકે? તેની કલ્પના આપણાં ઋષિઓએ સિદ્ધ કરીને બતાવ્યું છે. તે વખતે પણ આળસુ પ્રજા હશે જ, કે જે આ માટે જાગૃત નહિં જ હોય, તેથી જેમ આજે સરકાર કાયદો કરે છે તેમ તે વખતે કાયદાથી આપેલી વાત લાંબી ટકતી નથી અને તે કાયદો કોઇપણ ફેરવી શકે, તેથી આપણાં ઋષિઓએ આરોગ્ય જાળવણીના ઉપાયને સમજપૂર્વક અને ભાવપૂર્વક સંસ્કારના એક ભાગ રૂપે ગણાવીને તેને જીવનઓ અભિન્ન ભાગ બનાવી દીધો. તેથી જ આપણાં ઘણાં બધાં રિવાજો આજે આપણને સમજાતાં નથી પણ તે રિવાજ સ્વરૂપે એવા તો ગોઠવાઇ ગયા છે કે વડીલોનું માન રાખવા ખાતર પણ આપણે તેને માન્યતા આપીએ છીએ. આજે આપણે તેમાનાં એક સંસ્કારને સમજવાનો પ્રયત્ન કરીશું. અને તે એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર…

વધુ વાંચો

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs