પલાશ - ખાખરો

Category: Herbs-Medicines Published: Friday, 26 October 2012 Written by Dr Nikul Patel

   

“ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?” આ કહેવત તો આપણે ઘણી વાર સાંભળી પણ હશે અને આપણે તેનો પ્રયોગ પણ બીજા પર ચોક્કસ પણે કર્યો હશે. પણ આજે જ્યારે આપણને ખાખરાના અધધધ ઔષધીય ગુણોની જાણકારી થશે ત્યારે ચોક્કસ આપણે કહેવત ને રિવર્સ કરવી પડશે કે “સાકર ખાનારા ખાખરાને શું જાણે?”

વસંત ઋતુ સિવાય મોટેભાગે ધ્યાનમાં ના આવનાર ખાખરાના ૧૦ થી ૧૫ ફૂટ ઊંચા વૃક્ષો પર સામાન્ય સંજોગોમાં તો કંઇ આકર્ષણ જણાતું નથી. ઊનાળામાં તેના રુક્ષ અને સૂકા પાંદડા ખરવાથી અને પવનથી એકબીજા સાથે ઘસાવાથી ઉત્પન્ન થતો ખડ-ખડ અવાજ જ તેના ખાખરા નામ માટે કારણભૂત છે. ખરેખરી શોભા તો તેની વસંતઋતુમાં જ જોવા મળે છે, જ્યારે તેના પર સૂડાની ચાંચના આકારના કેસરી-રક્ત વર્ણના પુષ્પો આવે છે. કેસૂડાથી શોભાયમાન ખાખરાના વનમાં કોઇપણ આકર્ષાયા વિના રહેતું નથી. આ કેસૂડાની સુંદરતા એટલી બધી હોય છે કે તેમાં સુગંધ છે કે નહિં તેની પણ કોઇને ખબર રહેતી નથી. સંસ્કૃતમાં પલાશ અને કિંશુક ના નામથી ઓળખાતા આ ખાખરાના વૃક્ષનું લેટિન નામ પણ તેના જેવું જ સુંદર છે. Butea Frondosa or Butea Monosperma.

ખાખરો એ અતિ પવિત્ર વૃક્ષ છે તેનું લાકડું યજ્ઞમાં સમીધ તરીકે વપરાય છે અને તેથી તો તેનું એક નામ સમિધોત્તમ અને બીજું એક યજ્ઞીય પણ છે. યજ્ઞોપવિત સંસ્કાર વખતે બાળક ખાખરાની લાકડી હાથમાં ધારણ કરે છે જેને દંડ કહેવાય છે અને તેથી તે દંડીયના નામથી પણ ઓળખાય છે.
આ ઉપરાંત તેનું મજબૂત લાકડું એ ઇમારતી કામ માટે વપરાય છે. ખાખરાનાં મોટાં-મોટાં પાન પતરાળાં અને પડીયાં બનાવવામાં વપરાય છે. 
ખાખરા ના આમ તો તમામ અંગ એ ઔષધિય ગુણોથી ભરપૂર છે…
ગુણ દોષ – 
ખાખરો સ્વાદે તૂરો, તીખો અને કડવો છે પલાશતે ઉષ્ણ છે અને પચવામાં તે તીખો છે (કટુ વિપાકી). તેથી તે કફ અને વાયુનો દોષનો નાશ કરનાર છે. તેના અન્ય ગુણો માં તે દીપન કરનાર, સારક, મૂત્રલ, પૌષ્ટિક, સ્તંભક, સંધાનક, સ્નિગ્ધ, વૃષ્ય છે. તે કુષ્ઠ (ચામડીના રોગો), ગોળો, કૃમિ, ઉદરરોગ, વ્રણ, અર્શ (મસા), ગ્રહણી, પ્રમેહ (ડાયાબીટીસ), આંખના રોગો મટાડનાર અને રસાયન કર્મ કરનાર છે.
ખાખરાનાં કોમળ પત્ર વાતઘ્ન અને કૃમિઘ્ન છે. તેન ફૂલ લઘુ, રુક્ષ, કટુ વિપાકી અને કફવાતઘ્ન છે. તે કૃમિ, અર્શ, પ્રમેહ, કોઢ, ખંજવાલ, ગોળો, પેટના રોગો, રક્તપિત્ત, અને પેશાબનો અટકાવ મટાડે છે.


ખાખરાનાં બી એટલે કે પલાશપાઅડો અથવા પલાશબીજ એ સ્વાદમામ કડવા, તીખાં અને તૂરાં છે. ગુણમાં લઘુ,ઉષ્ણ, રેચક, કફઘ્ન, શુક્રશોધક અને વેદનાકર છે, તે ખસ, ખંજવાળ, દાદર વગેરે ચામડીનાં રોગો ઉપરાંત કૃમિ, શૂળ, અર્શ, પ્રમેહ, વાતર્ક્ત, તૄષા, દાહ વગેરે રોગોને મટાડે છે. પલાશબીજમાંથી નિકળતું તેલ મધુર-કષાય અને કફપિત્તનો નાશ કરનાર છે. તેનો ગુંદર એ સ્તંભન કરનાર છે અને તે ગ્રાહી છે. ખાખરાનું થડ રસાયન પ્રયોગ માટે ખાસ ઉપયોગી છે. 
ખાખરાના અલગ-અલગ પ્રકારમાં સફેદ મૂળ વાળો ખાખરો શ્રેષ્ઠ મનાય છે. કારણ કે તેમાં પ્રભાવકારી ગુણો રહેલા છે. ઉપરાંત તે બુદ્ધિ વર્ધક અને ઉત્તેજક પણ છે.
ઔષધિય ઉપયોગો –


૧. ગ્રહણી – ખાખરાના મૂળની છાલનો ઉકાળો કરીને તેને સવાર-સાંજ લાંબો સમય લેવાથી સંગ્રહણી માં ખૂબ ફાયદો થાય છે.
૨. અતિસાર – પલાશબીજનો ઉકાળો કરીને એક કપ જેટલો ઉકાળો બકરીના દૂધની સાથે દિવસમાં ત્રણ વખત નિયમિત લેવાથી ઝાડા મટે છે અને ખોરાકમાં બકરીનું દૂધ અને ભાત જ લેવાં.

૩. હરસ-મસા – ખાખરો એ અર્શોહર છે. મસાની તકલીફમાં ખાખરાની રાખને ત્રિકટુ (સૂંઠ-મરી-પીપર) ના કલ્ક સાથે ઘીમાં પકાવીને તેનો ખોરાકમાં ઉપયોગ કરવો તેનાથી મસામાં સારો ફાયદો થાય છે અને લાંબા ગાળાના પ્રયોગથી તે જડમૂળથી મટે છે.

૪. રક્તગુલમ – સ્ત્રીઓને ગર્ભાશયમાં થતી ગાંઠમાં ઉપર મુજબનું ઘી સવાર સાંજ ૨૦-૨૦ ગ્રામ નિયમિત લેવું.
૫. ચામડીના રોગો – (૧) ખસ, ખરજવું,. દરાજ, ખંજવાળ, સોરાયસીસ, કોઢ વગેરે તેમજ અન્ય તમામ ચામડીના રોગોમાં ખાખરાનું મોટું મૂળ ખૂલ્લુ કરીને તેમાં એક મોટો ચીરો પાડવો અને નીચે એક વાસણ મૂકવું. આજુબાજું અડાયા છાણાંથી તાપ કરવો અને તે તાપની ગરમીથી ધીમે-ધીમે તેમાંથી પ્રવાહી બહારની તરફ સ્ત્રવવા લાગશે અને પાત્રમાં ભેગું થશે . આ એકત્ર થયેલ પ્રવાહીનો ચામડીના રોગો માં બાહ્ય લગાવવા માટે વાપરવું અને તે સવાર સાંજ એક એક ચમચી પીવા માટે પણ વાપરવું. (૨) ખાખરાના બીજને લીંબુ ના રસમાં પીસીને ચામડીના રોગ પર લેપ કરવો અને ખાસ કરીને ખંજવાળ વધારે આવતી હોય ત્યારે તે ખૂબ સારું પરિણામ આપે છે. (૩) કેસૂડાં ને ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ રાહત મળે છે.


૬. નેત્રરોગ – (૧) પિત્તને કારણે આંખો આવી હોય ત્યારે કેસૂડાનો રસ મધ સાથે આંજવો અને તેના રસને ઉકાળીને પેસ્ટ જેવું થઇ જાય પછી આંખના પોપચાનાં ભાગ પર તેનો લેપ કરવો. (૨) આંખોમાં ચીપડા વધારે થતાં હોય ત્યારે અને તેને કારણે આંખ ચોંટી જતી હોય ત્યારે કાંસાના વાસણમાં થોડું દહીં લૈને તેમાં ખાખરાનાં પાનનું ડીંટું ઘસીને અંજન કરવું. (૩) ફુલું – કરંજના બીજને કેસૂંડાના રસની ભાવના આપી તેની વાટ બનાવીને અંજન કરવું.

૭. કૄમિ – (૧) બી નો કલક મધમાં ચાટવો.(૨)બી શેકી ને ઘીમાં ચટાડવું.
૮. રક્તપિત્ત – ખાખરાના પંચાંગમાં પકાવેલ ઘી ને નિયમિત સાકર સાથે નિયમિત સવાર સાંજ આપવું.

૯. પથરી – પલાશક્ષાર ૧-૧ ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવો.

૧૦. અતિસાર – ઝાડા - કેસૂડાને છાશમાં પીસીને ૧-૧ ચમચી દર કલાકે આપવા.


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - www.facebook.com/atharvaherbalclinic

Twitter - www.twitter.com/atharvaherbal

Instagram - www.instagram.com/atharvaherbalclinic

Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

Online Appointment http://bit.ly/2K5uJL6


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Hits: 10308

મુલાકાતો

Users
18252
Articles
45
Articles View Hits
213028

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs