• Register
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

110 questions

122 answers

3,764 users

ગેસ નો ભયંકર પ્રોબ્લેમ

સર મને 16 વરસ થી ગેસ નો પ્રોબ્લેમ છે મારી ઉંમર 75 છે 3 વાર ફુલ એન્ડોસ્કોપી કરાવી છે મુંબઈ ના મોટાં માં મોટા 4 ડોક્ટરો ને બતાવ્યુ છે gastritis અને GERD નું ડાયગનોસીસ થયું છે રોજ સવારથી જ ગેસ ચાલુ થઈ જાય છે જમ્યા બાદ પેટ એકદમ ભારે થઈ જાય છે ઓડકાર સતત આવ્યા જ કરે છે પેટ માં આફરો ચડે છે જોર જોર થી સ્વાસ લેવો પડે છે ખાવામાં એકદમ નિયમિત છું ત્રિફળા લવ છું તો પણ પેટ કોઈવાર સાફ આવે તો કોઈવાર કબજિયાત થઇ જાય પેટ નો ડાબી બાજુ નો ભાગ જમણી બાજુ  કરતા વઘારે ઉપસેલો છે અને સોનોગ્રાફી કરાવી તો ગેસ નું કારણ બતાવે છે હોમીયોપેથી અને આયુર્વેદિક પણ ટ્રીટમેન્ટ લીધી પણ કંઈ ફરક પડ્યો નહીં હાઇટ્સ હર્નિયા નો થોડો પ્રોબ્લેમ છે કોઈ કોઈ વાર સૂતી વખતેજ ખાવાનુ ઉપર આવે છે બે થી ત્રણ લાખ રૂપિયા બરબાદ કર્યા છે કાઈ જ ફરક પડતો નથી  એન્ડોસ્કોપી માં કોઈ પણ જાતનું અલ્સર કે કૅન્સર નથી આવ્યું  પેટમાં જમણી બાજુ નીચે થોડો થોડો દુખાવો રહે છે digestion બિલકુલ નથી થતું સવાર નું ખાધેલું રાત્રે પચે છે જિંદગી થી કંટાળી ગયો છું આંખ માં જરાક જામર છે દિવ્ય ઉદરામૃત વટી લવ છું  બીપી ની ગોળી લવ છું please મારા ઇમેઇલ પાર ઉપાય બતાવજો આભાર

asked Sep 24, 2018 in એસિડીટી by Kukadia kanaiyalal
edited May 26, 2019 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

જવાબ –

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા જાણી,

          આયુર્વેદ ના દ્રષ્ટિકોણથી આ પ્રકારની જકલીફ એ અગ્નિમાંદ્ય બાદ ઊભી થયેલી અજીર્ણની સ્થિતિ છે અને તેના કારણે પાચન ન થયેલા ખોરાકમાંથી ઉત્પન્ન થતો ગેસ એ ઉપરની બાજુએ ગતિ કરે છે આને અલસક/વિષ્બ્ધાજીર્ણ પણ કહી શકાય.

          આયુર્વેદિક દવાઓ લાંબા સમય સુધી લેવામાં આવે તો જ આમાં 100% મટી જાય એવું તો નહિં જ પણ ઘણાં બધાં અંશે તેમાં ફાયદો જરુર થઇ શકે.

          આપના માટે તો ઉત્તમ સલાહ એ જ છે કે નજીકમાં કોઇ આયુર્વેદિક ક્લિનિકમાં રેગ્યુલર ચેકઅપ સાથે સારવાર કરાવો. કારણ કે આમાં વારંવાર દવા બદલતા રહીને આગળ વધતાં જવું પડશે. આપ ચાહો તો અમારે ત્યાંથી પણ દવા શરૂ કરી શકો છો. તેના માટે એકાદવાર રૂબરૂ આવી શકો તે ઇચ્છનીય છે. તે પછી થી કુરિયર દ્વારા પણ દવા મંગાવીને સારવાર પ્રાપ્ત કરી શકો. થોડી ધીરજ રાખીને લાંબા ગાળા સુધી સારવાર લેવી જરુરી છે આવી માનસિક તૈયારી સાથે જ સારવાર કરવી જોઇએ.

નીચે પ્રમાણે ના ઔષધો આપ બે મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. ચિત્રકાદી વતી બે ગોળી બે વાર જમ્યા પછી.

૨. અવિપત્તિકર ટેબલેટ બે ગોળી બે વાર

૩. શિવાક્ષાર પાચન ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.

૪. પ્રવાલ પંચામૃત ટેબલેટ એક ગોળી બે વાર

૫. અભયારિષ્ટ ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર જમ્યા પછી

સવારે ઊઠીને ચાલવાનું અને હળવી કસરતો કરવી.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો.

બેકરીની વસ્તુઓ ન લેવી

જમ્યા પછી નિયમિત પાતળી છાશ પીવી

વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.

૧. વિરેચન કર્મ

૨. બસ્તિકર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered May 26, 2019 by admin

Related questions

1 answer 43 views
43 views asked Jan 31 in પેટનાં રોગો by Krishna Patil
1 answer 1,142 views
1,142 views asked Sep 15, 2015 in પેટનાં રોગો by Deep
1 answer 83 views
83 views asked Nov 1, 2019 in કબજિયાત by Kirit gohil
1 answer 1,687 views
1,687 views asked Dec 28, 2012 in કબજિયાત by annonymus
1 answer 1,256 views
1 answer 5,301 views
5,301 views asked Jul 13, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 1,084 views
1,084 views asked Mar 30, 2016 in સેક્સ સમસ્યા by Akkiroy
1 answer 19 views
19 views asked Feb 18 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 627 views
627 views asked Sep 14, 2017 in જાતિય શિક્ષણ by khushbushah
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...