વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

125 questions

135 answers

4,203 users

મારુ લિંગ 5.3 ઇંચ છે. પણ હસ્તમૈથુન વખતે લિંગ ઉપર ની ચામડી ઊતરતી નથી...

મારુ લિંગ 5.3 ઇંચ છે. પણ હસ્તમૈથુન વખતે લિંગ ઉપર ની ચામડી ઊતરતી નથી.. એટલે વીર્ય જલ્દી પડી જાય છે. તો કોઈ આયુર્વેદીક ઉપાય બતાવો. અથવા ઓપરેશન હોય તો તે કેટલું ખર્ચાળ થાય ?

વીર્ય સ્ત્રાવ જલ્દી ના થાય એવું કંઈક ઉપાય બતાવો...
asked Oct 10, 2017 in જાતિય મૂંઝવણ by rahul159
recategorized Apr 1 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

1. અપરણિત છો તે આપના પ્રશ્નો ઉપરથી સમજી શકાય છે. આપના લિંગની જે સાઈઝ આપે બતાવી છે તે બાબતે આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે જરૂર કરતાં પણ વધારે છે.
2. આપને એવી સમસ્યા છે કે જ્યારે પણ હસ્તમૈથુન કરો છો ત્યારે આપના લિંગ ઉપર ની ચામડી નીચે ઉતારવી જોઈએ તે નીચે ઊતરતી નથી.
3. હસ્તમૈથુન કે સેક્સ સમયે લિંગ ઉપર ની ચામડી નીચે ન ઉતરે તેવા સંજોગોમાં સુન્નત નું ઓપરેશન એટલે કે circumcision કરાવીને આ સમસ્યાને દૂર કરી શકાય છે.
4. circumcision નું ઓપરેશન એ તમારા નજીકના અથવા તો જાણીતા જનરલ સર્જન પાસે કરાવવાનું રહેશે. જેનો ખર્ચો જે તે ડોક્ટર જ તમને કહી શકે.
5. એકવાર આ ઓપરેશન થઈ જાય પછી શીઘ્ર સ્ખલનની અથવા તો વીર્યસ્ત્રાવ વહેલા થવાની જે આપની સમસ્યા છે તેના માટે વિચાર કરી શકાય. ત્યાં સુધી તેના માટે કોઈપણ પ્રકારની દવા કરવી તે નકામી પડશે.
6. શીઘ્રસ્ખલન થવું તે લગ્ન પહેલાં બહુ જ સામાન્ય બાબત છે અને તે વારે ઘડીએ હસ્તમૈથુનની આદતને કારણે પણ સમસ્યા ઉદભવી શકે છે. આ સંજોગોમાં હસ્તમૈથુન ની માત્રા બિલકુલ ઓછી કરી દઈને સાથે સાથે દૂધ ઘી સૂકોમેવો જેવા સારા પૌષ્ટિક ખોરાક વધારવા આવશ્યક છે.
7. લગ્ન થવાના હોય તે પહેલા ચારથી પાંચ મહિના અગાઉથી જ આ બાબતે સારવાર શરૂ કરવી એ સલાહ ભર્યું છે. કારણ કે જો એ પહેલા પણ સારવાર શરૂ કરવામાં આવે તો પણ તમારે લગ્ન પહેલા એકવાર સારવાર લેવી આવશ્યક બની રહે છે.
8. આપને વીર્યસ્ત્રાવ વહેલો થવાની જે સમસ્યા છે,તેમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. આપણા અત્યારના સમયના બહારના નાસ્તા અને પોષણ વગરના ખોરાકના કારણે પણ શુક્ર ધાતુ નબળી પડવાના કારણે આ વસ્તુ થઈ શકે છે. દવાઓ દ્વારા તેની પૂર્તિ કરીને તમે તમારું લગ્નજીવન સુખમય અને આનંદ રૂપ માણી શકો તેના માટે સારામાં સારી આયુર્વેદિક દવાઓ છે.
9. સારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ દવા કરવા માટે વિનંતી.કોઈપણ પ્રકારની જાહેરાતો કે મેડીકલમાં કાઉન્ટર પર મળતી રહેલી દવાઓ લઈને પૈસા બગાડવા સિવાય કંઈ મળવાનું નથી.

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered Apr 1 by admin

Related questions

1 answer 513 views
513 views asked Aug 31, 2016 in પુરુષ સેક્સ સમસ્યા by Jagdish Parmar
1 answer 2,128 views
2,128 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 427 views
427 views asked Apr 28, 2015 in જાતિય મૂંઝવણ by nk1506
1 answer 1,431 views
1,431 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 385 views
385 views asked Mar 30, 2016 in જાતિય મૂંઝવણ by Akkiroy
1 answer 4,480 views
4,480 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 670 views
670 views asked Sep 14, 2017 in જાતિય શિક્ષણ by khushbushah
1 answer 1,864 views
1,864 views asked Jul 19, 2016 in જાતિય મૂંઝવણ by ar khan pathan
1 answer 319 views
319 views asked Jul 6, 2016 in પુરુષ સેક્સ સમસ્યા by Ravi patel
1 answer 2,620 views
2,620 views asked Apr 3, 2013 in જાતિય મૂંઝવણ by vaibhavmalaviya
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...