• Register
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

111 questions

122 answers

3,385 users

ઢીંચણમાં દુઃખાવો, કબજિયાત, ઘડપણ…

મારી ઉંમર ૮૫ વર્ષ છે. ઉંમરના પ્રમાણમાં નીચે મુજબની તકલીફો રહે છે. તેના માટે યોગ્ય આયુર્વેદિક સારવાર બતાવશો.

(૧) ઢીંચણનો વા છે બન્ને ઘૂંટણના સાંધામાં સખત દુઃખાવો થાય છે અને કમરનો દુઃખાવો પણ થવાને કારણે ઊભું રહેવાતું નથી.

(૨) સવારે કે બપોરે સૂઈને ઉઠ્યા બાદ એકદમ ઊભા થવા જઇએ તો ચક્કર જેવું લાગે છે.

(૩) વર્ષોથી કબજિયાત રહે છે અને ખોરાક પ્રત્યે અરુચિ રહ્યા કરે છે. ઘરનું ખાવાને બદલે બજારના ફરસાણ ખાવાનું મન થયા કરે છે. તો આનાં માટે શું કરી શકાય તે વિગતવાર બતાવશો..

asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
retagged Jan 21, 2013 by admin
Q 32 A 0 C 1
    

1 Answer

નમસ્તે !!

આપને જે જે પણ પ્રશ્નો છે તેનું મુખ્ય કારણ એ આપની ઉંમર છે અને આવા સજોગોમાં સંપૂર્ણ મટાડવાનું તો શક્ય જ નથી પણ તેમાં આયુર્વેદની દવાઓ આપને ખૂબ જ લાભદાયી નિવડી શકે છે.

આપની તમામ સમસ્યા એ વૃદ્ધાવસ્થા જન્ય છે.

સાંધાનો વા અને સાંધાનો ઘસારો હોવો એ બહુ સામાન્ય બાબત છે. આખી જિંદગી જે શરીર પાસેથી કામ લીધું તે હવે થોડું ઘસાય તો ખરું જ ને .. તેના માટે સારવાર આપને સૂચવું જ છું પણ સાથે સાથે તેલની નિયમિત માલિશ કરવાથી તેમાં ઘસારો થતો ઓછો થવાથી ફાયદો જણાય છે. અન્ય કોઇ જેલ – ટ્યૂબ ન વાપરતાં નીચે જણાવેલ તેલ વાપરવાનો આગ્રહ રાખશો.

આયુર્વેદિક પડીકીના નામે સ્ટીરોઈડ્સ ભૂલમાં ન લેવાઇ જાય તેનો ખ્યાલ રાખશો.

નીચેની દવા શરૂ કરશો….

૧. અજમોદાદી ટેબલેટ ૨ ગોળી બે વાર

૨. વાતારિ ગુગળ ૨ ગોળી બે વાર

૩. યોગરાજ ગુગલ ૨ ગોળી બે વાર

૪. મહારાસ્નાદિ કાઢા ૧૦ મિલિ બે વાર

૫. બૃહદ સૈંધવાદિ તૈલ તથા પંચગુણ તેલ સરખા ભાગે લઇને સવાર સાંજ બે વાર માલિશ કરવું.

૬. અશ્વગંધારિષ્ટ ૧૦ મિલિ બે વાર જમ્યા પછી.

૭. દિવેલ માં શેકેલી હરડેનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલું રોજ રાત્રે સૂતી વખતે લેવું.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Dec 31, 2012 by admin
edited Apr 11, 2018 by admin

Related questions

1 answer 787 views
787 views asked Dec 28, 2012 in સાંધાના રોગો by annonymus
1 answer 336 views
336 views asked Sep 19, 2013 in આયુર્વેદ by keyur shah
1 answer 26,392 views
26,392 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...