વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

135 questions

135 answers

4,504 users

સેક્સ દરમિયાન કોઈપણ જાતની ફીલિંગ આવતી નથી. Sex darmiyan koi pn jaat ni feelings nai thavi

નમસ્તે સાહેબ

છ મહિના પહેલા મારી સગાઈ થઈ છે અને ત્રણ મહિનાથી હું મારા મંગેતર સાથે શારીરિક સંબંધ થી જોડાયેલ છું.
અત્યાર સુધી અમે માત્ર ઓરલ સેકસ દ્વારા આનંદ માણતા હતા પણ પહેલીવાર જ્યારે સંભોગ કરવા પ્રયત્ન કર્યો ત્યારે તેને ખૂબ જ દુખાવો થયો અને લોહી પણ નીકળ્યું હતું.
ત્યાર પછી પણ અમે બે વાર સેક્સ કર્યું પણ તેને યોનિમાં અંદરથી કોઈપણ પ્રકારનો આનંદ કે ફિલિંગ આવતી નથી.
ઇન્દ્રિય અંદર દાખલ થવા છતાં પણ તેને તેના સ્પર્શનો કોઈ અનુભવ થતો નથી. આ બાબતે મેં જ્યારે તેને પૂછ્યું કે આવું કેમ થાય છે ત્યારે તેણે કહ્યું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી તે હસ્તમૈથુન કરે છે અને તેથી યોનીમાં શિશ્ન પ્રવેશ કરવાથી કે આંગળી નો પ્રવેશ કરવા છતાં તેને કોઈ અસર થતી નથી.
આવું થવું તે નોર્મલ છે કે કોઈ પ્રોબ્લેમ હોઈ શકે?
આના માટે ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે?
આનો ઉપાય કેવી રીતે થઈ શકે?
અમે જાતીય સમાગમ નો ખરેખર આનંદ મેળવી શકીશું?

Respected sir,

                    mara 6 month pella engagement thaya che. ane last 3 month thi hu mari fiance jode physicl relation ma chu. ame jya sudhi oral sex krta hata tya sudhi badhu brbr hatu pn jyare first time ame sambhog kryo tyare ane ghanu pain thau ane blod pn nikdu hatu. pn tyar pachi me 2 var sek kru ani jode but ane yoni ma koi feelings j nathi thati. shisna andr jay te pn ane khbr nathi padti..mane navai lagta me ane puchu to ane mane kidhu k last 2 3 year thi a finguring ni on tene koi asar nathi thati...means yoni ni jagya a angdi nakhva thi k pachi shisna na pravesh krva thi pn tene tya koi asar j nathi thati...to avu thavu normal che k koi problem hoi ske n doc ne consult krvu yogya raheshe.?
asked Jun 29, 2015 in જાતિય મૂંઝવણ by sunny
recategorized Feb 3 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની જાતીય મૂંઝવણ જાણી અને તેના માટે થોડી સ્પષ્ટતાઓ આવશ્યક છે.

જાતીય સમાગમ અને તેનો આનંદ આ બંને વાતો એકબીજા સાથે ખૂબ ગહન રીતે જોડાયેલી છે.

જેવી રીતે જમવામાં વિવિધ પ્રકારની વાનગીઓ હોવા છતાં દરેક વાનગી દરેક વ્યક્તિને ભાવતી હોવી જોઈએ આવું શક્ય નથી. આ ઉપરાંત દરેક સમયે ભાવતી વસ્તુ હોવા છતાં પણ ખાવામાં આનંદ આવે તેવું પણ જરૂરી નથી. અને ભાવતી વસ્તુ માટે નો આનંદ દરેક વખતે એક સરખો જ હોય તેવું પણ જરૂરી નથી. આવી જ રીતે સેક્સની બાબતમાં પણ સમજવું જોઈએ.

હજુ તમારા લગ્ન થયા નથી અને ત્યારે તમે સંભોગ માટે પ્રયત્ન કરો છો તે વખતે તમારી અને મારી ભાવિ પત્ની માનસિક અવસ્થા એક મૂંઝવણભરી હોય છે અને આવા સમયે સલાહ ભર્યું તો એ જ છે કે તમે કોઈપણ પ્રકારના જાતીય સમાગમ થી દુર રહીને લગ્ન થવાની રાહ જુઓ. તમને ફોરપ્લે અને ઓરલ સેક્સ દ્વારા જે આનંદ મળે છે તે હાલ માટે પૂરતો છે તેવું માન્ય રાખવું જોઈએ.

પુરુષોમાં જેમ હસ્તમૈથુન તે લગ્ન પહેલા ખૂબ જ સામાન્ય હોય છે તેમ સ્ત્રીઓમાં પણ ઘણા બધા પ્રમાણમાં હસ્તમૈથુન થતું હોય છે પરંતુ તે સ્વભાવગત કોઈને જણાવી શકતા નથી જોકે તેની જરૂર પણ નથી.

સેક્સ દરમિયાન યોની ની અંદર કોઈપણ પ્રકારની ફીલિંગ ન આવે તેના માટે બહુ જ ટેન્શન કરવાની જરૂર નથી. ઘણીવાર વધારે પડતા એક્સાઇટમેન્ટ અથવા તો સેક્સ માટેની ચોઇસ જોઈએ તે પ્રમાણમાં અને તે રીતે ન મળે તો તે ફીલિંગ ન પણ આવી શકે. તેના માટે નિયમિત રીતે પતિ પત્ની દ્વારા થતો સહવાસ, ધીમે ધીમે એકબીજાની પસંદગી-નાપસંદગી તેમજ સેક્સ માટેની ફીલિંગ નો આધાર જાણીને તેની આવડત કેળવી શકાય છે.

તેના માટે સાથે સતત રહેવામાં આવે તો આ બધી વસ્તુ શક્ય છે અને એટલા માટે લગ્ન પછી સેક્સ સંબંધ બાંધવામાં આવે તે સલાહ ભર્યું છે.

મોટાભાગના કપલ ની અંદર સંપૂર્ણ રીતે સેક્સનો આનંદ આવતા અને એકબીજાની પસંદગીને સમજતા બે-ત્રણ મહિનાથી લઈને એકાદ વરસનો પણ સમય લાગતું હોય છે.

સ્ત્રી શરીરમાં જાતીય સંવેદનાઓ માટે અલગ-અલગ પ્રકારના સંવેદના પોઇન્ટ આવેલા છે જેમાંથી દરેક વ્યક્તિને અલગ-અલગ જગ્યાનો સ્પર્શ, ચુંબન વગેરે ઉત્તેજિત કરતા હોય છે જે પતિએ શોધી કાઢીને તે દ્વારા પત્નીને જાતીય આનંદ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું જ પતિ માટે પત્ની દ્વારા પણ થવું આવશ્યક છે.

આપણે ત્યાં કામશાસ્ત્ર કે કામ કરવાનું સાચું જ્ઞાન ક્યાંય ન મળવાને કારણે પતિ-પત્ની બંને જાતીય સુખની ચરમસીમાનો આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. આના માટે કામશાસ્ત્ર નું શિક્ષણ અથવા તો લગ્ન પહેલા અને લગ્ન પછી સેક્સોલોજિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવીને યોગ્ય સલાહ સૂચન અને જ્ઞાન પ્રાપ્ત કરી સારી રીતે સેક્સનો આનંદ માણી શકાય છે.

 એટલું જ નહીં પણ આના દ્વારા તમારા લગ્નજીવનને લાંબા સમય સુધી આનંદિત રાખી શકાય છે સેક્સ થકી પતિ-પત્નીના સંબંધો પણ ખૂબ જ ગાઢ બને છે એટલું જ નહીં પણ આના થકી એકબીજા માટેનો પ્રેમ સંબંધ મજબૂત બનાવવાથી લગ્નજીવન અને કુટુંબ જીવન પણ આનંદમય રહે છે.

તેથી સેક્સ માટેનું યોગ્ય જ્ઞાન બંને જણાએ મેળવવું જોઈએ આના માટે પહેલાના જમાનામાં યોગ્ય રીતે વ્યવસ્થા થઈ હતી અને સ્ત્રી કે પુરુષ આના માટે સમજવા કે પૂછવા બાબતે કોઈપણ પ્રકારના શરમ કે સંકોચ રાખતા ન હતા જેથી તેમનું દાંપત્યજીવન સુખી હતું અને દાંપત્યજીવનને ખૂબ સારી રીતે માણતા હતા.

અત્યારે આપના માટે સલાહ છે કે,

1. હમણાં યોની પ્રવેશ દ્વારા સેક્સ માણવાનું સંપૂર્ણ ટાળવું જોઈએ

2. એકબીજા માટેનો પ્રેમ અને હું અને આકર્ષણ વધે તેઓ રોમેન્ટિક બનવાનો પ્રયત્ન રાખો

3. લગ્ન પછી તમે સહજમાં શારીરિક સંબંધો બાંધો અને ઉપર જણાવ્યા પ્રમાણે એકબીજાની જરૂરિયાતને સમજવાનો પ્રયત્ન કરો.

4. આપને બંનેને જો લાગતું હોય કે આ વિષયમાં વધારે સમજીએ તો સારું તો આપ બંને સાથે કાઉન્સેલિંગ માટે એપોઇન્ટમેન્ટ લઈને આવી શકો છો.

5. સેક્સ એજ્યુકેશન માટે ના અમારા વિવિધ કોર્સ વિશે માહિતી પ્રાપ્ત કરીને તમને જે યોગ્ય લાગે તે કોર્સ પસંદ કરી શકો છો.

6. આના માટે આપને કોઈ દવાની જરૂર જણાતી નથી.

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered Feb 3 by admin
selected Feb 3 by admin

Related questions

1 answer 13,448 views
13,448 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 2,150 views
2,150 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 38,866 views
38,866 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 1,007 views
1,007 views asked May 19, 2019 in જાતિય મૂંઝવણ by N_c
1 answer 27,896 views
27,896 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 4,987 views
4,987 views asked Mar 6, 2013 in જાતિય મૂંઝવણ by anonymous
1 answer 12,041 views
12,041 views asked Jun 29, 2015 in જાતિય મૂંઝવણ by needhelp4me
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...