નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
વજન ઘટાડાવા માટેની સચોટ સારવાર એ વ્યવસ્થિત રીતે ચેક-અપ વગેરે કરીને, વજન વધવાના કારણો વગેરે જાણીને અને ત્યારબાદ તેમાં યોગ્ય રીતે ઉપાય યોજવાથી ચોક્કસ પ્રમાણમાં જ વજન ઘટી શકે.
એક વાર વજન ઘટ્યા પછી જો તેમાં ધ્યાન રાખવામાં ન આવે તો ફરીથી ચોક્કસ વધી જ શકે.
આપણે ઘર સાફ કરીએ પછી પણ રોજે -રોજ જો સાફ કરતાં ન રહીએ તો તે ફરીથી બગડી જ જાય છે તે આપણો અનુભવ તો છે જ. એકવાર એવું સાફ કરી નાંખીએ કે ફરીથી ક્યારેય સાફ કરવું ન પડે તે જેવી રીતે શક્ય નથી તેવી રીતે એકવાર કોર્સ પૂરો કરી લઇએ અને ફરીથી તે વજન વધે જ નહીં એવું ત્યાં પણ શક્ય નથી.
હા, તમે ખોરાક, કસરત અને આલસ દૂર કરીને તેના માટે જો જાગૃત રહો તો ચોક્કસ વજન ઘટે જ છે.
અહીં વજન ઘટાડવા માટે સામાન્ય સ્વરૂપમાં વપરાતાં ઔષધ નો ઉલ્લેખ કરૂ છું, પણ તે છતાં તમે યોગ્ય તપાસ કરાવીને શરૂ કરો તો વધારે યોગ્ય રહેશે.
અહીં બતાવેલ પરેજી આપ ચોક્કસ પાળી શકો છો અને લાભ લઇ શકો છો.
સામાન્ય રૂપથી વપરાતાં ઔષધો..
૧. વિડંગાદી લોહ કેપ્સ્યૂલ ૨ કેપ. બે વાર
૨. દશાંગ ગુગળ બે ગૉળી બે વાર
૩. અગ્નિમંથ ટેબલેટ બે ગોળી બે વાર
૪. ત્રિફલા ગુગળ બે ગોળી બે વાર
પરેજી -
માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે.
આહાર -
• તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું.
• વાસી ખોરાક ન લેવો
• મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.
• અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.
• દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી
• દિવસે ન સૂવું.
• બહારનાં નાસ્તાથી દૂર રહેવું.
• મેદ એ જળમહાભૂત હોવાથી વધારે પ્રમાણમાં અને ફ્રીજનું પાણી પિવાથી શરીરમાં જળમહાભૂતની વૃદ્ધિ થાય છે તેથી તરસ લાગે તેટલું જ પાણી પીવું. સવારે નરણાં કોઠે માત્ર એક અંજલિ એટલે કે એ ખોબામાં સમાય તેટલું જ પાણી શરીર માટે હિતકારક છે. વધારે માત્રામાં પિવાયેલું પાણીને જઠરાગ્નિને મંદ કરે છે.
• દિવસે સુવાથી તેમજ સવારે મોડા ઉઠવાથી વજન વધે છે.
• સવારે નિયમિત કસરત કરવી ( પરસેવો પડે ત્યાં સુધી)
• તેલ, ઘી, ચીઝ, માખણ, પનીર વગેરેથી દૂર રહેવું. મિઠાઇ, ફ્રીજની વસ્તુઓ, શિખંડ વગેરેથી દૂર રહેવું.
• બાફેલા મગ સૌથી વધારે હિતકારી છે. નાસ્તામાં બાફેલા મગ, મમરા, ખાખરા, ધાણી, ફૂલકાં રોટલી વગેરે લઇ શકાય.
• મધનો પ્રયોગ = મધ ને લિંબુ કે ગરમપાણી સાથે ક્યારેય ન લેવાય. ચોખ્ખું મધ બે ચમચી સાદા માટલાના અર્ધા ગ્લાસ પાણીમાં મિક્સ કરીને રાત્રે મૂકી દેવું અને તે સવારે પી જવું અને તે જ રીતે સવારે મિક્સ કરીને મૂકેલ પાણી રાત્રે સૂતી વખતે પી જવું.
વિરુદ્ધ આહાર:
• વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું.
• દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.
• દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
1. વિરેચન કર્મ
2. બસ્તિકર્મ
3. ઉદ્વર્તન કર્મ
4. અભ્યંગ - સ્વેદન
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - 08.૦૦ થી 04.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram - Join our channels -
Facebook - http://bit.ly/fb_lifecare
Twitter - http://bit.ly/lifecare_twit
Instagram - http://bit.ly/atharva_insta
Pinterest - http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com