વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,863 users

છાતીની બન્ને બાજુમાં સ્તનથી સહેજ નીચેના ભાગમાં દુખાવો

નમસ્કાર સર,

                મારી પત્નિ ગર્ભવતી છે અને તેને આઠમો મહિનો ચાલી રહ્યો છે. તેને છાતીની બન્ને બાજુમાં સ્તનથી સહેજ નીચેના ભાગમાં દુખાવો થાય છે. પાંચમો મહિનો ચાલુ થયો ત્યારે ઓછો દુખાવો થતો હતો પરંતુ હવે વધુ દુખે છે. પરંતુ જો એ સિધી પથારી પર સિધી સુએ તો દુખાવો થતો નથી. ઘણીવાર આ દુખાવાથી બચવા તે ઝંડુ બામ લગાવે છે તો તેનાથી રાહત મળે છે. તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આ દુખાવાનું કારણ તેમજ શું ઉપાય કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી છે.

asked Nov 5, 2014 in સ્તનનાં રોગો by suryakant
edited Nov 6, 2014 by admin
Q 2 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે

આપના ગર્ભવતી પત્નિની આઠમાં મહિનાની ગર્ભાવસ્થા દરમ્યાન સામે આવેલ પ્રશ્ન અને તેની વિગતો જોતા નીચેની શકયતાઓ હોઇ શકે.

૧. માંસપેશીનુ દર્દ હોઇ શકે, કારણકે જે પ્રકારથી દુઃખાવો છે, જેમ કે સીધા પથારી પર સીધા સુવાથી દુઃખાવો ન થવો. બામ લગાવવાથી મળતી રાહત પણ તે મંસપેશીનું દર્દ હોવાનું એક નજરે કહી શકાય. આની પાછળ નું એક કારણ એવું પણ હોય છે કે આ સમયમાં સ્તનનો ખૂબ  જ વધારે વિકાસ થવાથી અને તે ભારે થઇ જવાની પરિસ્થિતિ પણ  હોય છે અને સામાન્ય રીતે આ મહિનામાં ગર્ભાવસ્થામાં બહેનો બ્રા પહેરવાનું પસંદ નથી કરતા. તેથી સ્તનના વજનથી પીઠ નો દુઃખાવો અને માંસપેશી નો દુઃખાવો થવાની શક્યતાઓ રહે છે. આના ઉપાય યોગ્ય રીતે કરીને સ્તન ને થોડો ટેકો આપવો અને બજારમાંથી પંચગુણ તેલ લાવીને તેનું હળવા હાથે માલિશ કરવું.

૨. ગેસ, એસિડિટી જેવી તકલીફ રહેતી હોય તો પણ આ પ્રશ્ન રહી શકે છે. તો જો તેવી કોઇ તકલીફ જણાય તો જરૂરથી વિગતો આપશો. તો તે પ્રમાણે આપને દવાઓ સૂચવી શકાય.

૩. સ્તનમાં કોઇ ગાંઠ કે અન્ય તકલીફ જણાય તો પણ દુઃખાવો હોઇ શકે. તો તેની ઘરે જ જાતે તપાસ કરી લેવી, જો કંઇ અજુગતુ જણાય તો ચોક્ક્સથી સંપર્ક કરશો.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


અહિં આપવામાં આવેલ જવાબ એ સામાન્ય રીતે બધાને ઉપયોગી થાય તે રીતે છે, આપ વધારે ઝીણવટ ભર્યો અને આપના ઇમેઇલ પર આપની તમામ માહિતી પ્રકાશિત ન થાય તે રીતે જો જવાબ માંગતા હો તો અમારી પેઈડ કન્સલ્ટીંગ માટે સંપર્ક કરો.. lifecareayurveda@gmail.com

અહિં આપેલી દવાઓ અથવા તો આપની તકલીફ અનુસાર અમારી જાતે બનાવેલી આયુર્વેદિક દવાઓ - શુદ્ધ અને અસરકારક સ્વરૂપમાં આપ આપના સરનામે મંગાવી શકો છો.  ફોન કરો અથવા ઇમેઇલ કરો..


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Nov 6, 2014 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 14,126 views
14,126 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 2,206 views
2,206 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 693 views
693 views asked Jun 17, 2013 in જાતિય મૂંઝવણ by abchubhai
1 answer 9,862 views
9,862 views asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
1 answer 1,792 views
1,792 views asked May 19, 2019 in જાતિય મૂંઝવણ by N_c
1 answer 42,810 views
42,810 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...