• Register
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

215 questions

99 answers

2,834 users

આયુર્વેદ પદ્ધતિની હેરડાઇ

નમસ્તે ! મને વાળ કાળા કરવા માટેની સલાહ જોઇએ છે. બજારમાં મળતી હેરડાઈ નુકશાનકારક ખરી? આયુર્વેદમાં આવી નિર્દોષ અને ઘેર કરી શકાય તેવી હેરડાઈ (કલપ) અંગેના પ્રયોગો હોય તો તે જણાવવા અંગે કૃપા કરશો. – હીના દવે, વલસાડ.

asked Sep 30, 2013 in વાળની સમસ્યા by annonymus
edited May 28, 2018 by admin
Q 36 A 0 C 1
    

1 Answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે

નમસ્તે !

આપનો પ્રશ્ન વાળના સૌંદર્ય અંગેનો છે. ખાસ કરીને વાળ અકાળે સફેદ થવાના સંદર્ભે છે. આજકાલ વાળ, ખરવાં, વાળ પાતળાં થવાં, વાળનો જથ્થો ઓછો થવો, વાળનાં છેડા ફાટવા તેમજ અકાળે ટાલ પડવી અને અકાળે વાળ સફેદ થવા, વાળ રુક્ષ – કોરા થવા અને ખાસ કરીને વાળને સ્ટ્રેટનીંગ કરાવ્યા પછી નાયલોનનાં વાયર જેવા થઇ જવા જેવી સમસ્યા ઉત્પન્ન થઇ છે.

  • આ માટે સૌ પ્રથમ કોઇ કારણ હોય તો તે વાળને ન મળનારું આંતર અને બાહ્ય પોષણ જવાબદાર છે.
  • જંકફૂડ ખાવા, વાસી ખોરાક ખાવો, મેંદાની અને બેકરીની વસ્તુઓ ખાવી, બજારનાં પોષણરહિત નાસ્તા ખાવા જેને કારણે વાળને પૂરૂં પોષણ મળતું નથી.
  • દૂધ, ફળો, સૂકોમેવો, લીલાશાકભાજી તો આજકાલ્ની યુવાપેઢીને ભાવતાં જ નથી તો પછી વાળ ને પોષણ ક્યાંથી મળે.
  • ફેશનના રવાડે ચડીને કોરા વાળ રાખવાં, તેલ ન નાંખવું, તેલ નાંખવું તો સારી ક્વોલીટીનું ન નાંખતા બજારમાં આવનારી લોભામણી અને આકર્ષક જાહેરાતો જોઇને ગમે તેવા હાનિકારક કેમિકલ વાળાં તેલ વાપરવાં વગેરે વાળને નુકશાનકારક જ છે.
  • સૂંવાળા વાળ દેખાડવાની લ્હાયમાં હાનિકારક કેમિકલવાળાં શેમ્પૂથી વાળ ધોવાં. કેમિકલવાળાં કંડિશ્નર વાપરવાં, જેના કારણે વાળ ખરાબ થાય છે.
  • આ ઉપરના કારણોની સાથે-સાથે ઉજાગરાં, ગુસ્સો કરવો, ટેન્શન, અભ્યાસ કે નોકરીમાં ટાર્ગેટ પૂરો કરવાનો માનસિક તણાવ એ વાળને અકાળે સફેદ કરી નાંખે છે.
  • બજારમાં મળતી હેરડાઈ નુકશાનકારક તો ખરી જ. કારણકે તે જેટલી ઝડપથી વાળને કાળાં કરી દે છે તેટલા ઝડપથી વાળ કેમિકલ ડાઇ વગર કાળાં થાય જ નહિં. અને આજકાલ તો હર્બલ હેરપેક ના નામે થોડું કેમિકલ ભેળવેલા પેકનું બહું મોટું માર્કેટ છે. પણ હર્બલનાં નામે વેચાતા પેકથી સરવાળે નુકશાન જ થાય છે.
  • આયુર્વેદમાં હેરડાઈ વિષે ઘણું સાહિત્ય મળી આવે છે. આપણાં ચરક – સુશ્રુતાદિ સંહિતાઓ તેમજ અષ્ટાંગહ્રદય ભાવપ્રકાશ, ચક્રદત્ત આદિ ગ્રંન્થોમાં ઘણા પ્રયોગો છે. તેમાંનાં નમૂનાનાં બે-ચાર આ પ્રમાણે છે.

૧. લોખંડનો ભૂકો, ભાંગરો, ત્રિફળા, કાળી માટી અથવા હીરાકસી ) એ બધાને એક મહિના સુધી શેરડીના રસમાં રાખી મૂકીને પછી તેનો માથે કલપ કરવો.

૨. હરડે, બહેડાં, આમળાં, નીલિનીપત્ર (ગળી) લોહચૂર્ણ અને ભાંગરો આ છ વસ્તુના ચૂર્ણને ઘેંટાના મૂત્ર સાથે બરાબર પીસીને (ઘૂંટીને) વાળ પર લેપ કરવો.

૩. લોખંડનો જૂનો ભૂકો (કાટ) આમળાં અને જાસૂદનાં ફૂલને એકઠાં કરી રાત્રે વાળ ઉપર લેપ કરવો.

પણ આ નિયમિત અઠવાડીયે એક કે બે વાર પ્રયોગ કરતાં રહેવો. ઓછામાં ઓછાં 6 મહિના તો આનો પ્રયોગ કરવાનો જ છે અને જરુર પડ્યે વધારે નિયમિત રીતે કરી શકાય.

આપને આ બધી કડાકૂટમાં ન પડવું હોય તો અમારે ત્યાં તૈયાર હેરપેક મળશે. જેને આપ ખાટી છાશમાં પલાળીને અઠવાડિયામાં એક કે બે વાર પ્રયોગ કરી શકો છો.

જે દિવસે આ પેક નાંખો તે દિવસે શેમ્પુ ન વાપરીને બ્લેક હેર ઓઇલ નાંખવુ અને બીજા દિવસે આયુર્વેદિક શેમ્પૂથી વાળ ધોવા. એકાંતરે દિવસે બ્લેક હેર ઓઇલ નો નિત્ય ઉપયોગ કરવો.

નોંધ – પહેલા જ વખતથી વાળમાં કાળો કલર આવવા નહિં લાગે પણ ધીમે-ધીમે તેમાં કલર આવવા લાગશે.


આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.

૧. નસ્ય કર્મ

૨. શિરોધારા કર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ


નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/atharvaherbalclinic

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered May 28, 2018 by admin

Related questions

1 answer 4,088 views
4,088 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 3,254 views
3,254 views asked Dec 28, 2012 in વાળની સમસ્યા by annonymus
1 answer 715 views
715 views asked Dec 28, 2012 in સાંધાના રોગો by annonymus
1 answer 4,133 views
4,133 views asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 292 views
292 views asked Sep 19, 2013 in આયુર્વેદ by keyur shah
1 answer 1,533 views
1,533 views asked Feb 16, 2018 in જાતિય મૂંઝવણ by sanjaysavaliya1991
1 answer 366 views
366 views asked Sep 26, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
1 answer 1,715 views
1,715 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 3,539 views
3,539 views asked Jul 22, 2013 in વંધ્યત્વ by tejal patel
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...