• Register
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

213 questions

99 answers

2,542 users

કડવો રસ આપણને શું ઊપયોગી બની શકે ? તેનાથી શું ફાયદા થઈ શકે?

નમસ્તે સર

લોકોને કટુ (કડવું) ગમતું નથી અને તેના વિષે તેઓ અજાણ છે તો કટુ-પૌષ્ટિક શું છે ? કોણ લઇ શકે ? તેના ફાયદા નુકશાન વગેરે જણાવશો તો વધુ સારું.
asked Sep 30, 2013 in આયુર્વેદ by annonymus
edited Sep 19, 2016 by admin
Q 36 A 0 C 1
    

1 Answer

 
Best answer

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપે પુછ્યુ છે કે કડવો રસ આપણને શું ઉપયોગી બની શકે? તેનાથી શું ફાયદા થઈ શકે?
સામાન્ય વ્યવહારમાં જોઈએ તો કડવો સ્વાદ એ કોઈને પણ ન ગમનારો છે. આયુર્વેદ પણ કડવા રસ માટે કહે છે કે તે કોઈને ગમતો નથી, એટલે કે અરુચિકર છે. તે છતા આપણે બાળકોને કડવાણી કે કડવાશ આપવાનો હંમેશા આગ્રહ રાખતા હોઈએ છે. તેવી રીતે જે બિમાર હોય તે બધા લોકોએ કડવા સ્વાદવાળી દવા લેવી એવું હંમેશા આપણે  સમજતા હોઈએ છે. 
પરંતુ દરેક સ્વસ્થ માણસે સ્વસ્થ રહેવા માટે આયુર્વેદે બતાવ્યા પ્રમાણે છ પ્રકારના સ્વાદ, તીખો, ખાટો, ખારો, કડવો, મીઠો, તૂરો તે બધાનું સેવન કરવું જોઈએ. 
દરેક સ્વસ્થ વ્યકિત એ કડવા દ્રવ્યોનું સેવન કરી શકે. પરંતુ પિત્ત પ્રકૃતિવાળા, કફપિત્તના રોગોવાળા, ડાયાબિટિશ, તાવ, કૃમિ, લોહીનો બગાડ, એસિડિટી, બળતરાં આ બધા રોગોમાં કડવો રસ ખૂબ જ લાભદાયી નિવડે છે. શરદઋતુ અને ગ્રીષ્મઋતુ એટલે કે ઉનાળાની ઋતુમાં પણ કડવો રસ લેવામાં આવે તો તે લોહીની અંદરની ગરમીને ઓછી કરે છે, કફમાં પણ ફાયદો કરે છે. પાચનમાં સુધારો કરે છે. શરીરમાં સ્ફૂર્તિ રહે છે.
કડવો રસ એ વધારે પ્રમાણમાં ન લેવો જોઈએ. કારણકે તેનો એક ગુણ શરીરને કૃશ કરનારો એટલે શરીરનું વજન ઘટાડવાવાળો છે. સાથે સાથે જાતિય શકિત પણ ઘટાડે છે. તેનાથી ઉંઘ પણ ઘટે છે. કડવા સ્વાદવાળા અલગ-અલગ ઔષધો અથવા દ્ર્વ્યોમાં ગળો એટલે કે ગુડુચી તે એક અપવાદ છે. કે જે કડવી હોવા છતાં પણ પૌષ્ટિક છે જેથી તેને કટુ પૌષ્ટિક કહેવામાં આવે છે. તે ગમે તેટલી લેવામાં આવે તો પણ નુકશાન કરતી નથી. તેથી કડવા રસમાં કાયમી ઉપયોગ કરવાનો હોય અથવા તો એવી ઈચ્છા હોય તો હંમેશા ગળો લેવાનુ યાદ રાખવું જોઈએ.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Sep 19, 2016 by admin
edited Apr 11, 2018 by admin

Related questions

1 answer 887 views
887 views asked Mar 21, 2016 in સેક્સ સમસ્યા by Hardevsinh
1 answer 357 views
357 views asked Sep 26, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
1 answer 3,675 views
3,675 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 481 views
481 views asked Sep 30, 2013 in વાળની સમસ્યા by annonymus
1 answer 3,191 views
3,191 views asked Dec 28, 2012 in વાળની સમસ્યા by annonymus
1 answer 701 views
701 views asked Dec 28, 2012 in સાંધાના રોગો by annonymus
1 answer 4,007 views
4,007 views asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 277 views
277 views asked Sep 19, 2013 in આયુર્વેદ by keyur shah
1 answer 1,199 views
1,199 views asked Feb 16, 2018 in જાતિય મૂંઝવણ by sanjaysavaliya1991
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...