Frequently Asked Questions - સુવર્ણપ્રાશન સંસ્કાર

FAQs - સુવર્ણપ્રાશન સંસ્કાર

સુવર્ણપ્રાશન સંસ્કાર અંગેના વારંવાર પૂછાતા પ્રશ્નો..

આયુર્વેદે વર્ણવેલ સુવર્ણપ્રાશન સંસ્કાર મુજબ તો બાળકના જન્મ પછી તરત જ થી શરૂ કરી શકાય. અને ત્યારબાદ બાર વર્ષની ઉંમર સુધી ગમે ત્યારે શરૂ કરી શકાય. 

સામાન્ય સંજોગોમાં - અર્થાત્ નોર્મલ ડીલીવરી થઇ હોય અથવા તો બાળક જન્મ બાદ એકદમ સ્વસ્થ હોય તો બે-ત્રણ કલાક બાદ શરૂ કરી શકાય. અને જો જન્મ બાદ બાળક એટલું સ્વસ્થ ન જણાય તો બધી જ માહિતી અમને (વૈદ્ય નિકુલ પટેલ) ને ફોન અથવા ઇમેઇલ દ્વારા જણાવી ને સલાહ મુજબ શરૂ કરવું જોઇએ.

સુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા

સુવર્ણપ્રાશનના આયુર્વેદના વિચાર મુજબ તેને બાર વર્ષ સુધીની ઉંમર સુધીમાં ગમે ત્યારે શરૂ કરી શકાય અને ખાસ કરીને યાદશક્તિ વધારવાના ફાયદા માટે આ બાર વર્ષ સુધી ફાયદાકારક છે અને ત્યારબાદ અન્ય ઔષધોથી યાદશક્તિને વધારી શકાય છે.

રોયલ સુવર્ણપ્રાશન માં ઔષધીય વનસ્પતિ, ઘી, મધ, શુદ્ધ સુવર્ણ અને તેની ભસ્મ નો સમાવેશ થાય છે. જે ખૂબ જ કાળજી પૂર્વક બનાવવામાં આવે છે. અને ખાસ કરીને તે તેની પદ્ધતિ પ્રમાણે પુષ્યનક્ષત્રમાં જ અને અમારી નજર સામે જ બનતું હોઇ કોઇપણ પ્રકારની તકલીફ થવાની શક્યતા રહેતી નથી. અને એટલું જ નહીં પણ તે તાજાં જ જન્મેલા બાળકને પણ તરત જ શરૂ કરાવી શકાય તેટલું નિર્દોષ હોય છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs