સેક્સ એજ્યુકેશન

કામસૂત્ર - દામ્પત્યજીવન ની સુખરૂપ ચાવી

Category: સેક્સ એજ્યુકેશન Published: Monday, 10 September 2012 Written by Dr Nikul Patel

આજે વિજ્ઞાનની મદદથી પ્રત્યેક ક્ષેત્રનું સાચું જ્ઞાન મળ્યું છે. કોઇપણ વિષય સમજવા વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, પણ “કામ”(sex) ને સમજવા વિજ્ઞાનનો આધાર નથી લેતા. સેક્સ પ્રત્યેની આપણે સૂગ ઊભી કરીએ છીએ કાં તો શરમને લીધે તે અંગેનું ખોટું આચરણ કરીએ છીએ, અને એટલે જ આજે મોટાભાગના લોકોના જાતીયજીવન તૂટેલાં દેખાય છે. કેટલાંય લોકો AIDS જેવા રોગોથી પીડાય છે, કાં તો ગુપ્તરોગો વિશે આંધળુકીયું અનુકરણ કરે છે. પરંતુ, ખરેખર ‘કામ’  (sex) એ એક વિજ્ઞાન છે – શાસ્ત્ર છે. જેવી રીતે અન્ય અભ્યાસ જીવનમાં જરૂરી છે, તેવી રીતે જાતીયજ્ઞાન (sex) નો અભ્યાસ પણ પ્રત્યેક વ્યકિતએ મેળવવો જોઇએ. યૌવન ઊંબરે આવીને ઉભેલ પ્રત્યેક તરૂણ કે તરૂણી માટે આ જાતીયજ્ઞાનનો સાચો અભ્યાસ જરૂરી જ છે. આથી જ આપણી સંસ્કૃતિમાં જાતિયવિજ્ઞાનને ૬૪ કલાઓના જ્ઞાનની સાથે સમાવી લેવામાં આવી હતી. એટલું જ નહિં પણ લગ્ન કરતાં પહેલા પ્રત્યેક યુવક યુવતીને તેનું આવશ્યક જ્ઞાન અવશ્ય હતું જ . તેથી જ જૂના સમયના લગ્નજીવન એ વધુ સ્વસ્થ જણાય છે.કામસૂત્ર - સેક્સ સમસ્યા - સેક્સ એજ્યુકેશન - સ્ત્રી - પુરુષ બન્ને માટે

જાતિયજ્ઞાન અંગે પ્રવર્તિ  રહેલી ગેરસમજ અને સાચુંને વૈજ્ઞાનિક ઢબનું જ્ઞાન પુરૂં પાડવું એ જ અમારો પ્રયત્ન છે. વાત્સ્યાયાન મુનિ એ તે જમાનામાં કરેલ વૈજ્ઞાનિક શોધ અને માનવજીવનને જાતિયવિજ્ઞાનની આપેલ ઉત્કૃષ્ટ ભેંટ એ આજે પણ તેટલું જ માર્ગદર્શક છે જ અને સદીઓ પછી પણ રહેવાનું જ. આ મહાન ઋષિની તપશ્ચર્યાને નમસ્કાર કરીને તેમના વિચારોને સમજવાનો પ્રયત્ન કરીએ અને લગ્નજીવનને સફળ બનાવીએ. આજે પણ અ જે જાતિયજ્ઞાન આપવું જોઇએ કે નહિં તેની ચર્ચા થાય છે, તેના માટે આજથી હજારો વર્ષ પહેલાનાં ભદ્ર સમાજમાં પણ આ જ્ઞાન અંગે ની સમજ અને તેના માટેનો દૃષ્ટિકોણ એ ખરેખર જૂના જમાનાના લોકોની ઉત્કૃષ્ટ સમજણનો જ દાખલો છે. જેને આપણે જૂનવાણી કહીને તેના માટે સૂગ રાખીએ છીએ તે લોકોના વિચારની સામે આજે આપણે ચોક્ક્સ જૂનવાણી અથવા તો મૂર્ખ જ લાગીએ.

ખેર, જવા દો. પણ આ જ્ઞાન એ પ્રત્યેકને જરૂરી છે અને તેથી વાત્સ્યાયાન ના ‘કામસૂત્ર’  અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય કરીને આજે આપની સમક્ષ અલગ અલગ કોર્સ સ્વરૂપે આ વિજ્ઞાનને પિરસવાનો પ્રયાસ કરી રહ્યો છું.

આ જાતિય જ્ઞાન જરૂરી છે;

વધુ વાંચો

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs