વંધ્યત્વ

વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો ...)

Category: વંધ્યત્વ Published: Friday, 12 July 2013 Written by વૈદ્ય નિકુલ પટેલ

પ્રત્યેક દંપત્તિ માટે જીવનની સૌથી અમૂલ્ય ભેટ એટલે પોતાનું સંતાન, પણ કેટલાક દંપતિને તે ન મળે ત્યારે બધા જ સ્વપ્નો રગદોળાઇ જાય છે અને જીવન નિરાશાથી ઘેરાઇ જાય છે. વંધ્યત્વ - વાંઝીયાપણું એ ખૂબ જ નિરાશાજનક અને ડરામણો અનુભવ છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે સામાજિક અને વ્યવહારિક પ્રસંગોમાં સગા સંબંધી દ્વારા કરવામાં આવતી પૃચ્છા અત્યંત ત્રાસદાયક બની રહે છે. અને ત્યાંથી શરૂ થાય છે વ્યથાની એક સફર...
આ વંધ્યત્વનો સામનો કેવી રીતે કરવો?
આ સ્થિતિમાં નિરાશ થવાની જરૂર નથી; જરૂર છે રોગની વૈદ્યકીય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજણ કેળવવાની, અંધશ્રદ્ધા અને વહેમોથી દૂર જઇને વૈજ્ઞાનિક પરિક્ષણો દ્વારા રોગોના કારણો જાણી, સમજી તેમાં ધીરજપૂર્વકનો પ્રયત્ન એ જ તેના ઇલાજનો માર્ગ છે.
વંધ્યત્વ કોને કહીશું?
કોઇપણ પ્રકારના ગર્ભનિરોધક સાધન કે ગોળીનો ઉપયોગ કર્યા વિના નિયમિત સમાગમ બાદ એક વર્ષ પછી પણ ગર્ભધારણ ન થાય તો આવી પ્રજનનની અશક્તિ વંધ્યત્વ તરીકે ઓળખાય છે.  
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના સર્વેક્ષણ અનુસાર સમગ્ર વિશ્વના કુલ દંપતિ પૈકી ૧૫ થી ૨૦ % દંપતીને વંધ્યત્વનો સામનો કરવો પડે છે. એટલે કે દુનિયાભરમાં ૧૦ થી ૧૨ કરોડ દંપતિ વંધ્ય છે.

વધુ વાંચો..

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs