વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો ...)

Category: વંધ્યત્વ Published: Friday, 12 July 2013 Written by વૈદ્ય નિકુલ પટેલ

પ્રત્યેક દંપત્તિ માટે જીવનની સૌથી અમૂલ્ય ભેટ એટલે પોતાનું સંતાન, પણ કેટલાક દંપતિને તે ન મળે ત્યારે બધા જ સ્વપ્નો રગદોળાઇ જાય છે અને જીવન નિરાશાથી ઘેરાઇ જાય છે. વંધ્યત્વ - વાંઝીયાપણું એ ખૂબ જ નિરાશાજનક અને ડરામણો અનુભવ છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે સામાજિક અને વ્યવહારિક પ્રસંગોમાં સગા સંબંધી દ્વારા કરવામાં આવતી પૃચ્છા અત્યંત ત્રાસદાયક બની રહે છે. અને ત્યાંથી શરૂ થાય છે વ્યથાની એક સફર...
આ વંધ્યત્વનો સામનો કેવી રીતે કરવો?
આ સ્થિતિમાં નિરાશ થવાની જરૂર નથી; જરૂર છે રોગની વૈદ્યકીય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજણ કેળવવાની, અંધશ્રદ્ધા અને વહેમોથી દૂર જઇને વૈજ્ઞાનિક પરિક્ષણો દ્વારા રોગોના કારણો જાણી, સમજી તેમાં ધીરજપૂર્વકનો પ્રયત્ન એ જ તેના ઇલાજનો માર્ગ છે.
વંધ્યત્વ કોને કહીશું?
કોઇપણ પ્રકારના ગર્ભનિરોધક સાધન કે ગોળીનો ઉપયોગ કર્યા વિના નિયમિત સમાગમ બાદ એક વર્ષ પછી પણ ગર્ભધારણ ન થાય તો આવી પ્રજનનની અશક્તિ વંધ્યત્વ તરીકે ઓળખાય છે.  
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના સર્વેક્ષણ અનુસાર સમગ્ર વિશ્વના કુલ દંપતિ પૈકી ૧૫ થી ૨૦ % દંપતીને વંધ્યત્વનો સામનો કરવો પડે છે. એટલે કે દુનિયાભરમાં ૧૦ થી ૧૨ કરોડ દંપતિ વંધ્ય છે.


વંધ્યત્વના કારણો -
વંધ્યત્વની  સ્થિતિ માટે દંપતિ પૈકી સ્ત્રી અથવા પુરુષ બંનેની સંયુક્ત ખામી જવાબદાર બની શકે છે. અને આ કારણોમાં ઉંમર, રહેણી કહેણી, શારીરિક રચનાકીય ખામી, અંતઃ સ્ત્રાવોની અનિયમિતતા, જાતીય જ્ઞાનનો અભાવ, પતિ-પત્નિ વચ્ચેનો મનમેળ ન હોવો તેમજ દૈવ (અજ્ઞાત) આ બધા જવાબદાર હોઇ શકે છે. જો કે વંધ્યત્વના કારણોમાં પુરુષમાં ૨૫%, સ્ત્રીઓમાં ૫૮% કારણો જવાબદાર હોય છે. જ્યારે ૧૭% કેસમાં કોઇ કારણો જાણવા મળતા નથી. જે ઇશ્વરેચ્છાને આધીન જ ગણાવી શકાય.
પુરુષગત કારણો -
પુરુષોમાં વંધ્યત્વની ખામીના કારણોમાં મુખ્યત્વે વીર્યમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા, મોટાલિટી ની ઓછી ટકાવારી (અલ્પ જીવંતતા), વીર્યમાં પરૂ આવવું., વીર્ય પાતળું હોવું, વીર્યને લગતા આ કારણો સિવાય પણ સમાગમ શક્તિની ઉણપ, સ્તંભન શક્તિની અલ્પતા, સમાગમની શરૂઆતમાં જ વીર્યસ્ત્રાવ થઇ જવો, વીર્યને બહાર લાવનારી નળીઓમાં અવરોધ હોવો કે માર્ગ જ બંધ હોવો (verecocele) જેવા કારણો પણ આ માટે જવાબદાર હોઇ શકે છે.Infertility Poster gujarati
સ્ત્રીગત કારણો
- બીજાશયની ખામીને કારણે અનિયમિત માસિક આવવું, ઓછું કે વધારે માસિક આવવું અને આને લીધે સમયસર સ્ત્રીબીજ છૂટું ન પડવાથી ગર્ભાધાન શક્ય બનતું નથી.
- ફેલોપીઅન ટ્યુબમાં ખામીને કારણે બીજનું ગર્ભાશય સુધી ન પહોંચી શકવું.
- વારંવાર ગર્ભપાત કરાવવાથી.
- યોનિના વિવિધ પ્રકારના ચેપને કારણે યોનિની અંદરની દિવાલ પર કે ગર્ભાશયના મુખ પર ચાંદી પડવી કે સોજો આવવો.
- યોનિની વધારે પડતી ગરમી (એસિડીકતામાં) પણ વીર્યમાં રહેલા શુક્રકોષો જીવિત રહી ન શકવાથી.
- વધારે પડતાં વજનને લીધે ગર્ભાશયની દિવાલ, બીજાશય પર ચરબી જામી જવાને કારણે પણ ગર્ભ ધારણ થઇ શકતો નથી.
- લાંબી માંદગી તેમજ તેને લીધે આવેલી નબળાઈ ઉપરાંત સતત શરીર ધોવાવાને કારણે પણ આ તકલીફ થઇ શકે છે.



સ્ત્રી - પુરુષના સંયુક્ત કારણો -
- ઓછું તેમજ ખોટું જાતીય જ્ઞાન
- અનિયમિત અને અયોગ્ય પદ્ધતિથી થતો સમાગમ
- પતિ - પત્નિ વચ્ચે મનમેળ ન હોવો.
આ બધા કારણો પૈકીનું કોઇ પણ એક કારણ, ઉપરાંત ઘણાં અજ્ઞાત કારણો જવાબદાર હોઇ શકે છે.



વંધ્યત્વનો ઉપચાર શક્ય છે ?
'અથર્વ આયુર્વેદ ક્લિનિક' માં દંપતિને તપાસ્યા પછી; વંધ્યત્વના જવાબદાર કારણો શોધી, જરૂર પડ્યે આધુનિક સાધનોની મદદથી કારણો નક્કી કર્યા પછી ચોક્કસ પદ્ધતિથી સારવાર શક્ય છે.



પુરુષગત વંધ્યત્વની સારવાર -
પુરુષગત કારણોમાં વીર્યમાં શુક્રાણુંની ઊણપ અંગેની આયુર્વેદમાં ઉત્કૃષ્ટ સારવાર ઓ ટકા શક્ય છે. જેથી પુરુષગત કારણો મહદ્અંશે નિર્મૂળ કરી શકાય છે. અને આવા સેંકડો કેસ સારા થયાનો અનુભવ ૨૦૦૦ની સાલથી અમે કરતાં આવ્યા છીએ.
પુરુષ વંધ્યત્વના અન્ય કારણો જેવા કે વીર્યનો સ્ત્રાવ જલ્દી થઇ જવો (શીઘ્ર સ્ખલન), ઉત્તેજના અથવા કામેચ્છાનો અભાવ (નપુંસકતા) જેવા જાતિય રોગોની યોગ્ય તપાસ કરીને શુદ્ધ આયુર્વેદ સારવાર અહિં આપવામાં આવે છે અને આ પ્રકારના તથા અન્ય જાતિય પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવીને વંધ્યત્વને ટાળી શકાય છે.
અહિંથી આપવામાં આવતી આયુર્વેદિક દવાઓ સંપૂર્ણતઃ આડઅસર રહિત હોવાથી તેનાથી બીજી કોઇ તકલીફો થવાની કે આદત પડવાની સંભાવના નથી.



સ્ત્રી વંધ્યત્વની સારવાર -
સ્ત્રીઓના કારણોમાં બીજાશયની ખામીમાં અંતઃસ્ત્રાવોની (હોર્મોનની) ઉણપને સંતુલિત કરવા માટે આપવામાં આવતી વિલાયતી દવાઓ બીજાશયને સ્વસ્થ કરવામાં મદદ તો કરે જ છે પણ શરીરને નુકશાનકારક અને આડઅસર પણ કરે છે. આ તેનું નબળું અને સત્ય પાસું છે. તેની આડઅસરમાં અધિક રક્તસ્ત્રાવ થવો, ઉબકા, સ્તનની નાજુકતા, દુઃખાવો, શરીરમાં પાણીનું વધવું, વજન વધી જવું, ગભરામણ, ટેન્શન, માથાનો દુઃખાવો વગેરે થવાની શક્યતાઓ રહે છે. પરંતુ વનૌષધિઓ દ્વારા નિર્મિત આયુર્વેદિક દવાઓના ઉપચારથી આડઅસર વગર સ્ત્રીઓની આ ખામી દૂર કરી શકાય છે, અને વંધ્યત્વના રોગમાંથી મુક્ત થઇ શકાય છે.
યોનિમાર્ગના ચેપ તેમજ વધારે પડતા સફેદ સ્ત્રાવ (શરીર ધોવાવું), તથા યોનિમાર્ગની વધારે પડતી ગરમી ( એસિડીકતા)ની આયુર્વેદના ઔષધો દ્વારા અને જરૂર પડ્યે પંચકર્મ સારવાર દ્વારા નિરાકરણ લાવવાથી ગર્ભ રહેવામાં સરળતા રહે છે.
ફેલોપીઅન નળી બંધ હોવાના કિસ્સામાં આધુનિક વિજ્ઞાનમાં કોઇપણ પ્રકારની સારવાર નથી. પણ આયુર્વેદ પંચકર્મમાં ઉત્તરબસ્તિ કર્મ (જેમાં યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં ઔષધ પ્રવેશ કરાવવવામાં આવે છે.) દ્વારા ફેલોપીઅન નળી ખુલી જઇને ગર્ભ રહે છે.



સંયુક્ત કારણોનો ઉપાય -
અપુરતા અને ખોટાં જાતિય જ્ઞાનને કારણે તેમજ જાતિય મૂંઝવણને કારણે યોગ્ય રીતે યોગ્ય દિવસે સમાગમ થવાથી ગર્ભ ન રહેવાના કિસ્સામાં અથર્વ આયુર્વેદ ક્લિનિકમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.
અમારે ત્યાં આપવામાં આવતાં ADULT SEX EDUCATION માં વિના સંકોચ જાતિયજ્ઞાન મેળવી શકાય છે.



ADULT SEX EDUCATION -
કામશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે અને તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. વળી, પ્રજનન માટે પણ સ્ત્રી-પુરુષ સંબંધ જ આવશ્યક છે પણ તેની ચોક્કસ પદ્ધતિ અને વ્યવસ્થાઓ છે.
કામ વિજ્ઞાનને જો યોગ્ય રીતે સમજી લેવામાં આવે તો વંધ્યત્વ જેવી સમસ્યામાં જ્યારે બધા રિપોર્ટ નોર્મલ હોય અને અન્ય કોઇ કારણન જણાય ત્યારે આ દિશામાં યોગ્ય પૃથ્થકરણ કરવામાં આવે તો ચોક્કસ કોઇને કોઇ રસ્તો મળે છે. આમ જોઇએ તો ચોક્કસ કોઇને કોઇ રસ્તો મળે છે.
આમ જોઇએ તો જેમ જીવન વિષયક અનેક જ્ઞાન મેળવતાં જ હોઇએ છીએ તેમ જાતીય જ્ઞાન (Sex) નો અભ્યાસ પણ પ્રેત્યેક વ્યક્તિએ મેળવવો આવશ્યક છે. એટલે જ આપણી ભારતીય ૬૪ કલાઓમાં પણ તેનો સમાવેશ થાય છે.
અથર્વ આયુર્વેદ ક્લિનિકમાં કામ વિજ્ઞાન માટે વિશેષ પ્રકારના કોર્સનું આયોજન કરેલ છે. જેમાં નીચેના વિષયો ઉપરાંત અન્ય ઘણાં બધા વિષયોનું જ્ઞાન-પ્રશ્નોત્તરી દ્વારા આપની તમામ શંકાઓનું સમાધાન કરવામાં આવે છે. જેમાં;
- જાતિય અવયવોની ક્રિયા અને રચના
- ગર્ભાધાનની પ્રક્રિયા
- વંધ્યત્વના કારણોની સમજ
- પુરુષ અને સ્ત્રી બંનેના જાતિય સમસ્યાઓની છણાવટ
- કામસૂત્રના વિવિધ પાસાઓના અભ્યાસ દ્વારા લગ્નજીવનને વધુ આનંદમય બનાવવાનું માર્ગદર્શન - નિદર્શન - શંકા નિવારણ વગેરે.



IVF કે ટેસ્ટ ટ્યુબ બેબી -
આજકાલ દરેક જગ્યાએ IVF કે ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા વંધ્યત્વ નિવારણની સારવાર ખૂબ જ પ્રચલિત છે. અને તેને કારણે ઘણાં નિઃસંતાન દંપતિને સંતાન પ્રાપ્તિ થઇ છે અને તેને કારણે આ સારવાર પદ્ધતિ વધારે પ્રચલિત બની છે; પણ તે વધુ પ્રચલિત બનવાનું મુખ્ય કારણ તો તેની પાછળનું અર્થશાસ્ત્ર પણ છે.
પણ જ્યારે IVF નિષ્ફળ જાય છે ત્યારે આયુર્વેદ એ જ માત્ર આશિર્વાદરૂપમાં ફળીભૂત થાય છે. આયુર્વેદની ગર્ભવિજ્ઞાનની એક વિશેષ વિચારધારા અને નિદાન પદ્ધતિ છે. જેમાં માત્ર રિપોર્ટ પર જ આધાર ન રાખતાં સ્ત્રી-પુરુષ બંનેના જનન અવયવોના વાયુ-પિત્ત-કફ વગેરે દોષોની સંતુલિતતા અને ગર્ભાધાન માટેના સમાગમ કાળ દરમ્યાનની ત્રણેય દોષોની સંતુલિતતા, આહાર, વિહાર, માનસિક ઐક્ય વગેરે ઘણી બધી બાબતો સંકળાયેલ છે. જેના કોઇ પણ લેબોરેટરીમાં રિપોર્ટ થતાં નથી. તેથી આધુનિક વિજ્ઞાનની નિષ્ફળતા બાદ પણ આયુર્વેદ એક ડગલું આગળ ભરે છે અને આવા અનેક કેસોમાં સફળતાપૂર્વક સારવાર થકી આજે ઘણાં બધાં નિઃસંતાન દંપતીએ આયુર્વેદના ૠષિઓના આશિર્વાદરૂપ સંતાન પ્રાપ્તિ કરેલ છે.
આપ પણ અમારા ક્લિનિકની મુલાકાત લઇને એકવાર આપની તકલીફ માટે માર્ગદર્શન - સલાહ મેળવવા અવશ્ય આવી શકો છો.
IVF કરાવતાં પહેલા એકવારની અમારી મુલાકાત આપને માટે આશિર્વાદ સમાન બની જશે.
સંતાન પ્રાપ્તિની સાથે ગર્ભ સંસ્કાર અને ષોડશ સંસ્કાર , પુંસવન સંસ્કાર, સુવર્ણપ્રાશન સંસ્કાર દ્વારા દૈવી સંતાન અને ઇચ્છાનુસાર સંતાન પ્રાપ્તિ માટે માર્ગદર્શન, સલાહ, સારવાર પણ ઉપલબ્ધ છે.
વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો.

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - www.facebook.com/atharvaherbalclinic

Twitter - www.twitter.com/atharvaherbal

Instagram - www.instagram.com/atharvaherbalclinic

Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

Online Appointment http://bit.ly/2K5uJL6


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Hits: 11979