તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક - ચ્યવનપ્રાશ

Category: Herbs-Medicines Published: Friday, 13 December 2019 Written by વૈદ્ય નિકુલ પટેલ

ચ્યવનપ્રાશ એક રસાયન -

यत्त जराव्याधि नाशनम् - तद् रसायनम् - જે વૃદ્ધાવસ્થા અને રોગનો નાશ કરે છે તે રસાયન કર્મ કરનાર ઔષધ કહેવાય.

મતલબ કે ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ એ ઘડપણ આવતું અટકાવે છે.

Chyavanprash

ચ્યવનપ્રાશ એન્ટીએજીંગ - ઘડપણ અટકાવનાર - એટલે કે

- અશક્તિ-વૃદ્ધાવસ્થા દૂર કરી યુવાની-તાકાત આપે. મતલબ કે તમે ફરીથી જુવાન થઇ જશો, વાળ કાળા થઇ જશે અને તેવી જ તાકાત આવી જશે એવો ચમત્કાર નથી. પણ ચ્યવનપ્રાશ નો નિયમિત ઉપયોગ ચોક્ક્સ આરોગ્યવર્ધક ફાયદાઓ કરાવનાર અને શરીરને ઘડપણ તરફ સરકતું અટકાવનાર તો છે જ.

- શરીરની વૃદ્ધાવસ્થાને લીધે નબળી પડતી જતી વિવિધ ઇંદ્રિયો જેમ કે આંખે દેખાવાનું, કાને સંભળાવવાનું વગેરે નબળું થતું અટકાવે છે અને દૂર ધકેલે છે.

- પાચન શક્તિ ને પ્રબળ બનાવીને વધુ શક્તિ આપનાર છે.

- ઓજ, બળ, કાંતિ, તેજ ને શુક્ર વધારનાર છે.

- વજન ન વધતું હોય તેને પુષ્ટ કરનાર છે.

- સ્મૃતિ વધારનાર છે.

- શરીરના પ્રત્યેક કોષ, ઇન્દ્રિયો અને અવયવોને પોષણ આપનાર છે.

- વાયુ, પિત્ત અને કફ - ત્રણેય દોષોને સમ અવસ્થામાં લાવનાર છે.

- ત્વચાનો વર્ણ - ચમક, વાળનો જથ્થો - ચમક અને રંગને સુધારનર છે,

- રોગપ્રતિકાર ક્ષમતા વધારનાર અને મનોબળ -ધીરજ જેવા માનસિક બળ ને પણ વધારે છે.

- શરીરની સાતે સાત ધાતુનું યોગ્ય પોષણ કરીને અંતિમ શુક્ર ધાતુનું પણ પોષણ કરે છે.

- ઓછા શુક્રાણુ અને કામશક્તિની ઊણપ માટે પણ આ કાયમ સેવન કરવા યોગ્ય રસાયન છે.

- સ્ત્રીઓના વિવિધ રોગોમાં અને અશક્તિ આવી ગઇ હોય તેવી અવસ્થામાં, ઉપરાંત માસિકધર્મને લગતી સમસ્યામાં પણ આ એક ઉત્તમ ટોનિક છે.

- પાચનશંક્તિ સુધારવાને કારણે લાંબા ગાળે જૂની કબજિયાત પણ મટાડે છે.

- શરીરની માંસ પેશી અને સ્નાયુને મજબૂતાઇ આપવાનું કામ કરે છે.

- ચણાં-મમરાંની જેમ ખવાતા મલ્ટિ વિટામીનની ગોળીઓ અને પ્રોટીન પાવડર કરતાં અનેક ગણું ઉત્તમ પરિણામ આપનાર રસાયન છે.

- લાંબી બિમારી કે મોટી સર્જરી પછી આવી ગયેલી અશક્તિમાં ચ્યવનપ્રાશનું સેવન ઉત્તમ ફળદાયી છે.

- નાનાં - મોટાં - વડીલો - બહેનો - વિદ્યાર્થીઓ બધા માટે એક ઉત્તમ રસાયન છે.

- ચ્યવનપ્રાશ તેમાં રહેલી ઔષધિઓથી શ્વાસ, ખાંસી, ફેફસાનાં રોગમાં તથા ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ અસરકારક ઔષધ છે.

- ચ્યવનપ્રાશ એ તાજા આંમળામાંથી બનતું હોવાથી માત્ર શિયાળામાં જ બનાવી શકાય છે. પણ તે બારેય મહિના - કોઇ પણ સીઝનમાં લઇ શકાય છે.

- તમાકુ, સીગારેટ કે અન્ય વયસનોને કારણે જેણે શરીરને બગાડ્યું છે તેમના માટે શરીરને સર્વિસ કરનાર આ ઔષધ છે.

સેવન કરવાની રીત -

- દરરોજ એક થી બે મોટી ચમચી - નરણાં કોઠે લઇ લેવું. આમળાંની ખટાશને કારણે તે પછી એકાદ કલાક સુધી દૂધ ન પીવું કે દૂધમાં ન લેવું.

- રોટલી સાથે કે જામ તરીકે પણ લઈ શકાય છે.

- બારેમાસ નિયમિત લઇ શકાય. કોઇપણ સ્થિતિમાં - કોઇપણ અવસ્થામાં અને બિમારીમાં વૈદ્યની સલાહ મુજબ લઇ શકાય છે.

શુદ્ધ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલ ચ્યવનપ્રાશ મેળવવા માટે સંપર્ક કરો.

બારેમાસ વાપરવા માટે અગાઉથી આપનો ઓર્ડર નોંધાવીને મેળવી લેશો.

500 ગ્રામ પેક - 230

1 કિલો પેક - 430

ચ્યવનપ્રાશ ગોલ્ડ - 500 ગ્રામ - 430

ચ્યવનપ્રાશ ગોલ્ડ - 1 કિલો - 800

સંપર્ક -

વૈદ્ય નિકુલ પટેલ

અથર્વ આયુર્વેદ ક્લિનિક

307, શાલિન કોમ્પલેક્સ, ફરકી લસ્સીની ઉપર,

કૃષ્ણબાગ ચાર રસ્તા. મણિનગર, અમદાવાદ

મો - 9825040844

Hits: 237

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs