શિયાળાના આગમનની સાથે ધ્યાન રાખવાની બાબતો

Category: ટિપ્સ Published: Monday, 05 November 2018 Written by વૈદ્ય નિકુલ પટેલ

જય ધન્વન્તરિ !

ધનવંતરિ ત્રયોદશી (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ !

આયુર્વેદ ટિપ્સ -

કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું.

જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર નો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે શરૂ કરી દેવો જોઇએ.

ઠંડું પાણી, ઠંડા પીણાં, આઇસક્રીમ, ફ્રીજમાં મૂકેલ વસ્તુઓ, વાસી ખોરાક બંધ કરીને શક્યતઃ હૂંફાળું પાણી એકાદવાર પીવાનું રાખશો. ગરમ પાણીમાં મીઠું અને હળદર નાંખીને કોગળા કરશો.winter

દિવાળીના આ દિવસોમાં ફટાકડાં અને તેના પ્રદૂષણથી દૂર રહેવું અને શક્યતઃ સાંજે 7 પછી બહાર ન નિકળવું અને નિકળો તો માસ્ક પહેરવાનું રાખવું.

મિઠાઇ અને તળેલી વસ્તુઓ ન ખાવી.

તુલસીના પાન, આદુ, કાળાં મરી ને મિક્સ કરી મધ સાથે લેવું. હળદરવાળું ગરમ દૂધ પીવું. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે ચાટવું.

નાનાં બાળકોને બાલચાતુર્ભદ્ર સીરપ અને આયુર્વેદિક કફ સીરપ ચાલુ કરી દેવાં.

છાતી એ સેક કરવો અને નાસ લેવો. અણુંતેલનાં અથવા ગાયના ઘીના ટીંપા નાકમાં નાંખવા.

આમવાત/સંધિવાત - સાંધાની તકલીફો હોય તેમને અચાનક જ દુઃખાવો શરૂ થઇ શકે છે, ત્યારે તેમણે ગરમ થેલી અથવા તો ગરમ રેતીનો સેક ચાલુ કરી દેવો.

સવારે ગરમ કપડાં પહેરીને મોર્નિંગ વૉક અને પ્રાણાયામ કરવાં, હળવી કસરતો ચાલુ રાખવી.

આપની આયુર્વેદિક દવાઓ જો બંધ કરી હોય તો હાલ થોડા સમય માટે શરૂ કરી દેવી.

☸ દિવસે ન સૂવું. ખટાશ અને વાસી ખોરાક ન લેવો.

આમવાતના દર્દીએ સૂંઠના ઉકાળામાં થોડું દિવેલ નાંખીને રોજ પીવાનું રાખવું.


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી 04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

Online Appointment http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Hits: 1408