કામસૂત્ર - દામ્પત્યજીવન ની સુખરૂપ ચાવી

Category: સેક્સ એજ્યુકેશન Published: Monday, 10 September 2012 Written by Dr Nikul Patel

આજે વિજ્ઞાનની મદદથી પ્રત્યેક ક્ષેત્રનું સાચું જ્ઞાન મળ્યું છે. કોઇપણ વિષય સમજવા વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, પણ “કામ”(sex) ને સમજવા વિજ્ઞાનનો આધાર નથી લેતા. સેક્સ પ્રત્યેની આપણે સૂગ ઊભી કરીએ છીએ કાં તો શરમને લીધે તે અંગેનું ખોટું આચરણ કરીએ છીએ, અને એટલે જ આજે મોટાભાગના લોકોના જાતીયજીવન તૂટેલાં દેખાય છે. કેટલાંય લોકો AIDS જેવા રોગોથી પીડાય છે, કાં તો ગુપ્તરોગો વિશે આંધળુકીયું અનુકરણ કરે છે. પરંતુ, ખરેખર ‘કામ’  (sex) એ એક વિજ્ઞાન છે – શાસ્ત્ર છે. જેવી રીતે અન્ય અભ્યાસ જીવનમાં જરૂરી છે, તેવી રીતે જાતીયજ્ઞાન (sex) નો અભ્યાસ પણ પ્રત્યેક વ્યકિતએ મેળવવો જોઇએ. યૌવન ઊંબરે આવીને ઉભેલ પ્રત્યેક તરૂણ કે તરૂણી માટે આ જાતીયજ્ઞાનનો સાચો અભ્યાસ જરૂરી જ છે. આથી જ આપણી સંસ્કૃતિમાં જાતિયવિજ્ઞાનને ૬૪ કલાઓના જ્ઞાનની સાથે સમાવી લેવામાં આવી હતી. એટલું જ નહિં પણ લગ્ન કરતાં પહેલા પ્રત્યેક યુવક યુવતીને તેનું આવશ્યક જ્ઞાન અવશ્ય હતું જ . તેથી જ જૂના સમયના લગ્નજીવન એ વધુ સ્વસ્થ જણાય છે.કામસૂત્ર - સેક્સ સમસ્યા - સેક્સ એજ્યુકેશન - સ્ત્રી - પુરુષ બન્ને માટે

જાતિયજ્ઞાન અંગે પ્રવર્તિ  રહેલી ગેરસમજ અને સાચુંને વૈજ્ઞાનિક ઢબનું જ્ઞાન પુરૂં પાડવું એ જ અમારો પ્રયત્ન છે. વાત્સ્યાયાન મુનિ એ તે જમાનામાં કરેલ વૈજ્ઞાનિક શોધ અને માનવજીવનને જાતિયવિજ્ઞાનની આપેલ ઉત્કૃષ્ટ ભેંટ એ આજે પણ તેટલું જ માર્ગદર્શક છે જ અને સદીઓ પછી પણ રહેવાનું જ. આ મહાન ઋષિની તપશ્ચર્યાને નમસ્કાર કરીને તેમના વિચારોને સમજવાનો પ્રયત્ન કરીએ અને લગ્નજીવનને સફળ બનાવીએ. આજે પણ અ જે જાતિયજ્ઞાન આપવું જોઇએ કે નહિં તેની ચર્ચા થાય છે, તેના માટે આજથી હજારો વર્ષ પહેલાનાં ભદ્ર સમાજમાં પણ આ જ્ઞાન અંગે ની સમજ અને તેના માટેનો દૃષ્ટિકોણ એ ખરેખર જૂના જમાનાના લોકોની ઉત્કૃષ્ટ સમજણનો જ દાખલો છે. જેને આપણે જૂનવાણી કહીને તેના માટે સૂગ રાખીએ છીએ તે લોકોના વિચારની સામે આજે આપણે ચોક્ક્સ જૂનવાણી અથવા તો મૂર્ખ જ લાગીએ.

ખેર, જવા દો. પણ આ જ્ઞાન એ પ્રત્યેકને જરૂરી છે અને તેથી વાત્સ્યાયાન ના ‘કામસૂત્ર’  અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય કરીને આજે આપની સમક્ષ અલગ અલગ કોર્સ સ્વરૂપે આ વિજ્ઞાનને પિરસવાનો પ્રયાસ કરી રહ્યો છું.

આ જાતિય જ્ઞાન જરૂરી છે;


૧. યૌવનારંભે પહોંચેલ તરૂણ અને તરૂણીઓને…

૨. લગ્નપ્રસંગ જેના ઉંબરે આવીને ઊભો છે તેવા યુવક- યુવતી ને

૩. દામ્પત્યજીવનના મધ્યમાં પહોંચેલા વયસ્ક દંપતી માટે.

આપ, આમાં કોઇપણ સ્થાને હોઇ શકો છે અને તેથી આમાંની કોઇપણ વાત આપને કોઇપણ રીતે આવશ્યક છે જ.

તો બસ અવારનવાર આપની અમારી સાથે મુલાકાત થતી જ રહેશે …

આપ આમાંથી કોઇ પણ કોર્સ અહિં રૂબરૂ અથવા ઓનલાઇન , એકલા અથવા કપલમાં કરી શકો છો અને મેળવી શકો છો...

ળગ્નજીવનનો અમર્યાદ આનંદ, ખુશી, રોમાંચ.

આપ વિના સંકોચ કોઇપણ પ્રશ્ન પૂછીને મેળવી શકો છો, યોગ્ય અને વૈજ્ઞાનિક ઉકેલ.

આપ રાખી શકો છો આપની સેક્સ લાઇફને વર્ષો સુધી રોંમાંચક, યાદગાર, સંતોષપૂર્ણ..

ફી તથા કોર્સને લગતી વધુ માહિતી તથા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો..

મિત્રો, આ વિભાગમાં આપ “વિના સંકોચે……” કાંઈપણ પૂછી શકો છો, અરે એટલું જ નહિ પણ નામ લખ્યા વિના આપની તથા આપના જેવી જ મૂંઝવણ અનુભવતા અન્ય મિત્રોની પણ સમસ્યા દૂર કરવાનો હું પ્રામાણિક પ્રયત્ન કરીશ.

આપનો,

 

વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ,

કામસમસ્યા નિવારણ કેન્દ્ર
અમદાવાદ

ફોન : +91-79-652 40844;  મોઃ +91-9825040844;

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email :  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
facebook :  https://www.facebook.com/askayurveda
Twitter :https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844

આયુર્વેદસંબંધિતઅમારીવેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa

 

પુંસવન સંસ્કાર (ઊત્તમ ઇચ્છિત સંતાન પ્રાપ્તિ) અંગે વિસ્તૃત સમજ

સુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા

Hits: 11206

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs