શ્લેષ્માતક (ગુંદો)

Category: Herbs-Medicines Published: Monday, 31 August 2015 Written by drnikulpatel

સમગ્ર ભારતભરમાં ઊપલબ્ધ એવું આ શ્ર્લેષ્માતક એ સંસ્કૃત નામને કારણે જરૂર અજાણ્યું લાગે પણ જો તેને ગુંદો તરીકે ઓળખાવીએ તો મોટા ભાગના લોકોને પ્રિય હોવાથી તે એકદમ નજીકનું જ લાગે. ગુંદાના મુખ્યત્વે બે પ્રકાર છે.
(૧) મોટો ગુંદો જેનાં અડધાથી એક ઈંચના વ્યાસના કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે. અને બીજો
(૨) એટલે નાની ગુંદીના નામથી ઓળખાતી. બંનેના ગુણો સરખા છે અને મોટાભાગે મોટા ગુંદાનો જ વધારે પડતો ઊપયોગ થાય છે.
ખૂબ જ ચીકણું ફળ હોવાને કારણે તેને શ્લેષ્માતક કહે છે.તેના ફળનો ઊપયોગ કરતાં પહેલાં તેના ઠળિયા કાઢવામાં આવે છે. અને તેમાં હાથ અડાડ્યા વિના સળી, ચપ્પુ કે અન્ય કોઈ વસ્તુથી કાઢીએ
તો જ સફળતા મળે છે. નહીં તો હાથ ચીકણાં થતાં બીજો ગુંદો હાથમાં આવી જ ના શકે તેવી સ્થિતિ પેદા થાય છે.
નામો – શ્લેષ્માતકમાં ગુજરાતી નામ ગુંદો અથવા ગુંદી છે .આ ઊપરાંત તેનું એક નામ ઊદાલક – રોગોને ઊખાડીને ફેંકનાર,બીજુ એક નામ શેલુ છે અર્થાત પુરુષોને જીવન આપનાર એવો અર્થ થાય છે તેનું લેટિન નામ Cordia Dichotoma (કોર્ડિયા ડાઈકોટોમાં) છે. શ્લેષ્મા ચીકાશને વારંવાર બહાર કાઢવાને કારણે તે સંસ્કૃતમાં શ્લેષ્માતકથી પ્રખ્યાત છે.

Cordiadichotoma (Lasora) in Hyderabad W IMG 7089

ગુણ-કર્મ – ઔષધ કરતાં ખોરાક તરીકે વધુ વપરાતાં આ ગુંદાના ઔષધીય ગુણો અને તેના કર્મ વિશે જાણી લઈએ .

ગુંદો એ ચીકણો (સ્નિગ્ધ), ભારે (ગુરુ), પિચ્છિલ છે .સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે.તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે ઊપરાંત તેનો મુખ્યત્વે વિષઘ્ન પ્રભાવ છે. મધુર –ગુરુ –સ્નિગ્ધ હોવાને કારણે તે વાત-પિત્ત શામક અને ચીકાશ તથા ગુરુ ગુણને કારણે તે કફવર્ધક છે.પરંતુ તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.

ઊપયોગ

Cordiadichotoma (Lasora) in Hyderabad W3 IMG 7087

કાનના રોગ – વિવિધ પ્રકારના રોગોમાં અને ખાસ કરીને કર્મશોધ–કર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થશે.
વિષ –વીંછીના ડંખ પર છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે.
વિષ – નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે.
સંગ્રહણી અને અતિસાર – જૂની સંગ્રહણી તથા મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.
જૂની કબજિયાત – ગુંદાના ફળ એ કોઠાની લૂખાશ ઓછી કરનાર હોવાથી જેને કઠણ ઝાડો આવવાની ફરિયાદ હોય તેમણે નિત્ય ગુંદાનું સેવન કરવું જોઈએ.શાક તરીકે નિત્ય ખાવાથી આતરડામાં ચીકાશ પેદા થાય છે. જેથી તેની લૂખાશ દૂર થતાં મળ સરળતાથી આંતરડામાં સરકી શકે છે.
વિરેચન કર્મમાં – વિરેચન કર્મ કરાવતી વખતે તીક્ષ્ણ વિરેચનની તીક્ષ્ણતા ઓછી કરવા માટે ગુંદાના કલ્ક્નો ઊપયોગ કરવાંમાં આવે છે.
રક્ત્તપિત્ત – રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે.
મૂત્રલ – મૂત્રલ અને પિત્તશામક ગુણને કારણે ગુંદા એ પેશાબ અટકીને આવતો હોય, પથરી હોય કે પેશાબમાં બળતરા (ઊનવા)ની વારંવાર તકલીફ્વાળાં દર્દીમાં લાભદાયી છે.
ત્વક્ રોગો – પિત્તશામક અને રકતશુધ્ધિ કરવાના ગુણને લઈને તમામ પ્રકારના ચામડીના રોગના દર્દી જો ખોરાકમાં ગુંદાનો શાક તરીકે વધુમાં વધુ ઊપયોગ કરે તો તેને ઝડપ થી ફાયદો થાય છે.
૧૦ તાવ- તાવના દર્દીમાટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતાં તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે તે તાપમાન ઓછું કરવામાં ખૂબજ મદદરૂપ બની રહે છે.
અંતમાં એટલું જ કહેવાનું કે ગુંદાની ચીકાશને કારણે ભલે તે અડવા ન ગમે પણ ગુણ-કર્મ ને ધ્યાનમાં રાખીએ તો જરૂરથી બટાટા જેટલું જ સ્થાન તે આપણાં રોજિંદા આહારમાં મેળવી શકશે.


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - www.facebook.com/atharvaherbalclinic

Twitter - www.twitter.com/atharvaherbal

Instagram - www.instagram.com/atharvaherbalclinic

Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

Online Appointment http://bit.ly/2K5uJL6


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Hits: 3167

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs