ષોડશ સંસ્કાર - આયુર્વેદ અને આધ્યાત્મનો સમન્વય

Category: ષોડશ સંસ્કાર Published: Friday, 20 June 2014 Written by Dr Nikul Patel

ભારતીય સંસ્કૃતિ એ આદર્શ સમાજજીવનની દ્યોતક છે. આદર્શ પુરૂષ, આદર્શ પરિવાર અને આદર્શ સમાજ ની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું બીજારોપણ પેઢી દર પેઢી થાય તેના માટે સતત જાગૃત એવી આપણી આ ભારતીય સંસ્કૃતિ છે. આદર્શ ભારતીય જીવન પ્રણાલીની પાછળ રામ-કૃષ્ણ જેવા અવતારો અને મનુથી શરૂ કરીને વશિષ્ઠ, વાલ્મિકી, પરાશર, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક્ય જેવા તપોનિષ્ઠ ઋષિઓના જીવનોનાં યોગદાન રહ્યાં છે. ભારતીય જીવનપ્રણાલીમાં આદર્શ જીવન માટેનો આગ્રહ પણ એટલો જ પ્રત્યેક પરિવારમાં હતો, અને તેનું જ તો પરિણામ વ્યક્તિમાં, પરિવારમાં અને સમાજમાં જોવા મળતું હતું. જે આજે પણ જીર્ણ અવસ્થામાં જીવંત રહ્યું છે તેનું કારણ એ જ કે એ સંસ્કારો આજે પણ રંગસૂત્રોમાંથી નીકળી શકતાં નથી.


આ જ કારણે આજે પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જેને આદર છે અને સંસ્કારોનું જેને મન મહત્વ છે અને તેને પ્રાપ્ત કરવા માટે થોડું વેઠવાની અને માનસિક રીતે તૈયાર રહેવાની જેની તૈયારી છે તેના નવદંપતિ માટે આશીર્વાદ રૂપ બની રહે તે અર્થે આ પોસ્ટ અર્પણ કરી રહ્યો છું.


ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મનુષ્ય યોનિમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ પર થનારા વિવિધ સંસ્કારોનું આપણાં ધર્મગ્રંથોમાં અલગ – અલગ રીતે સુપ્રયોજિત વર્ણન કરેલ છે અને તેના માટેનો સુસ્પષ્ટ આગ્રહ પણ છે. જન્મપૂર્વેથી એટલે કે ગર્ભસંસ્કારથી શરૂ કરીને મૃત્યુ સુધીના તમામ સંસ્કારો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ ત્રણેય બાબતોને ઉજાગર કરે છે અને તેથી જેને મન મનુષ્ય જન્મનું મહત્વ છે અને જે આગળની પેઢીમાં એક સંસ્કાર સિંચનને મહત્વ આપે છે; તેવા જાગૃત પતિ-પત્નિ માટે જ આપણાં ઋષિઓ એ આ ભાથું આપેલું છે.


આ તમામ સંસ્કારો પૈકી કેટલાંક સંસ્કારો પાછળ આયુર્વેદનો આરોગ્યને લઇને એક વિશેષ દ્રષ્ટિકોણ રહેલો છે અને તેથી જ આ બાબતે બધું વિસ્તારપૂર્વક સમજવું એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે. આ બધા સંસ્કારોની પદ્ધતિ, રિવાજ, સંખ્યા એ બધામાં વિસ્તાર પ્રમાણે થોડો-ઘણો ફરક હોઇ શકે છે અને તે રીતે જોતા તે માત્ર સોળની સંખ્યામાં જ ન રહેતાં તેનાથી વધારે છે. પણ આંકડામાં ન પડતાં તેની પાછળનો હેતુ, સમજ અને પદ્ધતિ ને આપણે ધ્યાનમાં લેવી જોઇએ.


અહિં ખાસ કરીને બાળકોમાં કરવામાં આવનાર સંસ્કારો પર વધું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન છે.

 

પુંસવન સંસ્કાર (ઊત્તમ ઇચ્છિત સંતાન પ્રાપ્તિ) અંગે વિસ્તૃત સમજ

સુવર્ણપ્રાશન સંસ્કાર - એક સંપૂર્ણ ભારતીય પરંપરા

ગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો?

ગર્ભ સંસ્કાર કેન્દ્ર

વૈદ્યનિકુલપટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

અમદાવાદ

ફોન : +91-79-652 40844;  મોઃ +91-9825040844

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

 

અથર્વઆયુર્વેદક્લિનિકઅનેપંચકર્મસેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa

Hits: 4387