એસિડીટી - અમ્લપિત્ત

Category: રોગ-ચિકિત્સા Published: Wednesday, 02 October 2013 Written by વૈદ્ય નિકુલ પટેલ

અમ્લપિત્ત (એસિડીટી)
કારણો -
- આહાર-વિહારના નિયમોનો ભંગ
- માનસિક ટેન્શન
- ઉજાગરા
- વધારે પડતું તીખું - તળેલું અને ફરસાણ ખાવાની આદત
- વાસી ખોરાક
- વધારે પડતી એલોપેથીક દવાઓનું સેવન.


લક્ષણો -
- પેટમાં બળતરા
- છાતીમાં બળતરાં થવી
- માથું દુઃખવું
- ઘણીવાર ગળામાં બળતરાં
- ખાટાં-તીખાં ઓડકાર
- ઊલટી થવી
- ઊંઘ ન આવવી
- દુઃખાવાની દવાથી પણ માથું ન ઉતરવું.
- ચક્કર અને આંખે અંધારા આવવા
- ભૂખ્યા રહી ન શકાય.


સામાન્ય રીતે આ પ્રકારની તકલીફમાં સ્વભાવ ચીડીયો થઇ જાય છે અને ગરમીમાં અને શરદ ઋતુમાં આ તકલીફ વધે છે. માથાનો દુઃખાવો સખત તહ્તો હોય છે અને તે તો ઉલ્ટી થાય કે ઝાડા થાય તો તેમાં રાહત અનુભવાય છે. અશક્તિમાં પણ આ તકલીફ વધે છે.


વારંવાર થતી એસીડીટીની આ તકલીફોમાં ઘણાં લોકોને Rentac કે omeprazole કે pentoprazole જેવી દવાઓ ચણા-મમરાની જેમ ખાવાની આદત હોય છે; તેમણે એકવાર આ દવાઓ લેવાની યોગ્ય પદ્ધતિ અને તેનાથી લાંબા ગાળે થનારી આડઅસરનો અભ્યાસ કરી લેવો જોઇએ

.
વારંવાર પિત્તને કારણે થતા માથાના દુઃખાવામાં લેવામાં આવતી દુઃખાવાનિ ગોળી એ તત્કાલ રાહત જરુર આપે છે પણ તે પિત્તમાં ચોક્કસ ઉમેરો કરે છે. જડમૂળમાંથી રોગને નાથવાની ઇચ્છા રાખનારે આ પ્રયોગ બંધ કરીને તરત જ આયુર્વેદ પદ્ધતિનો સહારો લઇને રોગમુક્ત બનવું જોઇએ.



અપથ્ય -
- ખારું, ખાટું, તીખું ન ખાવું.
- દહીં, વધારે પડતું મીઠું, અડદ, ટામેટાં, ખાટી કેરી, છાશ, ખાટાં પીણાં, ફરસાણ વગેરે બંધ કરવા.
- અથાણાં અને આથેલું, બેકરીની વસ્તુઓ અનેવાસી ખોરાક ન લેવો.
- ઉજાગરા ન કરવાં.
- નિયમિત - સમયસર જમી લેવું.
- ચિંતા- ગુસ્સો એ રોગને વધારનાર છે તેથી તેનો ત્યાગ કરવો.
- આઇસક્રીમ એ તરત રાહત આપશે પણ મૂળભૂત રીતે તે રોગમાં વધારો કરશે.
પથ્ય -
- દૂધ, ઘી, આમળાં< સાક્ર, ઘૌં, કોળૂં, તાંદળજો, પરવળ, કાળી દ્રાક્ષ, ચીકું, કેળાં વગેરે ખાસ લેવાં.
- રોજ રાત્રે ત્રિફળા, બ્રાહ્મી, આમળાં કે સાકરનું ચૂર્ણ કે હરડે ચૂર્ણ લેવું.
- ગુલકંદ અને આમળાંનો મુરબ્બો નિયમિત લઇ શકાય.
ઔષધો -
નીચે મુજબના ઔષધોમાંથી સલાહ અનુસાર લઇ શકાય
- અવિપત્તિકર ચૂર્ણ
- સૂતશેખર રસ
- પથ્યાદિ ક્વાથ
- કામદુધા રસ
- શતાવરી નું બે ગ્રામ ચૂર્ણ સાકર વાળા દૂધ સાથે
- શતાવરી ઘૃત
- ચંદ્રકલા રસ.

પંચકર્મ -
આ ઉપરાંત નીચે પ્રમાણે ની પંચકર્મ સારવાર પણ ખૂબ જ ફાયદા કારક છે.
- વિરેચન કર્મ
- શિરોધારા
- રક્તમોક્ષણ

યોગાસન અને પ્રાણાયામ એ રોગ મટ્યા પછી ફરીથી ન થાય તેના માટે આવશ્યક છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - www.facebook.com/atharvaherbalclinic

Twitter - www.twitter.com/atharvaherbal

Instagram - www.instagram.com/atharvaherbalclinic

Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

Online Appointment http://bit.ly/2K5uJL6


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Hits: 5396