ગર્ભાવસ્થામાં આહાર-વિહાર નું આયોજન - પરેજી શું રાખશો?

Category: આહાર-પરેજી Published: Tuesday, 01 October 2013 Written by વૈદ્ય નિકુલ પટેલ

ગર્ભાવસ્થામાં નીચે મુજબ ની પરેજી અને ધ્યાન રાખવું આવશ્યક છે...

આહાર- વિહાર -

• તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું.
• મુખ્યત્વે ગળ્યો, રુચિકર, મનને ગમે તેવો હલવો ખોરાક લેવો. ખોરાકની સાથે દૂધ (શક્યતઃ ગાયનું), કેરીનો રસ, નાળીયેરનું પાણી, શીરો (રાબ) તેમજ સારો, સાત્વિક, પૌષ્ટિક અને ઝડપથી પચે તેવો ખોરાક લેવો.
• ઉપવાસ - એકટાણાં ન કરવાં.
• એકસાથે વધારે ન જમતાં થોડું - થોડું સમયાંતરે જમવું.
• ચા-કોફી તેમજ અન્ય વ્યસન હોય તો તેનાથી દૂર રહેવુ.

• વાયુ કરે તેવા વાલ, વટાણાં, પાપડી, ચોળી, ચણાં, બટાટાં વધારે ન લેવાં. વધારે તીખું, ખારૂં, ખાટું, તળેલું, આથેલું ન લેવું.
• દહીં, ફ્રીજનું પાણી, ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ ન લેવી. હંમેશા તાજો જ આહાર લેવો.
• ફ્રૂટ તેમજ દૂધની વાનગીઓ વધારે લેવી.
• આરામ રાખવો. વજન ઊંચકવું નહિં, મુસાફરી કરવી નહિં. વધારે પરિશ્રમ કરવો નહિં.
• પવિત્ર અને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં. નિયમિત રીતે પૂજન-પ્રાર્થના અને સત્સંગ માં વ્યસ્ત રહેવું.
• ઘોંઘાટ, ઝઘડાં વગેરે મોટા અવાજ વાળાં સ્થળથી દૂર રહેવુ.
• સારું બોલવુ, સારું સંભળવું, સારું જોવું અને સારું વિચારવું.
• નિયમિત દવાનું સેવન કરવું
• ઉજાગરાં કરવાં નહિ. સંયમ પાળવો. કઠણ પથારી પર સૂવું નહિં કે જમીન પર પથારી કરીને સૂવું નહિં.
• દુર્ગંધિત જગ્યાએથી દૂર રહેવું.
• ગુસ્સો, ચિંતા, શોક કરવાં નહિં. હંમેશા આનંદમાં રહેવુ.
• પોતાના બાળકને કેવું બનાવવું છે તે અનુસાર મનને કેળવવું અને તે માટે તે જ પ્રકારનું વાંચન અને મનન- ચિંતન રાખવું.
• વાસી ખોરાક ન લેવો. મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.
• અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.
• દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી
• ખાવાના સોડાવાળી વસ્તુઓ જેવી કે ગાંઠીયા ફાફડાં, ખમણ, ભજીયા તેમજ અન્ય ફરસાણ ન લેવાં. પીવાની સોડા અને ઠંડા પીણાંથી દૂર રહેવું.
• બહારનાં નાસ્તાથી દૂર રહેવું.



વિરુદ્ધ આહાર:
• વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું. દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે.
• દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું.
- એકપણ દિવસ પાડ્યા વિના નિયમિત દવા લેવી.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો ...)

આમવાત - રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન

કબજિયાત માટે આહાર - વિહારની પરેજી

સંગ્રહણી - અતિસાર - જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - www.facebook.com/atharvaherbalclinic

Twitter - www.twitter.com/atharvaherbal

Instagram - www.instagram.com/atharvaherbalclinic

Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

Online Appointment http://bit.ly/2K5uJL6


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Hits: 4288

મુલાકાતો

Users
18252
Articles
45
Articles View Hits
213050

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs